WhatsApp સાથે Siriનો ઉપયોગ કેવી રીતે કરવો

iPhone
Siri એ iOS માટે બનાવેલું પર્સનલ અસિસ્ટંટ છે. તમે Siriને WhatsApp મેસેજ મોકલવાનું, WhatsApp કૉલ કરવાનું અથવા વાંચ્યા વગરના WhatsApp મેસેજ મોટેથી વાંચવાનું કહી શકો છો.
નોંધ : આ સુવિધાઓ ફક્ત iOS 12 કે તે પછીના વર્ઝન પર જ ઉપલબ્ધ છે.
Siri ચાલુ કરવા માટે
  1. iPhone 'સેટિંગ' > 'Siri એન્ડ સર્ચ' પર જાઓ > લિસન ફોર "હે Siri" અથવા 'પ્રેસ સાઇડ બટન ફોર Siri' ચાલુ કરો.
    • iPhone SE (2020) અને iPhone 8 તથા તેનાથી જૂનાં વર્ઝન માટે: 'પ્રેસ હોમ ફોર Siri' ચાલુ કરો.
  2. નીચે સુધી જાઓ અને WhatsApp પર દબાવો.
  3. 'યુઝ વિથ આસ્ક Siri' ચાલુ કરો.
iPhone X, XS, XS Max અને XR પર તમે બાજુનું બટન દબાવી રાખીને 'ટર્ન ઓન Siri' પર દબાવી શકો છો.
Siriનો ઉપયોગ કેવી રીતે કરવો અને Siri દ્વારા મોકલવામાં આવેલા ડેટાને Apple કેવી રીતે હેન્ડલ કરે છે, તે વિશેની ચોક્કસ માહિતી માટે Apple Supportની વેબસાઇટ પર જાઓ.
નોંધ: વાંચ્યા વગરના મેસેજ હોય ત્યારે WhatsApp ખોલવાથી નોટિફિકેશન બેજ રિસેટ કરવામાં આવશે. પછી Siri જણાવશે કે વંચાયા વગરના મેસેજ હવે બાકી રહ્યા નથી તેથી એને મોટેથી વાંચશે નહિ.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં