WhatsApp પરવાનગીઓ વિશે

Android
iPhone
જ્યારે તમે WhatsAppમાં પ્રથમ વખત સુવિધાઓ વાપરો છો ત્યારે WhatsAppને તમારા iPhoneની માહિતી કે ઍપ્લિકેશનમાં પ્રવેશ કરવાની જરૂર પડી શકે છે. WhatsAppની પરવાનગીઓ બંધ કરવાથી બની શકે કે અમુક સુવિધાઓ કામ ન કરે.
જો તમે પહેલેથી WhatsApp ઇન્સ્ટોલ કર્યું હોય, તો તમે તમારા ફોનના સેટિંગમાં જઈને ઍપ દ્વારા ઉપયોગમાં લેવાતી પરવાનગીઓને નિયંત્રિત કરી શકો છો. તમે આ પગલાંથી તમારા iPhoneના પ્રવેશ સેટિંગ તપાસી શકો છો:
  1. iPhone સેટિંગમાં, નીચે જાઓ અને WhatsApp પર દબાવો.
  2. ‘અલાઉ WhatsApp ટૂ એક્સેસ’ હેઠળ, પ્રવેશ કરવાની પરવાનગી ચાલુ કરો. તમે વ્યક્તિગત પરવાનગીઓ માટે પણ પ્રવેશ મર્યાદિત કરવાનું પસંદ કરી શકો છો.
ફોટો અને વીડિયો માટેની પરવાનગીઓ વિશે
તમારા ફોટા અને વીડિયોનો WhatsApp પર ઉપયોગ કરવા માટે, તમારે ઍપને તમારા 'ફોટો'માં પ્રવેશની પરવાનગી આપવાની જરૂર પડશે. જો તમે ફોટા વાપરવાની પરવાનગી નકારશો, તો તમને આ સૂચના દેખાશે:
  • "WhatsApp તમારા ફોટા કે વીડિયોમાં પ્રવેશ કરી શકતું નથી. પ્રવેશ ચાલુ કરવા માટે, સેટિંગ પર દબાવીને ફોટા માટે પરવાનગી ચાલુ કરો."
પરવાનગી આપવા માટે
તમે તમારા iPhoneના પ્રાઇવસી સેટિંગ બદલીને પરવાનગી આપી શકો છો.
  1. iPhone ‘સેટિંગ્સ’
    > પ્રાઇવસી પર જાઓ.
  2. ‘ફોટોઝ’ > WhatsApp > ‘રીડ એન્ડ રાઇટ’ પર દબાવો.
WhatsApp ખોલો અને હવે તમે WhatsApp પર તમારા iPhoneના ફોટા વાપરી શકશો.
જો WhatsApp રાખોડી રંગનું દેખાય કે પ્રાઇવસી સેટિંગમાં ન દેખાય તો
એ સુનિશ્ચિત કરો કે તમે iPhone ‘સેટિંગ્સ’ > ‘સ્ક્રીન ટાઇમ’માં કોઈ પ્રતિબંધો સેટ કર્યા નથી. નહિતર, તમારે તમારા ફોનનું બેકઅપ લઈને તેને ફરી રિસ્ટોર કરવું પડશે.
સંબંધિત લેખ:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં