નિષ્ક્રિય એકાઉન્ટને ડિલીટ કરવા વિશે

સુરક્ષા જાળવી રાખવા, ડેટાની જાળવણી માર્યાદિત કરવા અને વપરાશકર્તાઓની પ્રાઇવસીની સુરક્ષા માટે, મોટે ભાગે નિષ્ક્રિય થયાના 120 દિવસ પછી WhatsApp એકાઉન્ટ ડિલીટ કરવામાં આવે છે. નિષ્ક્રિયતાનો અર્થ એ છે કે વપરાશકર્તા WhatsApp સાથે કનેક્ટ થયા નથી.
એકાઉન્ટ ચાલુ રહે તે માટે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. જો કોઈ વપરાશકર્તાના ડિવાઇસ પર WhatsApp ચાલુ હોય, પણ તેમની પાસે ઇન્ટરનેટ કનેક્શન ન હોય, તો એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે.
જ્યાં સુધી ડિવાઇસ પરથી WhatsApp એકાઉન્ટ ડિલીટ નહિ થાય, ત્યાં સુધી વપરાશકર્તાના ડિવાઇસ પર ડિલીટ કર્યા પહેલાંનો ડેટા સચવાયેલો રહેશે. જ્યારે વપરાશકર્તા તે જ ડિવાઇસ પરથી WhatsApp માટે નોંધણી કરે છે, ત્યારે ડિવાઇસ પર સાચવેલો ડેટા ફરી દેખાશે.
સંબંધિત લેખો
  • Android | iPhone પર તમારો WhatsApp ડેટા ટ્રાન્સફર કેવી રીતે કરાય તે શીખો
શું આ મદદરૂપ હતું?
હા
નહીં