વીડિયો કૉલ કેવી રીતે કરવો

Android
iPhone
વેબ અને ડેસ્કટોપ
Windows
વીડિયો કૉલિંગની સુવિધાથી તમે WhatsApp વાપરીને તમારા સંપર્કોને વીડિયો કૉલ કરી શકો છો.
વીડિયો કૉલ કરવા માટે
 1. તમે જે સંપર્ક સાથે વીડિયો કૉલથી વાત કરવા માંગતા હો, તેમની ચેટ ખોલો.
 2. વીડિયો કૉલ
  પર દબાવો.
વૈકલ્પિક રીતે, WhatsApp ખોલો, પછી કૉલ ટેબ > નવો કૉલ
પર દબાવો. તમે જે સંપર્કને વીડિયો કૉલ કરવા માંગતા હો તે સંપર્ક શોધો, પછી વીડિયો કૉલ
પર દબાવો.
વીડિયો કૉલ મેળવવા માટે
જો તમારો ફોન લૉક કરેલો હોય, તો તમને જ્યારે કોઈ વીડિયો કૉલ કરે ત્યારે વીડિયો કૉલ આવે છે... તેવું WhatsApp તરફથી નોટિફિકેશન મળશે. તમે આ કરી શકો છો:
 • ડાબી બાજુ નોટિફિકેશનને સરકાવો, પછી વ્યૂ > ઉપાડો પર દબાવો.
  • વૈકલ્પિક રીતે, તમે નોટિફિકેશનને જમણી બાજુ સરકાવીને કૉલ ઉપાડી શકો છો.
 • નોટિફિકેશનને ડાબી બાજુ સરકાવો, પછી વ્યૂ > કાપો પર દબાવો.
 • નોટિફિકેશન બારને ડાબી બાજુ સરકાવો, પછી તરત મેસેજ મોકલીને કૉલ કાપવા વ્યૂ > મેસેજ કરો પર દબાવો.
જો તમારા ફોનનું લૉક ખોલેલું હોય, પણ તમે WhatsAppમાં ન હો, તો તમને જ્યારે કોઈ વીડિયો કૉલ કરે ત્યારે વીડિયો કૉલ આવે છે... તેવું WhatsApp તરફથી નોટિફિકેશન મળશે. તમે આ કરી શકો છો:
 • નોટિફિકેશનને નીચે ખેંચો, પછી ઉપાડો પર દબાવો અથવા કૉલ ઉપાડવા નોટિફિકેશન પર દબાવો.
 • નોટિફિકેશનને નીચે ખેંચો, પછી કાપો પર દબાવો.
 • નોટિફિકેશનને નીચે ખેંચો, પછી તરત મેસેજ મોકલીને કૉલ કાપવા મેસેજ કરો પર દબાવો.
જો તમારા ફોનનું લૉક ખોલેલું હોય અને તમે WhatsAppમાં હો, તો જ્યારે તમને કોઈ વીડિયો કૉલ કરે ત્યારે તમે WhatsApp વીડિયો કૉલ આવે છેની સ્ક્રીન જોશો. તમે આના પર દબાવી શકો છો:
 • ઉપાડો
 • કાપો
 • રિમાઇન્ડ મી પર દબાવો, પછી જો તમને યાદ અપાવવામાં આવે એવું તમે ઇચ્છતા હો, તો ઇન 1 અવર અથવા વેન આઇ લીવ પસંદ કરો.
 • મેસેજ કરો કૉલને ઝડપી મેસેજ મોકલીને નકારવા માટે.
વીડિયો કૉલને વોઇસ કૉલમાં બદલવા માટેે
 1. તમે વીડિયો કૉલ પર હો ત્યારે, વીડિયો બંધ કરો
  પર દબાવો, સંપર્કને જાણ કરવા કે તમે વીડિયો કૉલ કરી રહ્યા છો.
 2. જ્યારે તે સંપર્ક તેમનો વીડિયો બંધ કરી દે, ત્યારે તે વીડિયો કૉલ એક વોઇસ કૉલમાં બદલાઈ જશે.
વોઇસ કૉલને વીડિયો કૉલમાં બદલવા માટેે
 1. તમે વોઇસ કૉલ પર હો ત્યારે, વીડિયો કૉલ > ફેરવો પર દબાવો.
 2. તમે જેની સાથે વોઇસ કૉલ પર હો એ સંપર્કને વીડિયો કૉલ પર બદલવાની વિનંતી દેખાશે અને તેઓ આ ફેરબદલની વિનંતી સ્વીકારી કે નકારી શકે છે.
નોંધ: ખાતરી કરો કે ગ્રૂપ વીડિયો કૉલ કરતી કે મેળવતી વખતે, તમારી અને તમારા સંપર્કો પાસે સારું ઇન્ટરનેટ કનેક્શન હોય. વીડિયો કૉલની ગુણવત્તાનો આધાર સૌથી ખરાબ કનેક્શન ધરાવતા સંપર્ક પર રહેશે.
સંબંધિત લેખો:
 • Android | iPhone પર ગ્રૂપ વીડિયો કૉલ કેવી રીતે કરવો
 • Android પર વીડિયો કૉલ કેવી રીતે કરવો
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં