વિદેશમાં WhatsAppનો ઉપયોગ કરવા વિશે

જ્યારે તમે દેશ બહાર મુસાફરી કરી રહ્યા હો, ત્યારે પણ તમે મોબાઇલ ડેટા અથવા વાઇ-ફાઇ દ્વારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો.
જો તમે મુસાફરી દરમિયાન લોકલ સિમ કાર્ડ નાખો, તો પણ તમે તમારા દેશના નંબર સાથે WhatsAppનો ઉપયોગ કરી શકો છો. જો કે આ પરિસ્થિતિમાં, જો તમારે તમારા એકાઉન્ટની ફરીથી ખાતરી કરવી પડે, તો તમે તમારા લોકલ સિમ કાર્ડનો ઉપયોગ કરીને એવું કરી શકશો નહિ. WhatsApp પર ફોન નંબરની ફરીથી ખાતરી / ખાતરી કરવા માટે, તમારા ફોનમાં એ નંબરનું સિમ કાર્ડ હોવું જરૂરી છે, જેમાં ફોન અથવા SMS સેવા ચાલુ હોય.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં