તમારી બિઝનેસ પ્રોફાઇલમાં ફેરફાર કેવી રીતે કરવો

વેબ અને ડેસ્કટોપ
Android
iPhone
તમારી બિઝનેસ પ્રોફાઇલ તમને તમારા બિઝનેસનું નામ, સરનામું, તેનો પ્રકાર, વર્ણન, ઇમેઇલ અને વેબસાઇટ સહિતની તમારી કંપનીની માહિતી ઉમેરવાની સુવિધા આપે છે. લોકો જ્યારે તમારી પ્રોફાઇલ જુએ છે ત્યારે આ માહિતી સરળતાથી જોઈ શકે છે.
તમારી બિઝનેસ પ્રોફાઇલ જોવા માટે WhatsApp Business ઍપ ખોલો. પછી, સેટિંગ > બિઝનેસ ટૂલ > બિઝનેસ પ્રોફાઇલ પર દબાવો.
તમારા પ્રોફાઇલ ફોટામાં ફેરફાર કરવા માટે
 1. તમારા પ્રોફાઇલ ફોટોની નીચે ફેરફાર કરો પર દબાવો.
  • નોંધ: જો તમારી પાસે પ્રોફાઇલ ફોટો સેટ થયેલો નથી, તો તેના બદલે ફોટો ઉમેરો પર દબાવો.
 2. ફોટો પસંદ કરો પર દબાવીને ઉપલબ્ધ ફોટામાંથી પસંદ કરો અથવા ફોટો લો પર દબાવીને નવો ફોટો લો. તમારા હાલના પ્રોફાઇલ ફોટોને દૂર કરવા તમે ફોટો ડિલીટ કરો > ફોટો ડિલીટ કરો પર પણ દબાવી શકો છો.
 3. એક વાર તમે ફોટો પસંદ કરી લો કે નવો ફોટો લઈ લો એટલે, ફોટાને જરૂર મુજબ કાપો.
 4. પસંદ કરો પર દબાવો.
નોંધ: તમારો પ્રોફાઇલ ફોટો ડિફોલ્ટ રીતે સાર્વજનિક છે. તમારા પ્રાઇવસી સેટિંગ કેવી રીતે બદલવા તે આ લેખમાં જાણો.
તમારા કવર ફોટામાં ફેરફાર કરવા માટે
 1. તમારા કવર ફોટા પર કેમેરા
  પર દબાવો.
 2. ફોટો પસંદ કરો પર દબાવીને ઉપલબ્ધ ફોટામાંથી પસંદ કરો અથવા ફોટો લો પર દબાવીને નવો ફોટો લો. તમારા હાલના કવર ફોટોને દૂર કરવા તમે ફોટો ડિલીટ કરો > ફોટો ડિલીટ કરો પર પણ દબાવી શકો છો.
 3. એક વાર તમે ફોટો પસંદ કરી લો કે નવો ફોટો લઈ લો એટલે, ફોટાને જરૂર મુજબ કાપો.
 4. પસંદ કરો પર દબાવો.
નોંધ: તમારો કવર ફોટો ડિફોલ્ટ રીતે સાર્વજનિક છે.
તમારા બિઝનેસના નામ અને વર્ણનમાં ફેરફાર કરવા માટે
 1. તમે જેને અપડેટ કરવા માગતા હો તે ખાના પર દબાવો.
 2. જાણકારી અપડેટ કરો.
 3. સેવ કરો પર દબાવો.
તમારા ફોન નંબરમાં ફેરફાર કરવા માટે
તમારા ફોન નંબરમાં કેવી રીતે ફેરફાર કરવો તે જાણવા માટે આ લેખ વાંચો.
તમારા કામકાજના સમયમાં ફેરફાર કરવા માટે
 1. કામકાજનો સમય ઉમેરો ખાના પર દબાવો.
 2. સમયની નીચે, નીચે આપેલા સમયના નમૂનાઓમાંથી એક પસંદ કરો:
  • પસંદિત સમય માટે ખુલ્લો: જે દિવસનો કામકાજનો સમય તમારે પસંદ મુજબ સેટ કરવો હોય તે દિવસ પર દબાવો.
  • હંમેશાં ખુલ્લો: તમારો બિઝનેસ અઠવાડિયાના કયા દિવસે ખુલ્લો રહે છે એ આ ટોગલથી પસંદ કરો.
  • ફક્ત એપોઇન્ટમેન્ટ દ્વારા: તમારો બિઝનેસ અઠવાડિયામાં કયા દિવસે એપોઇન્ટમેન્ટ લેવાવાળા ગ્રાહકો માટે ખુલ્લો રહે છે એ આ ટોગલથી પસંદ કરો.
 3. સેવ કરો પર દબાવો.
તમારા કામકાજના સમયને રિસેટ કરવા માટે તમે ખાલી કરો પર પણ દબાવી શકો છો.
તમારા બિઝનેસના સરનામાંમાં ફેરફાર કરવા માટે
 1. સરનામું ઉમેરોના ખાના પર દબાવો.
 2. તમારા બિઝનેસનું સરનામું લખો.
 3. તમે નકશા પર લોકેશન સેટ કરો ટોગલ ચાલુ કરીને પણ તમારા નકશાના લોકેશનને અપડેટ કરી શકો છો.
 4. પછી, નકશા પર તમારા બિઝનેસના સરનામાંને અપડેટ કરો અથવા નીચેના વિકલ્પોમાંથી એક પસંદ કરો:
  • સરનામાંના ખાનામાં તમે જે લખ્યું છે તે નકશામાં દેખાય તે માટે હા, અપડેટ કરો પસંદ કરો.
  • બિઝનેસના સરનામાંના ખાનામાં પાછા આવીને તમારું સરનામું બદલવા માટે ના, સરનામાંમાં ફેરફાર કરો પસંદ કરો.
  • નકશા પર કોઈ ચોક્કસ જગ્યાને શોધવા માટે મને લોકેશન સેટ કરવા દો પસંદ કરો.
 5. થઈ ગયું પર દબાવો.
  • નોંધ: આનાથી નકશા પર રહેલું તમારું બિઝનેસનું લોકેશન જ બદલાય છે. સરનામાંના ખાનામાં તમે લખેલું સરનામું એનું એ જ રહેશે.
 6. સેવ કરો પર દબાવો.
તમારું સરનામું દૂર કરવા માટે, સરનામું ડિલીટ કરો પર દબાવો.
તમારા ઇમેઇલ અને વેબસાઇટમાં ફેરફાર કરવા માટે
 1. તમે જેને અપડેટ કરવા માગતા હો તે ખાના પર દબાવો.
 2. તમારી માહિતીને અપડેટ કરો.
 3. સેવ કરો પર દબાવો.
તમારા કેટલોગમાં ફેરફાર કરવા માટે
 1. તમારું કેટલોગ નવું બનાવવા માટે અથવા તેને અપડેટ કરવા માટે સંચાલન કરો પર દબાવો.
 2. તમારા કેટલોગમાં જરૂર મુજબ વસ્તુઓને ઉમેરો અથવા તેમાં ફેરફાર કરો. કેટલોગ કેવી રીતે બનાવવું અને તેને જાળવી રાખવું તે વિશે આ લેખમાં વધુ જાણો.
તમારા લિંક કરેલાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફેરફાર કરવા માટે
જો તમારું કોઈ એકાઉન્ટ લિંક કરેલું ન હોય, તો:
 1. સોશિયલ મીડિયા એકાઉન્ટને લિંક કરવા માટે એકાઉન્ટ ઉમેરો પર દબાવો.
 2. Facebook અથવા Instagram > ચાલુ રાખો પર દબાવો.
 3. તેને તમારી બિઝનેસ પ્રોફાઇલમાં ઉમેરવા માટે તમારા Facebook અથવા Instagram એકાઉન્ટમાં લોગ ઇન કરો.
તમારી પાસે પહેલેથી જ લિંક કરેલાં એકાઉન્ટ હોય તો:
 1. તમારું લિંક કરેલું એકાઉન્ટનું સંચાલન કરવા માટે Facebook અથવા Instagram પર દબાવો.
 2. તમે તમારી પ્રોફાઇલમાંથી પ્રોફાઇલ પર બતાવો બંધ કરીને લિંક કરેલાં એકાઉન્ટને છુપાવી શકો છો અથવા તમે WhatsApp દૂર કરો પર દબાવીને તમારી બિઝનેસ પ્રોફાઇલ પરથી અનલિંક કરી શકો છો.
તમારા બિઝનેસના પ્રકારમાં ફેરફાર કરવા માટે
 1. પ્રકારના ખાના પર દબાવો.
 2. તમારા બિઝનેસ માટે વધુમાં વધુ ત્રણ સંબંધિત પ્રકારો પસંદ કરો.
 3. સેવ કરો પર દબાવો.
'તમારા વિશે'ની માહિતીમાં ફેરફાર કરવા માટે
 1. તમારા વિશે ખાના પર દબાવો.
 2. 'તમારા વિશે'નો તમારી પસંદ મુજબનો મેસેજ બનાવવા માટે તમે અત્યારે આના પર સેટ છેની નીચેના ખાના પર દબાવી શકો છો અથવા તમારા વિશે પસંદ કરો વિભાગમાં પહેલેથી હાજર મેસેજમાંથી એક પસંદ કરી શકો છો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં