WhatsApp Business પર કાર્ટનો ઉપયોગ કેવી રીતે કરવો
WhatsApp Businessના વપરાશકર્તા તરીકે, તમારા ગ્રાહકો તમારા કેટલોગમાંથી વસ્તુઓને તેમના કાર્ટમાં ઉમેરી શકે છે. આ સુવિધા વાપરવા માટે, તમે અને તમારા ગ્રાહકો WhatsAppના લેટેસ્ટ વર્ઝન પર હોવા જરૂરી છે.
કાર્ટની સુવિધા ચાલુ કે બંધ કરવી
Android
- વધુ વિકલ્પો> બિઝનેસ ટૂલ > કેટલોગ પર દબાવો.
- વધુ વિકલ્પો> સેટિંગ પર દબાવો.
- કાર્ટમાં ઉમેરો બતાવોનું બટન ચાલુ કે બંધ કરો.
iPhone
- સેટિંગ > બિઝનેસ ટૂલ > કેટલોગ પર દબાવો.
- વધુ> સેટિંગ પર દબાવો.
- કાર્ટમાં ઉમેરો બતાવોનું બટન ચાલુ કે બંધ કરો.
વેબ/ડેસ્કટોપ
- તમારા ચેટ લિસ્ટની સૌથી ઉપર વધુ|> કેટલોગ પર ક્લિક કરો.
- પછી, વધુ|> સેટિંગ પર ક્લિક કરો.
- કાર્ટમાં ઉમેરો વિભાગમાં, ચાલુ કરો કે બંધ કરો પર ક્લિક કરો.
નોંધ: જ્યારે તમે તમારા કાર્ટનાં સેટિંગ બદલો છો, ત્યારે તે દેખાવામાં વધુમાં વધુ 24 કલાક જેટલો સમય લાગી શકે છે. જો તમે કાર્ટની સુવિધા બંધ કરો છો, તો પણ તમે તે 24 કલાકના સમયમાં ગ્રાહકો પાસેથી કાર્ટમાં ઓર્ડર મળી શકે છે.