સ્પામ અને કામ વગરના મેસેજ વિશે જાણકારી
અમારી સિસ્ટમમાંથી પસાર થઈને આવતા સ્પામ મેસેજનું પ્રમાણ ઓછું કરવા માટે અમે ચીવટથી કામ કરીએ છીએ. અમે એવું વાતાવરણ ઊભું કરવા માગીએ છીએ જ્યાં વપરાશકર્તાઓ એકબીજા સાથે સુરક્ષિત રીતે વાતચીત કરી શકે. અમારું લક્ષ્ય છે કે WhatsApp પર મોકલવામાં આવતા કામ વગરના મેસેજનું પ્રમાણ ઘટે. જે વપરાશકર્તાઓ પાસે તમારો ફોન નંબર છે, તેઓ બની શકે કે તમને WhatsApp પર સંપર્ક કરી શકે. પછી ભલેને તેઓનો નંબર તમારા સંપર્કોમાં સેવ કરેલો ન હોય. અમે તમને આવા મેસેજને ઓળખવામાં અને તેનો નિકાલ લાવવામાં મદદ કરવા માગીએ છીએ.
બની શકે કે કામ વગરના મેસેજ તમારા સંપર્કો તરફથી આવે કે ન પણ આવે. આ પ્રકારના મેસેજ અફવાઓ ફેલાવી શકે છે અને તમને ખોટી જાણકારી માનવા માટે પ્રેરિત કરી શકે છે.
કામ વગરના મેસેજ કેવા દેખાય છે
એવા કેટલાક સંકેતો છે કે સૂચવી શકે છે કે તમને શંકાસ્પદ મેસેજ મળ્યો છે અથવા એ મોકલનાર કોઈ બીજી વ્યક્તિ હોવાનો ડોળ કરે છે. ચેક કરો કે શું મેસેજમાં નીચેની બાબતો સામેલ છે, કેમ કે તેનાથી ખબર પડી જશે કે મેસેજ મોકલનાર સંપર્ક ભરોસા યોગ્ય છે કે નહિ:
- ખોટી જોડણી કે વ્યાકરણની ભૂલો
- તમને લિંક પર દબાવવાનું કે લિંક મારફતે નવી સુવિધાઓને એક્ટિવેટ કરવાનું કહેવામાં આવે
- તમને તમારી અંગત માહિતી, જેમ કે, ક્રેડિટ કાર્ડ અથવા બેંક એકાઉન્ટના નંબરો, જન્મ તારીખ, પાસવર્ડ શેર કરવાનું કહેવામાં આવે
- તમને તે મેસેજ ફોરવર્ડ કરવાનું કહેવામાં આવે
- WhatsAppને ઉપયોગમાં લેવા માટે તમને પેમેન્ટ કરવાનું કહેવામાં આવે
તમને યાદ આપવી દઈએ કે, WhatsApp એ મફત ઍપ છે અને તેને ઉપયોગમાં લેવા માટે તમારે પેમેન્ટ કરવાનું હોતું નથી.
કામ વગરના મેસેજનું શું કરવું
જો કોઈ મેસેજ શંકાસ્પદ લાગે કે એને માનવું અઘરું લાગે, તો તેના પર દબાવશો નહિ, તેને શેર કે ફોરવર્ડ કરશો નહિ. જ્યારે તમને આ પ્રકારનો મેસેજ મળે, ત્યારે અમે તમને મેસેજની જાણ કરવાની, મોકલનાર સાથે સંપર્ક તોડવાની અને મેસેજને ડિલીટ કરવાની ભલામણ કરીએ છીએ. કોઈ વ્યક્તિ સાથે સંપર્ક કેવી રીતે તોડવો અને તેમની જાણ કેમની કરવી તે વિશે અહીં વધુ જાણો. તમે તમારા સંપર્કને પણ જણાવી શકો છો કે મેસેજ શંકાસ્પદ જણાય છે અને તેમને સમજાવી શકો છો કે WhatsAppનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો.
સૌથી બેસ્ટ તો એ જ રહેશે કે જો તમને લાગે કે મેસેજમાં મોકલેલી જાણકારી સાચી છે કે નહિ અને તમને ખબર ન હોય કે મેસેજ કોણે લખ્યો છે, તો તેને ફોરવર્ડ ન કરશો. અફવાઓ અને ખોટી માહિતીને ફેલાતી રોકી શકાય છે. તે વિશે જાણવા માટે આ લેખ વાંચો.
સંબંધિત લેખો: