તમારી બિઝનેસ પ્રોફાઇલ વિશે

બિઝનેસ પ્રોફાઇલ એ WhatsApp પર તમારી ઔપચારિક ઓળખ બનાવવામાં મદદરૂપ થાય તેવાં WhatsApp Business ઍપમાં ઉપલબ્ધ ઘણાં ટૂલમાંનું એક મહત્ત્વનું માધ્યમ છે.

તમારી બિઝનેસ પ્રોફાઇલ ગ્રાહકો માટે તમારા બિઝનેસ વિશેની મહત્વની માહિતી જેમ કે તમારા બિઝનેસનું નામ, વર્ણન, સરનામું, કામકાજનો સમય અને કેટેગરીમાં પ્રવેશ કરવાનું સરળ બનાવે છે. તમે ગ્રાહકોની મુલાકાતો વધારવા માટે તમારી પ્રોડક્ટ અને સેવાઓનું કેટલોગ બનાવી શકો છો જેમાં તમારું બિઝનેસનું ઇમેઇલ આઇડી અને તમારી વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક પણ શામેલ કરી શકો છો.
બિઝનેસ ટિપ: તમારી પ્રોડક્ટ અને સેવાઓ દેખાડવા માટે એક કેટલોગ શામેલ કરો જેથી ગ્રાહકો તમને પ્રશ્નો પૂછવા માટે સરળતાથી શોધી શકે અને મેસેજ મોકલી શકે. ગ્રાહકો પોતાની રૂચિ મુજબની પ્રોડક્ટ કે સેવા પસંદ કરી શકે છે અને તેને પોતાના મિત્રો સાથે શેર પણ કરી શકે છે.
આ ખાસ સુવિધાઓ તમારો કિંમતી સમય બચાવે છે જેથી તમે ગ્રાહકો સાથે જોડાવાની અને બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જવાની મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં