મીડિયા ફાઇલો ડાઉનલોડ કરી કે મોકલી શકાતી નથી

જો તમને ફોટા, વીડિયો અથવા વોઇસ મેસેજ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી આવતી હોય, તો આટલું તપાસો:
  • તમારા ફોનમાં સારી ગુણવત્તાવાળું ઇન્ટરનેટ કનેક્શન છે. ખાતરી કરવા માટે વેબપેજને લોડ કરવાનો પ્રયત્ન કરી જુઓ.
  • તમારા ફોનની તારીખ અને સમય ખરી રીતે સેટ કરવામાં આવ્યો છે. જો તમારી તારીખ ખોટી હોય, તો તમે તમારો મીડિયા ડાઉનલોડ કરવા માટે WhatsApp સર્વર સાથે કનેક્ટ નહિ કરી શકો. તમારી તારીખને બરાબર સેટ કરતા અહીં શીખો.
જો મુશ્કેલી આવ્યા કરે, તો બની શકે કે તમારા SD કાર્ડમાં કોઈ સમસ્યા હોય. ખાતરી કરવા માટે, તપાસો કે તમારા SD કાર્ડમાં:
  • સ્ટોરેજ માટેની પૂરતી ખાલી જગ્યા છે. SD કાર્ડમાં પૂરતી જગ્યા હોવા છતાં પણ જો તમે એના પર WhatsAppમાંથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરી શકતા ન હો, તો બની શકે કે તમારે તમારા SD કાર્ડમાંથી WhatsAppનો ડેટા ડિલીટ કરવો પડે.
  • રીડ ઓન્લી મોડ બંધ છે.
જો ઉપરના કોઈ પણ ઉપાયથી તમારી સમસ્યાનો ઉકેલ ન આવતો હોય, તો એનો અર્થ એમ છે કે તમારું SD કાર્ડ ખરાબ થઈ ગયું છે. આ કિસ્સામાં, બની શકે કે તમારે તમારું SD કાર્ડ ફરી ફોર્મેટ કરવું પડે અથવા તો નવું SD કાર્ડ ખરીદવું પડે.
નોંધ: SD કાર્ડને ફરી ફોર્મેટ કરવાથી SD કાર્ડ પરનો બધો ડેટા ભૂંસાઈ જશે.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં