ડાર્ક મોડ કેવી રીતે વાપરવો

ડાર્ક મોડથી તમે WhatsAppના રંગની થીમને સફેદમાંથી કાળી કરી શકો છો અને તેને તમારા ડિવાઇસનાં સેટિંગ કે કંટ્રોલ સેન્ટરમાંથી ચાલુ કે બંધ કરી શકો છો. આ સુવિધા iOS 13 અને તેના પછીના વર્ઝન પર ઉપલબ્ધ છે.
ડિવાઇસના સેટિંગમાંથી ડાર્ક મોડ ચાલુ કરો
 1. iPhone સેટિંગ > ડિસ્પ્લે એન્ડ બ્રાઇટનેસ પર જાઓ.
 2. અપિઅરન્સની નીચે આપેલા આ વિકલ્પોમાંથી એક પસંદ કરો:
  • ડાર્ક: ડાર્ક મોડ ચાલુ કરો.
  • લાઇટ: ડાર્ક મોડ બંધ કરો.
  • ઓટોમેટિક: કોઈ ખાસ સમયે ડાર્ક મોડને ઓટોમેટિક રીતે ચાલુ કરો. ઓપશન્સ પર દબાવો અને પછી સનસેટ ટૂ સનરાઇઝ અથવા કસ્ટમ શેડ્યૂલ પસંદ કરો.
કંટ્રોલ સેન્ટરમાંથી ડાર્ક મોડ ચાલુ કરો
 1. iPhone સેટિંગ > કંટ્રોલ સેન્ટર પર જાઓ.
 2. કંટ્રોલ સેન્ટરમાં દેખાય તે માટે ઇન્ક્લૂડેડ કંટ્રોલ્સની અંદર ડાર્ક મોડ ઉમેરો.
 3. કંટ્રોલ સેન્ટર ખોલો:
  • iPhone X કે નવા વર્ઝન પર કંટ્રોલ સેન્ટર ખોલવા માટે સ્ક્રીનની જમણી બાજુથી નીચે તરફ સરકાવો.
  • iPhone 8 અને જૂના વર્ઝન પર કંટ્રોલ સેન્ટર ખોલવા માટે સ્ક્રીનની નીચેની બાજુથી ઉપર તરફ સરકાવો.
 4. ડાર્ક મોડ ચાલુ કે બંધ કરવા માટે ડાર્ક મોડના આઇકન પર દબાવો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં