WhatsApp પર કનેક્ટ કરી શકતા નથી

જો તમે WhatsApp પર મેસેજ મોકલી કે મેળવી શકતા નથી, તો તમારું ઇન્ટરનેટ કનેક્શન ચાલતું ન હોય તેવું બની શકે. તમારા ડિવાઇસનું ઇન્ટરનેટ કનેક્શન તપાસવા માટે:
  • જુઓ કે તમારા મેસેજ પાસે ચેક માર્કની જગ્યાએ ઘડિયાળનો આઇકન છે કે નહિ. જો હોય, તો એનો અર્થ થયો કે તમારા મેસેજ પહોંચી શક્યા નથી.
  • તમારા ડિવાઇસમાં નેટવર્ક સિગ્નલ જુઓ અને એ ઝબક્યા કરે છે કે ખાલી છે તે તપાસો.
મુશ્કેલી નિવારણ
ઇન્ટરનેટ કનેક્શનને લગતી મોટાભાગની સમસ્યાઓ નીચે આપેલા એક કે વધુ પગલાં ભરીને દૂર કરી શકાય છે:
ડિવાઇસ સેટિંગ
  • તમારા ડિવાઇસને બંધ કરીને ફરીથી ચાલુ કરો.
  • તમારા ડિવાઇસનું સેટિંગ ખોલી > નેટવર્ક અને ઇન્ટરનેટ પર દબાવીને > એરપ્લેન મોડ બટનને ચાલુ અને બંધ કરો.
  • તમારા ડિવાઇસનું સેટિંગ ખોલી > નેટવર્ક અને ઇન્ટરનેટ > ઇન્ટરનેટ પર દબાવો. તમારા મોબાઇલ ઓપરેટરની બાજુમાં, સેટિંગ આઇકન પર દબાવો. મોબાઇલનું ઇન્ટરનેટ ચાલુ કરો.
  • તમારા ડિવાઇસનું સેટિંગ ખોલી > ઍપ > WhatsApp > મોબાઇલનું ઇન્ટરનેટ અને વાઇ-ફાઇ પર દબાવીને > બેકગ્રાઉન્ડ ડેટા ચાલુ કરો.
  • WhatsAppને Google Play સ્ટોર પરથી ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.
  • તમારા ડિવાઇસ માટે ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝનથી તમારી Android ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરો.
વાઇ-ફાઇ સેટિંગ
  • તમારા ડિવાઇસનાં સેટિંગ ખોલી > નેટવર્ક અને ઇન્ટરનેટ > ઇન્ટરનેટ પર જઈને > વાઇ-ફાઇ બંધ અને ચાલુ કરો.
  • કોઈ જુદા વાઇ-ફાઇ હોટસ્પોટથી કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો.
  • ખાતરી કરો કે વાઇ-ફાઇ સ્લીપ મોડમાં ચાલુ રહે.
  • તમારા વાઇ-ફાઇ રાઉટરને રીબૂટ કરો.
  • મોબાઇલ સેવા પૂરી પાડનારી તમારી કંપનીનો સંપર્ક કરો અને ખાતરી કરો કે તમારાં APN સેટિંગ સાચી રીતે રાખેલાં છે.
  • તમે સામાન્ય રીતે વાપરતા ન હો એવા વાઇ-ફાઇ કનેક્શન પર WhatsApp સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી આવી રહી હોય, તો નેટવર્ક એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો.
  • ખાતરી કરો કે તમે બીજા દ્વારા સંચાલિત વાઇ-ફાઇ નેટવર્ક ન વાપરી રહ્યા હો, જેમ કે તમારી ઑફિસ કે યુનિવર્સિટીનું નેટવર્ક. બની શકે કે આ નેટવર્ક પર બીજાં કનેક્શન બ્લોક કે મર્યાદિત કરેલો હોય.
અન્ય સેટિંગ
  • WhatsAppને પ્રોક્સી અથવા VPN સેવાઓ સાથે વાપરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું નથી. અમે આ સંરચનાને સપોર્ટ કરતા નથી.
  • રોમિંગ બંધ કરો.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં