તમારા એકાઉન્ટની માહિતીની વિનંતી કેવી રીતે કરવી

એકાઉન્ટની માહિતીની વિનંતી સુવિધા તમને તમારા WhatsApp એકાઉન્ટની માહિતી અને સેટિંગના રિપોર્ટ મેળવવા માટે વિનંતી કરવા અને એને બીજા ડિવાઇસમાં લઈ જવાની સગવડ આપે છે. રિપોર્ટમાં તમારા મેસેજ સામેલ હશે નહિ. જો તમે ઍપ સિવાય બીજે ક્યાંય તમારા મેસેજ જોવા માગો છો, તો તમે આના બદલે તમારી જૂની ચેટ એક્સપોર્ટ કરી શકો છો.
રિપોર્ટની વિનંતી કરવા માટે
 1. WhatsApp ખોલો.
 2. વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > એકાઉન્ટની માહિતીની વિનંતી કરો પર દબાવો.
 3. રિપોર્ટની વિનંતી કરો પસંદ કરો અને એના પર દબાવો. આ સ્ક્રીનનું સ્ટેટસ વિનંતી મોકલી થઈ જશે.
વિનંતી કર્યાની તારીખથી સામાન્ય રીતે ત્રણ દિવસોમાં તમારો રિપોર્ટ ઉપલબ્ધ થશે. તમારા રિપોર્ટની રાહ જોઈ રહ્યા હો ત્યારે સુધી તૈયાર થવાની તારીખનો સંદર્ભ લઈ શકો છો.
નોંધ:
 • એક વખત રિપોર્ટની વિનંતી કર્યા પછી, તમે તમારા રિપોર્ટની તૈયાર થઈ રહેલી વિનંતીનો ફેરફાર રદ કે કેન્સલ કરી શકશો નહિ.
 • જો તમે તમારો ફોન નંબર બદલો અથવા તમારું એકાઉન્ટ ડિલીટ કરો, તો તમારી તૈયાર થઈ રહેલી વિનંતી રદબાતલ કરવામાં આવશે અને તમારે બીજી વાર રિપોર્ટની વિનંતી કરવી પડશે.
રિપોર્ટ ડાઉનલોડ કરવા અને એક્સપોર્ટ કરવા માટે
જ્યારે રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે, ત્યારે તમને તમારા ફોન પર તમારા એકાઉન્ટની માહિતી ડાઉનલોડ કરવા માટે તૈયાર છે એમ જણાવતું એક WhatsApp નોટિફિકેશન મળશે. WhatsAppમાં એકાઉન્ટની માહિતીની વિનંતી કરો સ્ક્રીન તમને જણાવશે કે અમારા સર્વરમાંથી ડિલીટ કરવામાં આવે તે પહેલાં, તે રીપોર્ટને ડાઉનલોડ કરવા માટે તમારી પાસે આશરે થોડાંક અઠવાડિયાનો સમય છે. આ રિપોર્ટમાં તમારી માહિતી હોવાને કારણે, બીજી કોઈ પણ સેવાઓમાં તેનો સંગ્રહ કરો, મોકલો કે અપલોડ કરો ત્યારે તમારે સાવચેત રહેવું જરૂરી છે.
 1. WhatsApp ખોલો.
 2. વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > એકાઉન્ટની માહિતીની વિનંતી કરો પર દબાવો.
 3. રિપોર્ટ ડાઉનલોડ કરો પસંદ કરો અને એના પર દબાવો.
 4. એક વાર ફાઇલ ડાઉનલોડ થઈ જાય, પછી રિપોર્ટ એક્સપોર્ટ કરો > ઓકે > ઓકે પર દબાવો.
નોંધ: તમે તમારા ફોન પર રિપોર્ટ ડાઉનલોડ કરી લો તે પછી, તમારી પાસે એકાઉન્ટની માહિતીની વિનંતી કરો સ્ક્રીન પર રિપોર્ટ ડિલીટ કરો > ઓકે દબાવીને તમારા ફોન પરથી ડાઉનલોડ કરેલા રિપોર્ટની નકલ કાયમીરૂપે ડિલીટ કરવાનો વિકલ્પ હશે. એ રિપોર્ટને ડિલીટ કરવાથી તમારા એકાઉન્ટનો કોઈ પણ ડેટા ડિલીટ નહિ થાય.
રિપોર્ટ જોવા માટે
તમે ડાઉનલોડ કરેલો રિપોર્ટ WhatsAppમાં જોઈ શકશો નહિ. રિપોર્ટ જોવા માટે, તમારા ફોનને તમારે કોઈ કમ્પ્યૂટર સાથે કનેક્ટ કરવાની જરૂર પડશે.
 1. કમ્પ્યૂટરમાં Windows પર File Explorerનો ઉપયોગ કરો અથવા Mac પર Android File Transfer જેવી ફાઇલ ટ્રાન્સ્ફર ઍપ્લિકેશન ડાઉનલોડ કરો.
 2. તમારા ફોનને કમ્પ્યૂટર સાથે કનેક્ટ કરવા માટે USB કેબલનો ઉપયોગ કરો. પહેલા તમારા ફોનના ઍપ મેનૂ પર સેટિંગ પર દબાવો > સંગ્રહ પસંદ કરવા માટે બાજુએથી સરકાવો > USB સંગ્રહ પસંદ કરો અને તેના પર દબાવો > ચાલુ પસંદ કરો અને તેના પર દબાવો.
 3. બીજી રીતે, તમે કમ્પ્યૂટરમાં તમારા ફોનનું SD કાર્ડ દાખલ કરી શકો. કમ્પ્યૂટર પર ફાઇલ ટ્રાન્સફર ઍપ્લિકેશન આપમેળે ખુલી જશે.
 4. કમ્પ્યૂટર પર, ડાઉનલોડ > WhatsApp પર ક્લિક કરો.
 5. My account info.zip ફાઇલ ડેસ્કટોપ પર ખેંચી લો.
 6. ફાઇલ ખોલીને તેને અનઝિપ કરો. આમ કરવાથી My account info ફોલ્ડર બનશે.
 7. એ ફોલ્ડર ખોલો, પછી તમારા એકાઉન્ટની માહિતી જોવા માટે HTML ફાઇલ ખોલો.
સંબંધિત લેખ:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં