તમારી જૂની ચેટ કેવી રીતે સેવ કરવી

તમારા ફોનની મેમરીમાં દરરોજ તમારી ચેટનો બેકઅપ આપમેળે લેવાય છે અને સેવ થાય છે. તમારા સેટિંગનાં આધારે, તમે પણ સમયસમય પર તમારી WhatsApp ચેટનો Google ડ્રાઇવ પર બેકઅપ લઈ શકો છો. જો તમે તમારા ફોનમાંથી WhatsApp અનઇન્સ્ટોલ કરવા માગતા હો, પણ તમારા કોઈ મેસેજ ગુમાવવા માગતા ન હો, તો અનઇન્સ્ટોલ કરતા પહેલાં જાતે તમારી ચેટનો બેકઅપ લેવાની ખાતરી કરો.
ચેટનો બેકઅપ લેવા માટે
WhatsApp પર જાઓ > વધુ વિકલ્પો
> સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > બેકઅપ લો પર દબાવો.
જૂની ચેટ એક્સપોર્ટ કરવા માટે
તમે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાંથી જૂની ચેટની કોપિ એક્સપોર્ટ કરવા માટેે ‘ચેટ એક્સપોર્ટ કરો’ સુવિધા વાપરી શકો છો.
  1. વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
  2. વધુ વિકલ્પો
    > વધુ > ચેટ એક્સપોર્ટ કરો પર દબાવો.
  3. મીડિયા સાથે કે વગર એક્સપોર્ટ કરવી છે તે પસંદ કરો.
એક ઇમેઇલ બનાવવામાં આવશે જેમાં તમારી જૂની ચેટ .txt ડોક્યુમેન્ટના સ્વરૂપે જોડેલી હશે.
નોંધ:
  • જો તમે જર્મનીમાં છો, તો તમે ચેટ એક્સ્પોર્ટ કરવાની સુવિધાનો ઉપયોગ કરો તેની પહેલાં તમારે WhatsAppને અપડેટ કરવું પડી શકે છે.
  • જો તમે મીડિયા જોડવાનું પસંદ કરો છો, તો સૌથી તાજેતરમાં મોકલેલા મીડિયાને જોડાણ તરીકે ઉમેરવામાં આવશે.
  • મીડિયા એક્સપોર્ટ કરતી વખતે તમે વધુમાં વધુ 10,000 લેટેસ્ટ મેસેજ મોકલી શકો છો. મીડિયા વગર, તમે 40,000 મેસેજ મોકલી શકો છો. આ મર્યાદા ઇમેઇલના કદની મહત્તમ મર્યાદાને લીધે છે.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં