કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ કેવી રીતે મ્યૂટ કરવી કે તેનું મ્યૂટ કેવી રીતે ખોલવું

Android
iOS
KaiOS
વેબ અને ડેસ્કટોપ
સ્ટેટસ અપડેટ 24 કલાક પછી આપમેળે ગાયબ થઈ જાય છે. જો તમે કોઈ ચોક્કસ સંપર્કની સ્ટેટસ અપડેટ જોવા માગતા ન હો, તો તમે તેની સ્ટેટસ અપડેટ મ્યૂટ કરી શકો છો, જેથી તે દેખાશે નહિ.
જો તમે ચેનલ ફોલો કરતા હો, તો કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ મ્યૂટ કરવા માટે
 1. અપડેટ ટેબ પર દબાવો.
 2. સ્ટેટસ વિભાગમાં, તમે જે સંપર્કની સ્ટેટસ અપડેટ મ્યૂટ કરવા માગતા હો, તેના પર સરકાવો.
 3. તમારા સંપર્કની સ્ટેટસ અપડેટ પર દબાવી રાખો > મ્યૂટ કરો પર દબાવો.
જો તમે કોઈ ચેનલ ફોલો કરતા ન હો, તો કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ મ્યૂટ કરવા માટે
 1. અપડેટ ટેબ પર દબાવો.
 2. સ્ટેટસ શીર્ષક હેઠળ, સંપર્કની સ્ટેટસ અપડેટ પર દબાવો. નોંધ: જો તમે પહેલેથી સ્ટેટસ અપડેટ જોઈ હોય, તો તમારા સંપર્કની સ્ટેટસ અપડેટ શોધવા માટે જોયેલી અપડેટ પર દબાવો. પછી, સ્ટેટસ અપડેટ પર દબાવો.
 3. સ્ટેટસ પ્લે થતું હોય ત્યારે
  more options
  પર દબાવીને મ્યૂટ કરો પસંદ કરો.
 4. મ્યૂટ કરો પર દબાવો.
મ્યૂટ કરેલા સંપર્કો જોવા માટે:
 • જો તમે ચેનલ ફોલો કરો છો, તો તમે સ્ટેટસ વિભાગમાં જમણી બાજુએ સરકાવીને અથવા વધુ વિકલ્પો > મ્યૂટ કરેલી અપડેટ પર દબાવીને મ્યૂટ કરેલી સ્ટેટસ અપડેટ જોઈ શકો છો.
 • જો તમે ચેનલ ફોલો કરતા નથી, તો તમે સ્ટેટસ શીર્ષક વિભાગમાં ત્રણ ઊભાં ટપકાં પર દબાવીને, પછી મ્યૂટ કરેલી અપડેટ પસંદ કરીને મ્યૂટ કરેલી સ્ટેટસ અપડેટ જોઈ શકો છો.
જો તમે ચેનલ ફોલો કરતા હો, તો કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટનું મ્યૂટ ખોલવા માટે
 1. અપડેટ ટેબ પર દબાવો.
 2. સ્ટેટસ વિભાગમાં, છેલ્લે સુધી સરકાવો અને મ્યૂટ કરેલા પર દબાવો.
 3. તમે જે સંપર્કની સ્ટેટસ અપડેટનું મ્યૂટ ખોલવા માગતા હો, તેના પર દબાવી રાખો > મ્યૂટ ખોલો પર દબાવો.
જો તમે કોઈ ચેનલ ફોલો કરતા ન હો, તો કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટનું મ્યૂટ ખોલવા માટે
 1. અપડેટ ટેબ પર દબાવો.
 2. સ્ટેટસ શીર્ષકની જમણી બાજુએ
  more options
  > મ્યૂટ કરેલી અપડેટ પર દબાવો.
 3. તમારા મ્યૂટ કરેલા સંપર્કના નામ પર દબાવી રાખો > મ્યૂટ ખોલો પર દબાવો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં