Apple App Storeમાં WhatsAppના પ્રાઇવસી લેબલને લગતી જાણકારી

Apple દ્વારા હાલમાં જ એ જરૂરી કરી દેવાયું છે કે App Store પર હાજર ઍપ કેવી રીતે લોકોના ડેટાનો ઉપયોગ કરી શકે છે એની જાણકારી બતાવે. અમે પારદર્શકતાને સમર્થન આપીએ છીએ, તેથી જ અમે લોકો માટે તેઓના એકાઉન્ટ સાથે સંકળાયેલી માહિતી ડાઉનલોડ કરવાની રીત પહેલેથી પૂરી પાડેલી છે. અમારા વપરાશકર્તાઓની પ્રાઇવસીને સુરક્ષિત રાખવા માટે અમે ઘણી હદ સુધી જઈને WhatsAppને એ માટે તૈયાર કર્યું છે અને તેઓને દરેક વાતચીતની શરૂઆતમાં એની જાણ કરીએ છીએ.
અમે 2016 દરમિયાન અમારી સમગ્ર ઍપમાં શરૂથી અંત સુધીની સુરક્ષાને સમાવી હતી, એનો અર્થ થાય કે મિત્રો અને કુટુંબીજનોને કરવામાં આવતા કૉલ, મોકલવામાં આવતા મેસેજ, ફોટા, વીડિયો અને વોઇસ મેસેજ માત્ર જેને ધ્યાનમાં રાખીને મોકલવામાં આવ્યો હોય તે મેળવનાર નંબરને જ મોકલાયા છે; એને બીજું કોઈ પણ વાંચી શકતું નથી (અમે પણ નહિ). શરૂથી અંત સુધીની સુરક્ષા સાથે, મોકલવામાં આવેલા મેસેજ અમારા સર્વર પર સ્ટોર કરવામાં આવતા નથી અને સામાન્ય રીતે અમારી સેવાઓના સંચાલન દરમિયાન તમે જે લોકોને મેસેજ મોકલ્યા હોય, તેઓનો કોઈ રેકોર્ડ અમે રાખતા નથી.
ખરું કે ભરોસાપાત્ર વૈશ્વિક વાતચીત વ્યવહારની સેવા પૂરી પાડવા માટે અમારે કેટલીક માહિતી ભેગી કરવી પડતી હોય છે. સૈદ્ધાંતિક રીતે, અમે ભેગો કરતા ડેટાની કેટેગરીઓ અમે ઓછી કરી છે. અમે મર્યાદિત પ્રકારનો ડેટા જરૂર ભેગો કરીએ છીએ, એ માહિતી જોવા પર પ્રતિબંધ લગાડવા માટે અમે પગલાં ભર્યાં છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે મોકલેલા મેસેજને પહોંચાડવા માટે અમને તમારા સંપર્કોની પરવાનગી આપો છો, ત્યારે અમે Facebook સહિત કોઈ પણ સાથે સંપર્કોની યાદી તેના પોતાના ઉપયોગ માટે શેર કરીશું નહિ. અમે વધુ સમજણ અમારા મદદ કેંદ્ર, પ્રાઇવસી પોલિસી અને સેવાની શરતો દ્વારા પૂરી પાડીએ છીએ.
નીચે અમે Appleના App Storeમાં પ્રદર્શિત WhatsApp લેબલ વિશે જણાવ્યું છે અને શરૂથી અંત સુધીની સુરક્ષા દ્વારા સુરક્ષિત નથી તેવા ડેટા વપરાશ વિશે વધારાની માહિતી પૂરી પાડી છે. એ સમજવું અગત્યનું છે કે નીચેની કેટલીક વસ્તુઓ ફક્ત તે વૈકલ્પિક સુવિધાઓ પર લાગુ થાય છે કે જેને લોકો વાપરવાનું પસંદ કરી શકે છે; અમે નીચેની બધી વસ્તુઓને આપમેળે એકત્ર કરતા નથી. આમાંની ઘણી સુવિધાઓ વૈકલ્પિક છે, જેમ કે ખરીદી અને પેમેન્ટ એ WhatsAppની અનન્ય સુવિધાઓ છે અને તે શરૂથી અંત સુધી સુરક્ષિત મેસેજની સેવા પૂરી પાડનારાઓ દ્વારા આપવામાં આવતી નથી.
  • સંપર્ક માહિતી: જ્યારે તમે WhatsApp માટે સાઇન અપ કરો છો, ત્યારે અમને તમારો ફોન નંબર મળે છે અને તમારા ડિવાઇસને મેસેજ પહોંચાડવા માટે તેના પર આધાર રાખે છે. જો તમે બે વાર ખાતરીની સુવિધા ચાલુ કરવા ઇચ્છતા હો, તો તમે WhatsApp સાથે તારું ઇમેઇલ એડ્રેસ શેર કરી શકો છો, જોકે તે ફરજિયાત નથી. તમે મદદ મેળવવા માટે WhatsAppને ઇમેઇલ મોકલવાનું પણ પસંદ કરી શકો છો.
  • ઓળખકર્તા: અમે તમારા ફોન નંબર સાથે તમારા WhatsApp વપરાશકર્તા આઇડીથી જોડાઈએ છીએ અને તમારો ફોન કયા IP એડ્રેસથી WhatsApp સાથે જોડાયેલો છે તેનાથી માહિતગાર હોઈએ છીએ.
  • સામાન્ય લોકેશન: અમે ક્યારેય તમારું ચોક્કસ સ્થાન જોતા નથી, પરંતુ અમે તમારા IP એડ્રેસ અને ફોન નંબરના દેશના કોડથી માહિતગાર હોઈએ છીએ.
  • સંપર્કો: તમારા મિત્રો અને પરિવારને મેસેજ મોકલવાનું સરળ બનાવવા માટે, જ્યારે તમે WhatsAppમાં સાઇન અપ કરો છો ત્યારે કયા નંબરો અમારી સિસ્ટમમાં ખાતરી કરેલા છે તે જોવા માટે અમે તમારા ફોન નંબરો જોવા પરવાનગી માગીએ છીએ. જો તમે આમ કરવાનું પસંદ કરો છો, તો ઍપ, તમારી એડ્રેસ બુકમાંથી તમે પસંદ કરો છો તે નામ બતાવે છે અને અમે આમાંની કોઈ પણ માહિતીને Facebookની સાથે શેર કરતા નથી. અહીં વધુ જાણો.
  • વપરાશનો ડેટા: વિશ્વસનીય વૈશ્વિક સેવાના સંચાલન માટે, આપણે સુવિધાઓ કાર્યક્ષમ છે કે નહિ તે સમજવું જરૂરી છે, જોકે અમે એવી રીતે ટેસ્ટિંગ કરીએ છીએ જેથી ઓળખ જાહેર ન થાય. દુરુપયોગ અટકાવવા માટે અમે જથ્થાબંધ અથવા આપમેળે મોકલવામાં આવતા મેસેજ સાથે સંકળાયેલા એકાઉન્ટ સામે પગલાં લઈએ છીએ, ખાસ કરીને ચૂંટણી દરમિયાન જ્યાં અમુક ગ્રૂપ મોટા પાયે મેસેજ મોકલવાનો પ્રયત્ન કરી શકે છે. અમે હાલમાં WhatsAppનો ઉપયોગ કરતા ન હોય તેવા લોકો સુધી પહોંચવા માટે Appleના જાહેરાત નેટવર્કનો ઉપયોગ કરીને માર્કેટિંગ ઝુંબેશોને પણ પ્રાયોજિત કરીએ છીએ. અમે નવી પ્રોડક્ટ સુવિધાઓ અને અપડેટ વિશે જાણકારી આપવા તથા વપરાશકર્તાઓને શિક્ષિત કરવા ઍપની અંદર જ તેઓની સાથે વાતચીત કરીએ છીએ.
  • નિદાન: જો તમને WhatsApp વાપરવા દરમિયાન કોઈ સમસ્યા આવે, તો તેનો ઉકેલ લાવવા માટે અમને ક્રેશ લોગ મળે છે, જેથી અમે બગ ફિસ્ક કરી અને અમારી સેવા સુધારી શકીએ.
અમે પૂરા પાડીએ છીએ તે વધારાના વિકલ્પો:
  • નાણાકીય માહિતી: જે દેશોમાં તમે WhatsApp પરથી પેમેન્ટ મોકલી શકતા હો, ત્યાં તમારા કાર્ડ અને બેંકની વિગતો પમેન્ટ મોકલવા માટે જરૂરી બને છે.
  • ખરીદીઓ: જો તમે WhatsApp પર Facebook શૉપનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો, તો અમે તમારી ખરીદીની પ્રક્રિયાને સમજી શકીએ છીએ, જેમ કે તમે જોયેલી અને ખરીદેલી વસ્તુઓ, અને અમે આ માહિતીને Facebook સાથે શેર કરીએ છીએ કારણ કે શૉપ એ Facebookની પ્રોડક્ટ છે. આનો અર્થ એ થયો કે તમે શૉપની અંદર જે અન્ય Facebook પ્રોડક્ટ જુઓ છો તેની અસર શૉપમાં પ્રોડક્ટ બ્રાઉઝિંગ અને ખરીદીના અનુભવ પર પડી શકે છે. WhatsApp પર Facebook શૉપ વાપરતા પહેલાં, અમે તમને આની માહિતી આપીએ છીએ અને આ માટે તમારી સંમતિ માગીએ છીએ.
  • વપરાશકર્તાનું કન્ટેન્ટ: અમે તમારા “પરિચય”ની માહિતીની સાથેસાથે પ્રોફાઇલ ફોટો, ગ્રૂપનું નામ, ગ્રૂપનો પ્રોફાઇલ ફોટો અને ગ્રૂપનું વર્ણન પ્રાપ્ત કરીએ છીએ. અમે બાળકોના શોષણને લગતા ફોટા શેર કરનારા એકાઉન્ટને પ્રતિબંધિત કરવા સહિત દુરુપયોગને રોકવા માટે આ માહિતી પર આધાર રાખીએ છીએ. આ ઉપરાંત, જો તમે WhatsAppને સમસ્યાની જાણ કરવાનું પસંદ કરો છો, તો તમે અમને એ જ જાણકારી મળે છે જે તમે મોકલવા માટે પસંદ કરી હોય.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં