WhatsApp પર સ્ટિકરો કેવી રીતે બનાવવા

અમે Android અને iOS બન્ને માટે ઍપના નમૂના અને કોડ પૂરા પાડીએ છીએ, જેથી ઓછામાં ઓછા ડેવલપમેન્ટ કે કોડિંગના અનુભવથી પણ તમે તમારા સ્ટિકરની કલા પ્રદર્શિત કરી શકો અને ઍપ બનાવી શકો. કુશળ ડેવલપર પણ WhatsApp દ્વારા સપોર્ટ કરાતાં APIs અને ઇન્ટરફેસ વાપરીને ઉચ્ચ ગુણવત્તાવાળી સ્ટિકર ઍપ બનાવી શકે છે.
તમારાં પોતાનાં સ્ટિકરો ડિઝાઇન કરવા માટે નીચે જણાવેલી જરૂરિયાતો વાંચો અને તમારી સ્ટિકર ઍપ બનાવવા માટેની સંપૂર્ણ જરૂરિયાતો અને ટિપ્સ માટે નમૂનાની ઍપ સાથે જોડાયેલી ‘મને વાંચો’ ફાઇલોનો સંદર્ભ લો.
નોંધ: iOS સ્ટિકર ઍપ બનાવવા માટે Apple App Storeની રિવ્યૂ માર્ગદર્શિકાનું પાલન કરવા, એક અલગ યુઝર ઇન્ટરફેસ (UI) વિકસાવો અને તેમાં અમારી નમૂનાની ઍપના UIનો ઉપયોગ ન થાય એની ખાતરી કરો.
મનગમતાં સ્ટિકરો નીચે જણાવેલી જરૂરિયાતો પૂરી કરતા હોય તે જરૂરી છે:
  • દરેક સ્ટિકર પારદર્શક બેકગ્રાઉન્ડમાં હોવું જોઈએ.
  • સ્ટિકરો બરાબર 512x512 પિક્સેલનાં હોવાં જોઈએ.
  • દરેક સ્ટિકર 100 KBથી નાનું હોવું જોઈએ.
WhatsApp સ્ટિકર પિકર કે ટ્રેમાં તમારા સ્ટિકર પેકને દર્શાવતું એક ચિત્ર આપવું જરૂરી છે, જેનો ઉપયોગ તમારા સ્ટિકર પેકના પ્રતીકરૂપે કરવામાં આવશે. આ ફોટો 96x96 પિક્સેલનો હોવો જોઈએ અને 50 KBથી નાનો હોવો જોઈએ.
ઉપરની જરૂરિયાતો ઉપરાંત, અમે નીચેની બાબતોને ભારપૂર્વક ધ્યાને લેવાની ભલામણ કરીએ છીએ:
  • સ્ટિકરો અનેક જાતનાં બેકગ્રાઉન્ડમાં દેખાશે, જેમાં સફેદ, કાળા, રંગબેરંગી અને જુદી-જુદી પેટર્નનો સમાવેશ થાય છે. અમે દરેક સ્ટિકરની બહાર 8-પિક્સલની #FFFFFF આઉટલાઇન ઉમેરવાની ભલામણ કરીએ છીએ. નમૂના તરીકે Photoshop (PSD) ફાઇલ અહીં જુઓ.
  • સ્ટિકરના ફોટો અને 512x512 પિક્સેલ કેન્વાસના ખૂણા વચ્ચે 16 પિક્સેલનું અંતર હોવું જોઈએ.
સ્ટિકર બનાવતી વખતે તમને કોઈ પ્રશ્ન કે સમસ્યા નડે, તો અમને developers@support.whatsapp.com પર ઇમેઇલ મોકલો. બીજા કોઈ પ્રશ્ન કે મુશ્કેલીના ઉકેલ માટે, WhatsApp પર સેટિંગ > મદદ > અમારો સંપર્ક કરો પર જઈને અમારો સંપર્ક કરો.
Android અને iOSનાં લેટેસ્ટ WhatsApp વર્ઝનમાં સ્ટિકરો ઉપલબ્ધ છે. જો તમને સ્ટિકરો ન દેખાય, તો તમારા ફોનના ઍપ્લિકેશન સ્ટોર પર જઈને WhatsAppના લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં