WhatsAppમાં કીબોર્ડ વાપરી શકાતું નથી

iPhone
કીબોર્ડના બધા ઘટકોનું નિયંત્રણ સંપૂર્ણ રીતે iOS દ્વારા કરવામાં આવે છે, આમાં એકથી વધુ ભાષાના કીબોર્ડ, ઓટો-કરેક્શન, સ્પેલિંગ ચેક અને પૂર્વાનુમાનિત લખાણનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ iPhone 'સેટિંગ' > 'જનરલ' > 'કીબોર્ડ'માં ચાલુ અને બંધ કરી શકાય છે. જો આ સુવિધાઓ કામ કરતી ન હોય, તો તે iOSની સમસ્યા છે, WhatsAppની નહિ.
જો તમે બીજું કોઈ કીબોર્ડ ઉમેર્યું હોય, તો તમે કીબોર્ડની સૌથી નીચે ખૂણામાં આવેલી પૃથ્વીની નિશાની પર દબાવીને તેમાં પ્રવેશી શકો છો.
જો તમે ટાઇપ કરવામાં કે ઇમોજી ઉમેરવામાં ધીમાશ અનુભવો, તો iPhone 'સેટિંગ' > 'જનરલ' > 'રિસેટ' > 'રિસેટ કીબોર્ડ ડિક્શનરી'માં તમારા કીબોર્ડની ડિક્શનરી રિસેટ કરો.
તમારા iPhone પરના કીબોર્ડ વિશે વધુ જાણવા માટે, Apple Supportની વેબસાઇટ પર જાઓ.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં