Firefox પર નોટિફિકેશન મેળવી શકાતાં નથી

જો તમે WhatsApp વેબ પર નોટિફિકેશન મેળવી શકતા ન હો, તો ખાતરી કરો કે તમારા બ્રાઉઝરમાં નોટિફિકેશન ચાલુ કરેલા છે.
નોટિફિકેશન ચાલુ કરવા માટે
  1. તમારા બ્રાઉઝરમાં, તમારા ચેટ લિસ્ટની ઉપર વાદળી રંગના પટ્ટાની અંદર ડેસ્કટોપ નોટિફિકેશન ચાલુ કરો પર ક્લિક કરો.
  2. સ્ક્રીન પર આવતી સૂચના પ્રમાણે કરો.
નોંધ: જો તમને વાદળી પટ્ટો ન દેખાય, તો પેજ રિફ્રેશ કરો. જો તમને હજુ પણ પટ્ટો ન દેખાય, તો કદાચ તમે તમારા WhatsApp સેટિંગમાં નોટિફિકેશનને મ્યૂટ કે બંધ કર્યાં હશે.
નોટિફિકેશન અનબ્લોક કરવા માટે
  1. તમારા બ્રાઉઝરમાં, મેનૂ આઇકન પર ક્લિક કરો, પછી વિકલ્પો અથવા પસંદગીઓ પર ક્લિક કરો.
  2. પ્રાઇવસી અને સુરક્ષા પર ક્લિક કરો.
  3. પરવાનગીની અંદર નોટિફિકેશનની બાજુમાં સેટિંગ... પર ક્લિક કરો.
  4. જો "web.whatsapp.com" પાસે ડ્રોપડાઉન પ્રતિબંધ પર સેટ કરેલું હોય તો એને પરવાનગી આપો પર સેટ કરો.
  5. ફેરફારો સાચવો પર ક્લિક કરો.
વૈકલ્પિક રીતે, "https://web.whatsapp.com/" ની બાજુની લૉકના આઇકન પર ક્લિક કરો. જો નોટિફિકેશન મોકલો પ્રતિબંધિત દર્શાવે, તો “x” પર ક્લિક કરો, પછી પેજ રિફ્રેશ કરો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં