ગ્રૂપનાં નોટિફિકેશન કેવી રીતે બંધ કે ચાલુ કરવા

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
તમે ગ્રૂપનાં નોટિફિકેશનને ચોક્કસ સમયગાળા માટે બંધ કરી શકો છો. જોકે, તે ગ્રૂપમાં મોકલાતા મેસેજ તો તમને મળતા રહેશે, પણ મેસેજ આવે ત્યારે તમારો ફોન વાઇબ્રેટ કે અવાજ નહિ કરે. બંધ કરેલી ચેટમાં મોકલેલા મેસેજને WhatsAppના નવા મેસેજ બતાવતી નિશાનીમાં દેખાતી ગણતરીમાં લેવામાં નહિ આવે, સિવાય કે ચેટમાં તમારો ઉલ્લેખ કરાયો હોય કે તમારા મેસેજનો જવાબ આપવામાં આવ્યો હોય.
ગ્રૂપનાં નોટિફિકેશન બંધ કરવા માટે
 1. તેની WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને તેના નામ પર દબાવો.
  • બીજી રીતે, ચેટ ટેબમાં ગ્રૂપને ડાબી બાજુ સરકાવો. પછી, વધુ
   > નોટિફિકેશન બંધ કરો પર દબાવો.
 2. નોટિફિકેશન બંધ કરો
  પર દબાવો.
 3. જેટલા સમય સુધી નોટિફિકેશન બંધ કરવાં હોય તેટલો સમયગાળો પસંદ કરો.
ગ્રૂપનાં નોટિફિકેશન ચાલુ કરવા માટે
 1. તેની WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને તેના નામ પર દબાવો.
  • બીજી રીતે, ચેટ ટેબમાં ગ્રૂપને ડાબી બાજુ સરકાવો. પછી વધુ
   > નોટિફિકેશન ચાલુ કરો પર દબાવો.
 2. નોટિફિકેશન બંધ છે
  પર દબાવો.
 3. નોટિફિકેશન ચાલુ કરો પર દબાવો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં