મીડિયા કેવી રીતે મોકલવું
ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ અને સંપર્કો મોકલવા માટે
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- જોડોઅથવાપર ક્લિક કરો, પછી:
- ફોટા અને વીડિયો પર ક્લિક કરીને તમારા કમ્પ્યૂટરમાંથી ફોટા અને વીડિયો પસંદ કરો. તમે 30 જેટલા ફોટા અને વીડિયો એક વારમાં મોકલી શકો અને દરેક ફોટો અને વીડિયો પર શીર્ષક લખી શકો છો. બીજી રીતે, તમે કોઈ ફોટો કે વીડિયોને ખેંચીને સીધા જ લખવાના ખાનામાં મૂકી શકો છો. તમે મોકલો એ દરેક વીડિયોના કદની મર્યાદા 16 MBની છે.
- કેમેરા તમારા કમ્પ્યૂટરના કેમેરાથી ફોટો લેવા માટે.
- ડોક્યુમેન્ટ તમારા કમ્પ્યૂટરમાંથી ડોક્યુમેન્ટ પસંદ કરવા માટે. બીજી રીતે, તમે કોઈ ડોક્યુમેન્ટને ખેંચીને સીધા જ લખવાના ખાનામાં મૂકી શકો છો. વધુમાં વધુ 2 GB સુધીનું ડોક્યુમેન્ટ મોકલવાની પરવાનગી છે.
- સંપર્ક તમારા ફોનની એડ્રેસ બુકમાં સેવ કરેલા કોઈ સંપર્કની માહિતી WhatsAppથી મોકલવા માટે.
- મોકલોઅથવાપર ક્લિક કરો.
વોઇસ મેસેજ મોકલવા માટે
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- માઇક્રોફોનઅથવાપર ક્લિક કરો અને તમારા કમ્પ્યૂટરના માઇક્રોફોનમાં બોલવાનું શરૂ કરો.
- બોલી લીધા પછી, વોઇસ મેસેજ મોકલવા માટે ખાતરી કરોપર ક્લિક કરો.
નોંધ: વોઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે, તમે રદ કરો
પર ક્લિક કરીને રદ કરી શકો.

તમારા કમ્પ્યૂટર પર ફોટો કે વીડિયો સેવ કરો
- તમે સેવ કરવા માગતા હો તે ફોટો કે વીડિયો પર ક્લિક કરો.
- ડાઉનલોડ કરોઅથવાપર ક્લિક કરો. જો પૂછે, તો સેવ કરો પર ક્લિક કરો.
સંબંધિત લેખો: