WhatsApp પરવાનગીઓ વિશે
Android
iPhone
જ્યારે તમે WhatsAppમાં પ્રથમ વખત સુવિધાઓ વાપરો છો ત્યારે WhatsAppને તમારા Android ફોનની માહિતી કે ઍપ્લિકેશનમાં પ્રવેશ કરવાની જરૂર પડી શકે છે. WhatsAppની પરવાનગીઓ બંધ કરવાથી બની શકે કે અમુક સુવિધાઓ કામ ન કરે.
જો તમે પહેલેથી WhatsApp ઇન્સ્ટોલ કર્યું હોય, તો તમે તમારા ફોનના સેટિંગમાં જઈને ઍપ દ્વારા ઉપયોગમાં લેવાતી પરવાનગીઓને નિયંત્રિત કરી શકો છો. તમારા Android ફોન મુજબ, તમે આ કેટલીક રીતે કરી શકો છો:
- તમારા ફોનના સેટિંગ ખોલો, પછી ઍપ અને નોટિફિકેશન > WhatsApp > પરવાનગીઓ પર દબાવો.
- તમારા ફોનના સેટિંગ ખોલો, પછી ઍપ > ઍપનું સંચાલન કરો > WhatsApp > ઍપની પરવાનગીઓ કે બીજી પરવાનગીઓ પર દબાવો.
અમે કેવી રીતે ડેટા ભેગો કરીએ છીએ અને એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ વિશે જાણવા અમારી પ્રાઇવસી પોલિસી તપાસો.