મેસેજ કેવી રીતે ડિલીટ કરવા

તમે ફક્ત તમારા માટે મેસેજ ડિલીટ કરી શકો છો અથવા બધા માટે તે મેસેજ ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો.
બધા માટે મેસેજ ડિલીટ કરવા વિશે
બધા માટે મેસેજ ડિલીટ કરવાની સુવિધા તમને વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તમે મોકલેલા કોઈ ચોક્કસ મેસેજને ડિલીટ કરવા દે છે. ખાસ કરીને આ ત્યારે કામમાં આવે છે જ્યારે તમે ખોટી ચેટમાં કોઈ મેસેજ મોકલ્યો હોય અથવા તમે મોકલેલા મેસેજમાં કોઈ ભૂલ હોય.
બધા માટે ડિલીટ કરેલા મેસેજને નીચે આપેલા લખાણથી બદલી દેવાય છે:
"આ મેસેજ ડિલીટ કરાયો"
બધા માટે મેસેજ ડિલીટ કરવા માટે:
 1. WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા માગતા હો તે ચેટમાં જાઓ.
 2. તે મેસેજ પર દબાવી રાખો > મેનૂમાંથી ડિલીટ કરો પસંદ કરો. વૈકલ્પિક રીતે, એકસાથે વધારે મેસેજ ડિલીટ કરવા માટે વધુ મેસેજ પસંદ કરો.
  • જો સ્ક્રીન પર આવે, તો વધુ
   પર દબાવો > મેનૂમાંથી ડિલીટ કરો પસંદ કરો.
 3. ડિલીટ કરો
  > બધા માટે ડિલીટ કરો પર દબાવો.
નોંધ:
 • મેસેજ બધા માટે સફળ રીતે ડિલીટ કરવા માટે, તમે અને મેસેજ મેળવનાર WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરતા હોય એ જરૂરી છે.
 • iOS માટે WhatsApp વાપરતા હોય એવા મેસેજ મેળવનારની પાસે WhatsApp ચેટ પરથી મેસેજ ડિલીટ કરી નાખવા છતાં તમે મોકલેલો મીડિયા તેમના ફોટામાં સેવ થયેલો હોઈ શકે છે.
 • જો તમે સફળ રીતે મેસેજ ડિલીટ કરી ન શકો તો મેળવનાર તમારો મેસેજ ડિલીટ થયા પહેલાં જોઈ શકે છે.
 • જો બધા માટે મેસેજ ડિલીટ કરવાનું સફળ ન થાય, તો તમને જણાવવામાં આવશે નહિ.
 • બધા માટે ડિલીટ કરોની વિનંતી કરવા માટે તમારી પાસે મેસેજ મોકલ્યા પછી માત્ર એક કલાકનો સમય હોય છે.
મારા માટે મેસેજ ડિલીટ કરવા વિશે
તમે મોકલેલા કે મેળવેલા મેસેજની તમારી કોપિ તમે ડિલીટ કરી શકો છો. આનાથી તમારો મેસેજ મેળવનારની ચેટમાં કોઈ અસર થશે નહિ. તમારો મેસેજ મેળવનારા એ મેસેજ હજી પણ તેઓની ચેટ સ્ક્રીનમાં જોઈ શકશે.
મારા માટે મેસેજ ડિલીટ કરવા માટે:
 1. WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા માગતા હો તે ચેટમાં જાઓ.
 2. તે મેસેજ પર દબાવી રાખો > મેનૂમાંથી ડિલીટ કરો પસંદ કરો. વૈકલ્પિક રીતે, એકસાથે વધારે મેસેજ ડિલીટ કરવા માટે વધુ મેસેજ પસંદ કરો.
  • જો સ્ક્રીન પર આવે, તો વધુ
   પર દબાવો > મેનૂમાંથી ડિલીટ કરો પસંદ કરો.
 3. ડિલીટ કરો
  > મારા માટે ડિલીટ કરો પર દબાવો.
સંબંધિત લેખો:
Android | KaiOS પર મેસેજ કેવી રીતે ડિલીટ કરવા
Android | iPhone પર ચેટ કેવી રીતે દૂર કરવી
શું આ મદદરૂપ હતું?
હા
નહીં