સુરક્ષા કોડ બદલો ત્યારે મળતાં નોટિફિકેશન વિશે જાણકારી

તમારી અને તમારી સામેની વ્યક્તિની એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત દરેક ચેટ માટે એક ખાસ સુરક્ષા કોડ હોય છે, જેનો ઉપયોગ કરેલા કૉલ અને મોકલેલા મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે થાય છે.
આ કોડને સંપર્કની માહિતીવાળી સ્ક્રીન પર QR કોડ અને 60 આંકડાવાળા નંબર રૂપે જોઈ શકાય છે. આ કોડ દરેક વ્યક્તિગત ચેટમાં જુદો હોય છે અને ચેટમાં જે મેસેજ મોકલો છો એ શરૂથી અંત સુધી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે તમે આવા કોડને બન્ને વ્યક્તિઓની ચેટમાં સરખાવી શકો છે. સુરક્ષા કોડ એ માત્ર તમને આપેલી ખાસ કીના દેખાઈ શકે તેવા વર્ઝન છે અને ચિંતા કરશો નહિ, તે વાસ્તવિક કી નથી અને હંમેશા ગુપ્ત રાખવામાં આવે છે.
અમુક સમયે, તમારી અને અન્ય વ્યક્તિ વચ્ચેની એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત ચેટમાં ઉપયોગમાં લેવાતા સુરક્ષા કોડ બદલાઈ શકે છે. આવું જ્યારે તમે કે તમારા સંપર્કે WhatsApp ફરી ઇન્સ્ટોલ કર્યું હોય કે પોતાનો ફોન બદલ્યો હોય કે કોઈ ડિવાઇસને ઉમેર્યું કે દૂર કર્યું હોય ત્યારે થઈ શકે છે. તમે કોઈ સંપર્કનો સુરક્ષા કોડ ખરો છે કે નહિ તેની કોઈ પણ સમયે ખાતરી કરી શકો છો. તે કેવી રીતે કરવું, તેના વિશે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન પરના આ લેખમાં જાણો.
સુરક્ષા કોડ બદલાય ત્યારે નોટિફિકેશન આ રીતે મેળવો
જ્યારે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત ચેટમાં સંપર્કના ફોન માટે તમારો સુરક્ષા કોડ બદલાય ત્યારે નોટિફિકેશન મેળવવા માટે તમે સુરક્ષા સંબંધી નોટિફિકેશનને ચાલુ કરી શકો છો. તમે નોટિફિકેશન મેળવવા માગો છો તે દરેક ડિવાઇસ પર તમારે સેટિંગ ચાલુ કરવાની જરૂર પડશે.
સુરક્ષા કોડનાં નોટિફિકેશન આ રીતે ચાલુ કરો
Android
 1. WhatsApp ખોલો > વધુ વિકલ્પો
  > સેટિંગ પર દબાવો.
 2. એકાઉન્ટ > સુરક્ષા પર દબાવો.
 3. આ ડિવાઇસ પર સુરક્ષા નોટિફિકેશન બતાવો વિકલ્પ ચાલુ કરો.
iPhone
 1. WhatsApp સેટિંગ પર જાઓ.
 2. એકાઉન્ટ > સુરક્ષા નોટિફિકેશન પર દબાવો.
 3. આ ફોન પર સુરક્ષા નોટિફિકેશન બતાવો વિકલ્પ ચાલુ કરો.
વેબ અને ડેસ્કટોપ
 1. WhatsApp ખોલો > મેનૂ
  અથવા
  તમારા ચેટ લિસ્ટની ઉપર > સેટિંગ પર દબાવો.
 2. સુરક્ષા પર ક્લિક કરો.
 3. આ કમ્પ્યૂટર પર સુરક્ષા નોટિફિકેશન બતાવો વિકલ્પ ચાલુ કરો.
સુરક્ષા કોડનાં નોટિફિકેશન આમ બંધ કરો
Android
 1. WhatsApp ખોલો > વધુ વિકલ્પો
  > સેટિંગ પર દબાવો.
 2. એકાઉન્ટ > સુરક્ષા પર દબાવો.
 3. આ ફોન પર સુરક્ષા નોટિફિકેશન બતાવો વિકલ્પ બંધ કરો.
iPhone
 1. WhatsApp સેટિંગ પર જાઓ.
 2. એકાઉન્ટ > સુરક્ષા પર દબાવો.
 3. આ ફોન પર સુરક્ષા નોટિફિકેશન બતાવો વિકલ્પ બંધ કરો.
વેબ અને ડેસ્કટોપ
 1. WhatsApp ખોલો > મેનૂ
  અથવા
  તમારા ચેટ લિસ્ટની ઉપર > સેટિંગ પર દબાવો.
 2. સુરક્ષા પર ક્લિક કરો.
 3. આ કમ્પ્યૂટર પર સુરક્ષા નોટિફિકેશન બતાવો વિકલ્પ બંધ કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં