ગ્રૂપ ચેટમાં ફરી કેવી રીતે જોડાવું

જો તમે કોઈ ગ્રૂપ ચેટમાંથી બહાર નીકળી ગયા હો અને તેમાં ફરી જોડાવા માંગતા હો, તો તે ગ્રૂપના એડમિને તમને ફરીથી ગ્રૂપમાં આમંત્રિત કરવા પડશે. જો તમે એકલા જ ગ્રૂપના એડમિન હો અને ગ્રૂપમાંથી બહાર નીકળી જાઓ, તો ગ્રૂપના બીજા સભ્યોમાંથી કોઈને પણ ગ્રૂપના એડમિન તરીકે પસંદ કરવામાં આવે છે. તમે એડમિનને ગ્રૂપમાં તમને ફરીથી આમંત્રિત કરવા માટે જણાવી શકો અને તમને ફરીથી ગ્રૂપ એડમિન બનાવવા કહી શકો.
તમે બે વાર ગ્રૂપ છોડ્યું હોય એમાં કેવી રીતે ફરીથી જોડાઈ શકાય
જો તમે કોઈ ગ્રૂપને બે વાર છોડ્યું હોય, તો તમને ગ્રૂપ એડમિન ફરીથી જોડાવા માટે આમંત્રણ મોકલે એ માટે તમારે 24 કલાક રાહ જોવી પડશે. કોઈ સભ્યને ફરીથી આમંત્રણ મોકલવા માટે રાહ જોવાનો સમય ટાળવા માટે, એડમિન તમારી સાથે ગ્રૂપમાં આમંત્રિત કરવા માટેની લિંક શેર કરી શકે.
નોંધ: જ્યારે જ્યારે તમે ગ્રૂપ છોડો ત્યારે ત્યારે ગ્રૂપના એડમિન દ્વારા તમને ફરીથી જોડાવા માટેનો સમય વધતો જતો હોઈ શકે છે. તમારે રાહ જોવી પડે તે સમય વધુમાં વધુ સમય 81 દિવસનો હોઈ શકે છે.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં