WhatsAppની બિઝનેસ અને કોમર્સ પોલિસીનું પાલન કેવી રીતે કરવું

WhatsApp Business પ્લેટફોર્મને લગતી મદદ મેળવવા માટે અમારી લાઇબ્રેરી પર જાઓ.
અમે ઈચ્છીએ છીએ કે બિઝનેસ, WhatsApp Businessનો ઉપયોગ કરીને તેમના ગ્રાહકોને મેસેજ કરવાના બધા ફાયદાઓનો લાભ લે. આમાં WhatsApp Business પ્લેટફોર્મ અને WhatsApp Business ઍપ સામેલ છે. સુરક્ષિત અને સાર્થક વાતચીત થાય તે સુનિશ્ચિત કરવા માટે, તમામ બિઝનેસ અને બિઝનેસ સોલ્યુશન પ્રોવાઇડર એમ બન્ને WhatsApp બિઝનેસ અને કોમર્સ પોલિસીને સમજે એ મહત્ત્વનું છે.
આ બન્ને પોલિસી WhatsApp Business પર લાગુ થાય છે. બિઝનેસ પોલિસી એ WhatsApp Business પ્રોડક્ટના સ્વીકાર્ય ઉપયોગને વ્યાપક રીતે નિયંત્રિત કરે છે અને ઉચ્ચ ગુણવત્તાનો ગ્રાહક અનુભવ મળે તે સુનિશ્ચિત કરવા માટેની અપેક્ષાઓ સેટ કરે છે. તે પ્લેટફોર્મ પર કયા બિઝનેસ મોડેલ અને વર્ટિકલને પરવાનગી આપીએ તે નક્કી કરવામાં અમારી મદદ કરે છે. બિઝનેસ તેમની પ્રોડક્ટ અને સેવાઓને કેટલોગ, મેસેજ થ્રેડ, બિઝનેસ પ્રોફાઇલ અને મેસેજના ટેમ્પ્લેટમાં વેચી શકે છે કે કેમ તે નિયંત્રિત કરવા માટે બિઝનેસ પોલિસીનો ઉપયોગ કરવામાં આવે છે.
અમે ભલામણ કરીએ છીએ કે WhatsApp Businessનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ WhatsAppની બિઝનેસ અને કોમર્સ પોલિસી બન્ને વાંચે, પરંતુ અમે એ પણ સમજીએ છીએ કે કેટલીક વાર પોલિસીના અમુક નિયમો વિશે વધારાના પ્રશ્નો હોય છે. જેમ કે, અમે પોલિસી કેવી રીતે લાગુ કરીએ છીએ કે પોલિસી ચોક્કસ પ્રકારના બિઝનેસને કેવી રીતે અસર કરે છે.
બિઝનેસ અને કોમર્સ પોલિસીનું પાલન આવી રીતે કરો
કોમર્સ પોલિસી દ્વારા પ્રતિબંધિત પ્રોડક્ટ અને સેવાઓ વેચતા બિઝનેસ પણ મેસેજ કરવા માટે WhatsApp Businessનો ઉપયોગ કરી શકે છે, પણ તેઓ તેનો ઉપયોગ માત્ર અમુક ચોક્કસ વેચાણની પહેલાં અને વેચાણ પછીની વાતચીત માટે જ કરી શકશે.
વેચાણ પ્રવૃત્તિઓના કેટલાક ઉદાહરણો કે જે માન્ય નથી:
  • તેમની બિઝનેસ પ્રોફાઇલ પર પ્રતિબંધિત પ્રોડક્ટ કે સેવાઓનો પ્રચાર કરવો
  • પ્રતિબંધિત પ્રોડક્ટ કે સેવાઓના વેચાણ માટે WhatsApp Business પ્લેટફોર્મ પર ટેમ્પ્લેટ બનાવવા અને મોકલવા
  • WhatsApp પર થ્રેડમાં પ્રતિબંધિત પ્રોડક્ટ કે સેવાઓની ખરીદી અથવા વ્યવહારમાં સામેલ થવું, જેમ કે થ્રેડમાં ઓર્ડર પૂરો કરવો, ખરીદી શરૂ કરી પેમેન્ટ એકત્રિત કરવા, ઓર્ડર અપડેટ કરવા કે રસીદ શેર કરવી
અમે પ્રતિબંધિત પ્રોડક્ટ કે સેવાઓનું વેચાણ કરતા બિઝનેસ અને ગ્રાહકોની વચ્ચેના માન્ય અને અમાન્ય વાતચીતના કેટલાક ઉદાહરણો કોમર્સ પોલિસીમાં આપેલા છે.
માન્ય વાતચીતો
  • જાગરૂકતા: પ્રોડક્ટ અથવા સેવાની વધુ માહિતી શેર કરવી અથવા ગ્રાહકના પ્રશ્નોના જવાબ આપવા
  • જાગરૂકતા/વિચારણા/સંભાળ: ચેટમાં વપરાશકર્તા સાથે કૂપન અથવા પ્રમોશન શેર કરવા
  • વિચારણા: પ્રોડક્ટ અથવા સેવા ખરીદવામાં રસ ધરાવતા વપરાશકર્તા સાથે વેબસાઇટની લિંક અથવા ફોન નંબર શેર કરવા
અમાન્ય વાતચીતો
  • ખરીદી: વપરાશકર્તા જ્યારે તેઓ ખરીદવા માગતા હોય તેવી પ્રોડક્ટ કે સેવાઓ ચેટમાં પસંદ કરે ત્યારે બિઝનેસ દ્વારા WhatsApp પર તેમની પેમેન્ટની માહિતી એકત્રિત કરવી
  • ખરીદી: પ્રતિબંધિત પ્રોડક્ટ કે સેવાના વેચાણ પછી રસીદ માટેનાં નોટિફિકેશન મોકલવા
WhatsApp પર પ્રોડક્ટ અને સેવાઓના વેચાણમાં વ્યવહાર કરવાની આ મર્યાદાઓ ફક્ત કોમર્સ પોલિસીમાં પ્રતિબંધિત કેટેગરીને જ લાગુ પડે છે. કોમર્સ પોલિસી પ્રમાણે કોઈ પણ પ્રોડક્ટ અથવા સેવાને નિયમ અનુસાર વેચવાની પરવાનગી છે, તેની WhatsApp Business પર પરવાનગી છે. ઉદાહરણ તરીકે, ટીશર્ટ એ પ્રતિબંધિત વસ્તુ નથી, તેથી તેને WhatsApp Business પ્લેટફોર્મ કે WhatsApp Business ઍપ વાપરીને ખરીદી શકાય છે.
ગ્રાહકો સાથે વાતચીત આગળ વધારવા માટે
અમારી બિઝનેસ પોલિસી પ્રમાણે, બિઝનેસ ફક્ત WhatsApp પર કોઈનો સંપર્ક કરી શકે છે જો તે:
  • વ્યક્તિએ બિઝનેસને મોબાઇલ નંબર આપેલો હોય
  • વ્યક્તિ WhatsApp બિઝનેસ દ્વારા સંપર્ક કરવા માટે સંમત થયા હોય
વ્યક્તિ લોકોને ગૂંચવે, છેતરે, છેતરપિંડી કરે, ગેરમાર્ગે દોરે, સ્પામિંગ કરે અથવા બિઝનેસની વાતચીત આશ્ચર્યજનક બનાવે એ અમારી બિઝનેસ પોલિસીનું ઉલ્લંઘન છે. વધુમાં, બિઝનેસ લોકોને તેમના પૂરેપૂરાં વ્યક્તિગત પેમેન્ટના કાર્ડ નંબર, નાણાકીય એકાઉન્ટ નંબર, વ્યક્તિગત આઇડી કાર્ડ નંબર કે અન્ય સંવેદનશીલ ઓળખપત્રો શેર કરવા માટે કહી શકતા નથી.
ગ્રાહકોએ WhatsApp Business પ્લેટફોર્મ પર કોઈ પણ બિઝનેસે શરૂ કરેલાં મેસેજ મોકલવા માટે 24-કલાકના સમય પછી બિઝનેસ સાથે જ ચેટિંગ શરૂ કરી અને તેમાં પસંદગી કરવી જરૂરી છે.
નોંધ: જો કોઈ વપરાશકર્તા પ્રશ્ન પૂછવા કે વધુ માહિતી મેળવવા માટે કોઈ બિઝનેસનો સંપર્ક કરે, તો તેનો અર્થ એ નથી કે તેઓ સંમત થઈ ગયા છે. WhatsApp પર ભવિષ્યના સક્રિય મેસેજ મેળવવા માટે બિઝનેસે હજી પણ વપરાશકર્તા પાસેથી સંમતિ મેળવવી જરૂરી છે. બિઝનેસ પોલિસીમાં પસંદગીની જરૂરિયાતો અને શ્રેષ્ઠ પ્રયત્નો વિશે વધુ જાણો.
કોમર્સ પોલિસીના ખાસ પ્રકારો વિશે જાણો
કોમર્સ પોલિસીના કેટલાક પ્રકારો અન્ય કરતાં વધુ જટિલ છે. તેમાંથી કેટલાક પ્રકારો માટે કોમર્સ પોલિસીના ઉલ્લંઘનો કેવી રીતે ટાળવા તેનો ઓવરવ્યૂ અહીં આપેલ છે.
નશીલી દવાઓ, પછી એ ડૉક્ટરની સલાહ પર, શોખ માટે કે બીજા કોઈ અન્ય કારણથી હોય
અમે એવા બિઝનેસને પરવાનગી આપતા નથી કે જેનો પ્રાથમિક બિઝનેસ ફાર્માસ્યુટિકલ દવાઓના વેચાણ-વ્યવહારનો છે. આ પ્રતિબંધ તેમની વૈશ્વિક અથવા સ્થાનિક મંજૂરીની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, પ્રિસ્ક્રિપ્શન અને કાઉન્ટર પરથી દવાઓ એમ બન્નેને લાગુ પડે છે. ફાર્મસી પર કોમર્સ પોલિસી દ્વારા પ્રતિબંધિત દવાઓ, મેડિકલ ડિવાઇસ અને અન્ય સામાનનો પ્રચાર કે વેચાણ પર પ્રતિબંધ છે. આવા બિઝનેસને મેડિકલ સેવાઓના વહીવટ સાથે સંબંધિત ન હોય તેવા ગ્રાહક સહાયના મેસેજ માટે પણ WhatsApp Business વાપરવાનું પ્રતિબંધિત છે. ઉદાહરણ તરીકે, ડૉક્ટર અથવા અન્ય મેડિકલ સેવાઓએ શેર કરેલાં પ્રિસ્ક્રિપ્શન. જોકે, WhatsApp પ્લેટફોર્મમાં પ્રિસ્ક્રિપ્શન સીધા વેચી શકાતા નથી.
જોકે, અલગ ક્લિનિકલ લેબોરેટરી અથવા પેશન્ટ કેર સેવાઓ ધરાવતી ફાર્મસી નીચેની જરૂરિયાતોને પૂરી કરીને આ સેવાઓને WhatsApp Business પર રજિસ્ટર કરી શકે છે:
  • WhatsApp Business એકાઉન્ટના નામ મેડિકલ સેવાનો સંદર્ભ આપતા હોય (ઉદાહરણ તરીકે, “ક્લિનિક”, “લેબોરેટરી”, “ટેસ્ટિંગ” અથવા “રસી”.)
  • બિઝનેસની વેબસાઇટ સ્પષ્ટપણે જણાવતી હોય કે તેઓ રસીકરણ વહીવટ અને/અથવા મેડિકલ ટેસ્ટિંગની ગોઠવણ કરી આપે છે
મેડિકલ સેવાઓ આપતી ફાર્મસીને અન્ય મેડિકલ સેવાઓ જેમ કે ડૉક્ટરની ઓફિસ અને હોસ્પિટલની જેમ જ ગ્રાહકો સાથે વાતચીત કરવાની પરવાનગી આપવામાં આવશે. ઉત્પાદકો અને હેલ્થકેર સેવાઓ કે જે સીધા વેચાણમાં જોડાતી નથી તેમને પણ મંજૂરી છે.
માન્ય મેડિકલ સેવા પ્રવૃત્તિના કેટલાક ઉદાહરણો છે:
  • રસી મેળવવા માટે વ્યક્તિની યોગ્યતા વિશે વ્યક્તિગત અપડેટ મોકલવી
  • ટેસ્ટિંગ અને રસી માટેની એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવી
  • ટેસ્ટિંગ અને રસી વિશેના પ્રશ્નોના જવાબો આપવા
  • COVID-19 અંગેની માહિતી અને રસીની માહિતી સહિત તેમની મેડિકલ સેવાઓ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ આપવા માટે ચેટ બોટમાં ચેટ શરૂ કરવી
  • મુલાકાત પછીના સર્વે અને એપોઇન્ટમેન્ટના ફોલો-અપ મોકલવા
અસુરક્ષિત, પૂરક ખોરાક
કોમર્સ પોલિસી પ્રમાણે પૂરક પ્રતિબંધિત છે અને કેટલોગ, શૉપ, મેસેજ થ્રેડ, બિઝનેસ પ્રોફાઇલ અને/અથવા મેસેજ ટેમ્પ્લેટમાં વેચવાની પરવાનગી નથી.
પ્રતિબંધિત પૂરકના કેટલાક ઉદાહરણો છે:
  • એનાબોલિક સ્ટેરોઇડ
  • ચિટોસન
  • કોમ્ફ્રે
  • ડિહાઇડ્રોપિયાન્ડ્રોસ્ટેરોન
  • એફેડ્રા
  • માનવ વૃદ્ધિ હોર્મોન્સ
  • પ્રોટીન બાર અને પ્રોટીન પાવડર
  • વિટામિન
ડિજિટલ સેવાઓ
મોબાઇલ રિચાર્જ, કેબલ ટીવી પેકેજ અને ઇન્ટરનેટ પેક જેવી સેવાઓને WhatsApp પર વેચવાની પરવાનગી છે.
ડિજિટલ સેવાઓ કે જેનો પ્રાથમિક બિઝનેસ સબ્સ્ક્રિપ્શન, ડાઉનલોડ કરી શકાય તેવી કન્ટેન્ટ કે ડિજિટલ કન્ટેન્ટ લાઇબ્રેરીમાં પ્રવેશ આપવાનો છે તેઓ WhatsAppનો ઉપયોગ કરી શકશે નહિ. અમે કેટલાક બિઝનેસને કેસના આધારે, બિઝનેસની વાતચિત માટે મર્યાદિત ક્ષમતામાં WhatsApp Business પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની પરવાનગી આપી શકીએ છીએ.
પ્રતિબંધિત ડિજિટલ સેવાઓના કેટલાક ઉદાહરણો છે:
  • સ્ટ્રીમિંગ સેવાઓ માટે સબ્સ્ક્રિપ્શન
  • ક્લાઉડ સ્ટોરેજ
  • VPN સેવાઓ
  • ગેમની કરન્સી
  • કોડ ડાઉનલોડ કરવા
  • ઇ-બુક
  • ઓડિયો બુક
વાસ્તવિક, વર્ચ્યુઅલ અથવા નકલીચલણ
વાસ્તવિક પૈસા એ રોકડ અથવા રોકડ સમકક્ષ સાધનોનો સંદર્ભ આપે છે જેનું વાસ્તવિક વિશ્વ નાણાકીય મૂલ્ય હોય છે.
પ્રતિબંધિત વાસ્તવિક ચલણના કેટલાક ઉદાહરણો છે:
  • US ડોલર
  • ચેક
  • પ્રીપેઇડ ડેબિટ કાર્ડ
  • ગિફ્ટ કાર્ડ
વર્ચ્યુઅલ કરન્સી ખાનગી સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવે છે અને દુનિયાભરમાં. સામાન્યપણે ચોક્કસ સમુદાયોની બહાર તેની કિંમત અસલ પૈસા જેવી નથી.
વર્ચ્યુઅલ કરન્સીના કેટલાક ઉદાહરણો છે:
  • ગેમની કરન્સી
  • ક્રિપ્ટોકરન્સી
નકલી ચલણ એ બનાવટી કે ખોટા ચલણ અથવા નાણાકીય સાધનોનો સંદર્ભ આપે છે.
દારૂ
જો કોઈ બિઝનેસનું પ્રાથમિક બિઝનેસ મોડેલ દારૂ વેચવાનું છે (આલ્કોહોલિક પીણાં અને આલ્કોહોલ બનાવવા માટેની કીટ સહિત), તો તેઓ આ પ્રોડક્ટ વેચવા માટે WhatsApp પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહિ.
જોકે, જો કોઈ બિઝનેસ તેના બિઝનેસ મોડલના ભાગરૂપે આલ્કોહોલની સાથે અન્ય માલસામાન અથવા આલ્કોહોલ-સંબંધિત વસ્તુઓ (જેમ કે ગ્લાસ, કૂલર, વાઇન બોટલ હોલ્ડર અને દારૂ વિશેના પુસ્તકો કે DVDs) નું પણ વેચાણ કરે છે, તો તેઓ વેચાણ સંબંધિત ન હોય તેવા મેસેજ માટે WhatsApp પ્લેટફોર્મ વાપરી શકે છે. તેઓ પ્રોડક્ટ કેટલોગમાં આલ્કોહોલનું લિસ્ટ બનાવી શકતા નથી.
શસ્ત્રો
જો બિઝનેસનું પ્રાથમિક બિઝનેસ મોડેલ અને કાર્ય એ શસ્ત્રો, દારૂગોળો કે વિસ્ફોટકોને જારી કરવાનું, વેચાણ કરવાનું કે તેનો ઉપયોગ કરવાનું છે, તો તેઓ આ પ્રોડક્ટને વેચવા માટે WhatsApp પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહિ.
પ્રતિબંધિત શસ્ત્રોના કેટલાક ઉદાહરણો છે:
  • હથિયારો અને હથિયારોના ભાગો
  • પેઇન્ટ-બોલ ગન/બંદૂકો
  • BB ગન/બંદૂકો
  • ફટાકડા
  • પેપર સ્પ્રે
  • ટેસર
  • ગન રેન્જ
  • ગન શૉ
જોકે, જો શસ્ત્રોનું વેચાણ કરવું એ બિઝનેસ મોડલનો એક ભાગ છે અથવા જો બિઝનેસ સુરક્ષા તાલીમ કે કાનૂની શસ્ત્રો માટે લાઇસન્સનો પ્રચાર કરે છે, તો તેઓ વેચાણ સાથે સંબંધિત ન હોય તેવા મેસેજ માટે WhatsApp પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. તેઓ શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોનું લિસ્ટ પ્રોડક્ટ કેટલોગમાં રાખી શકતા નથી.
લાગુ કાયદાનું પાલન કરવું તે બિઝનેસ પર નિર્ભર કરે છે. WhatsApp Business પર વેચવા અથવા પ્રમોટ કરવા માટે પ્રતિબંધિત માલસામાન અને સેવાઓના અપ-ટૂ-ડેટ લિસ્ટ માટે કોમર્સ પોલિસીને રિવ્યૂ કરો.
જો કોઈ ગ્રાહક કોમર્સ પોલિસી દ્વારા પ્રતિબંધિત વર્ટિકલમાંથી માલસામાન કે સેવા ખરીદવા વિશેની વાતચીત શરૂ કરે, તો ગ્રાહકને વર્ટિકલમાં તે પ્રકારની વાતચીતો માટે કોઈ અલગ ચેનલ પર તમારી સાથે જોડાવા માટે કહો જ્યાં તે પ્રતિબંધિત ન હોય.
સંબંધિત લેખ
WhatsApp Business પ્લેટફોર્મ પોલિસીને લાગુ કરવા વિશે
શું આ મદદરૂપ હતું?
હા
નહીં