WhatsApp પર કનેક્ટ કરી શકતા નથી

જો તમે WhatsApp વેબ કે ડેસ્કટોપ પર મેસેજ મોકલી કે મેળવી શકતા નથી, તો તેવું તમારું કમ્પ્યૂટર કે વાઇ-ફાઇ કનેક્શનની સમસ્યાઓના કારણે બની શકે.
કમ્પ્યૂટર કનેક્શન
તમારા ફોન પર WhatsApp વેબ કે ડેસ્કટોપનો ઉપયોગ કરવા માટે તમારા કમ્પ્યૂટર પર સશક્ત અને સ્થિર ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. તમારા કમ્પ્યૂટરનું ઇન્ટરનેટ કનેક્શન તપાસવા માટે:
  1. WhatsApp વેબ કે ડેસ્કટોપ ખોલો. જો તમને ખામીના આ મેસેજ કમ્પ્યૂટર સાથે કનેક્શન થયું નથી સાથે એક પીળું બેનર દેખાય, તો તપાસીને ખાતરી કરો કે તમારા કમ્પ્યૂટરનું ઇન્ટરનેટ કનેક્શન એક્ટિવ છે.
  2. જો તમારા કમ્પ્યૂટરનું ઇન્ટરનેટ કનેક્શન સામાન્ય રીતે ચાલતું હોય અને તમે હજી પણ મેસેજ મેળવી કે મોકલી શકતા ન હો, એ વખતે જો તમે WhatsApp વેબ પર હો, તો એ પેજ રિફ્રેશ કરો અથવા છોડી દો અને જો તમે WhatsApp ડેસ્કટોપ વાપરતા હો, તો તે ઍપને ફરીથી ચાલુ કરો.
  3. જો હજુ સમસ્યા આવતી હોય, તો WhatsApp વેબ અથવા ડેસ્કટોપમાંથી લોગ આઉટ કરીને ફરીથી લોગ ઇન કરી જુઓ, એમ કરવાનું તમે આ લેખ પરથી શીખી શકો છો.
નોંધ: WhatsApp વેબ માટે, તમારે Chrome, Firefox, Microsoft Edge, Opera અથવા Safariનું લેટેસ્ટ વર્ઝન વાપરવું જરૂરી છે. Internet Explorer જેવા બીજાં બ્રાઉઝરમાં સુવિધા ઉપલબ્ધ નથી.
વાઇ-ફાઇ કનેક્શન
જો તમે બીજા દ્વારા સંચાલિત વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા હો, જેમ કે કોઈ ઓફિસ, લાઇબ્રેરી કે યુનિવર્સિટી કેમ્પસમાં, તો તમારું નેટવર્ક WhatsApp વેબને પ્રતિબંધિત અથવા મર્યાદિત રાખવા માટે સેટ કરેલું હોઈ શકે.
જો તમને જાણ કરવામાં આવે કે તમે એવા વાઇ-ફાઇ નેટવર્ક પર છો જે WhatsApp વેબને બરાબર રીતે ચાલતા રોકે છે, તો કૃપા કરીને ખાતરી કરો કે તમારું નેટવર્ક “web.whatsapp.com”, “.web.whatsapp.com” અથવા “.whatsapp.net”ના ટ્રાફિકને બાયપાસ કરવા માટે સેટ કરેલું હોય.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં