તમારું એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું

Android
iPhone
KaiOS
તમે પોતાના એકાઉન્ટને WhatsAppમાંથી ડિલીટ કરી શકો છો. એક વાર એકાઉન્ટ ડિલીટ કર્યા પછી તેને પાછું મેળવી શકાતું નથી. તમારાથી ભૂલથી ડિલીટ થઈ જાય તો પણ.
તમારું એકાઉન્ટ ડિલીટ કરવા માટે:
 1. વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > મારું એકાઉન્ટ ડિલીટ કરો પર દબાવો.
 2. તમારા દેશનો કોડ પસંદ કરો અને તમારો ફોન નંબર લખો.
 3. ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો.
તમારા એકાઉન્ટને ડિલીટ કરવાથી:
 • WhatsApp પરથી તમારું એકાઉન્ટ ડિલીટ થઈ જશેે.
 • તમારા ફોન પરની જૂની ચેટ ડિલીટ થઈ જશે.
 • તમારા બધાં WhatsApp ગ્રૂપમાંથી તમને ડિલીટ કરી દેવાશે.
જો તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરો, તો:
 • તમે તમારા એકાઉન્ટમાં ફરીથી પ્રવેશ મેળવી શકતા નથી.
 • ડિલીટ કરવાની પ્રક્રિયા ચાલુ થાય ત્યારથી તમારા WhatsAppની માહિતી ડિલીટ થવામાં 30 દિવસ સુધીનો સમય લાગી શકે છે. તમારી માહિતીની કોપિ 30 દિવસ પછી પણ બેકઅપ સ્ટોરેજમાં રહી શકે છે, જે અમે મોટી દુર્ઘટના, સોફ્ટવેરની ખામી કે ડેટા ગુમાવવાના કિસ્સાઓમાં વાપરીએ છીએ. આ સમય દરમિયાન તમારી માહિતી WhatsApp પર ઉપલબ્ધ હોતી નથી.
 • આનાથી તમે બનાવેલા ગ્રૂપથી સંબંધિત તમારી માહિતી અથવા બીજા વપરાશકર્તાઓ પાસે રહેલી તમારા વિશેની માહિતી, જેમ કે, તમે તેમને મોકલેલા મેસેજની કોપિ પર કોઈ અસર થતી નથી.
 • તમે તમારું એકાઉન્ટ ડિલીટ કર્યા પછી પણ અમે અમારા ડેટાબેઝમાં ચોક્કસ લોગ ડેટા સાચવી શકીએ છીએ, પરંતુ આવા ડેટાને કોઈ પણ ઓળખ આપતી માહિતીથી અલગ કરી દેવામાં આવશે, જેથી તે હવે તમારા એકાઉન્ટ સાથે લિંક ન થઈ શકે. આવું કરવા માટે, નિયમિત ધોરણે, અમે આ લોગ ડેટામાંથી ચોક્કસ ઓળખ આપતી માહિતીને સાફ કરીએ છીએ અને અમે તમારા એકાઉન્ટ આઇડીના કોઈ પણ દાખલાને રિપ્લેસમેન્ટ આઇડેન્ટિફાયર સાથે બદલીએ છીએ જે એક વાર ડિલીટ કરવામાં આવે તે પછી તમારા એકાઉન્ટ સાથે લિંક કરી શકાશે નહિ.
 • અમે કાનૂની વાદવિવાદ, શરતોનો ભંગ કે નુકસાન પહોંચાડવાના પ્રયત્નોને અટકાવવાના કિસ્સાઓ માટે પણ તમારી માહિતી રાખી શકીએ છીએ.
 • વધુ માહિતી માટે અમારી પ્રાઇવસી પોલિસીનો સંદર્ભ લો.
 • અન્ય Meta કંપનીઓ સાથે શેર કરવામાં આવેલી તમારી માહિતી પણ ડિલીટ કરી દેવામાં આવશે.
સંબંધિત લેખ:
Android | iPhone પર તમારું એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું, તેના વિશે જાણો
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં