કોઈ ચેટ કે ગ્રૂપને કેવી રીતે આર્કાઇવમાં ઉમેરી કે તેમાંથી પાછું લાવી શકાય
Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
ચેટને આર્કાઇવ કરવાની સુવિધા તમને તમારા ચેટ લિસ્ટમાંથી કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને છુપાવવાની સગવડ આપે છે. જેથી, તમે વાતચીતને વ્યવસ્થિત ગોઠવી શકો.
નોંધ:
- ચેટને આર્કાઇવ કરવાથી ન તો ચેટ ડિલીટ થાય છે કે ન તો તેનો તમારા SD કાર્ડ પર બેકઅપ લેવાય છે.
- આર્કાઇવ કરેલી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં જો તમને કોઈ નવો મેસેજ મળશે, તો પણ તે ચેટ આર્કાઇવ થયેલી જ રહેશે.
- જ્યાં સુધી તમને આર્કાઇવ કરેલી ચેટમાં ટેગ કરવામાં આવ્યા ન હોય કે તમે તેનો જવાબ આપ્યો ન હોય, ત્યાં સુધી તમને તેના માટે નોટિફિકેશન મળશે નહિ.
કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ આર્કાઇવ કરવા માટે
- ચેટ ટેબમાં, જે ચેટ તમે છુપાવવા માગતા હો એના પર દબાવી રાખો.
- સ્ક્રીનમાં સૌથી ઉપર આર્કાઇવ કરેલી ચેટ પર દબાવો.
બધી ચેટને આર્કાઇવ કરવા માટે
- ચેટ ટેબમાં, વધુ વિકલ્પો> સેટિંગ પર દબાવો.
- ચેટ > જૂની ચેટ > બધી ચેટ આર્કાઇવ કરો પર દબાવો.
આર્કાઇવ કરેલી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ જોવા માટે
- ચેટ સ્ક્રીનમાં સૌથી ઉપર સુધી જાઓ.
- આર્કાઇવ કરેલી ચેટ પર દબાવો.

કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને આર્કાઇવમાંથી પાછી લાવવા માટે
- ચેટ સ્ક્રીનમાં સૌથી ઉપર સુધી જાઓ.
- આર્કાઇવ કરેલી ચેટ પર દબાવો.
- તમે જે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને આર્કાઇવમાંથી પાછી લાવવા માગતા હો તેના પર દબાવી રાખો.
- સ્ક્રીનમાં સૌથી ઉપર આર્કાઇવમાંથી પાછું લાવો પર દબાવો.
આર્કાઇવના વૈકલ્પિક સેટિંગ
નવા મેસેજ આવે ત્યારે આર્કાઇવ કરેલી ચેટને આર્કાઇવમાંથી પાછી લાવવા અને તમારી ચેટમાં સૌથી ઉપર દેખાતી
આર્કાઇવ કરેલી ચેટને દૂર કરવા માટે ડિફોલ્ટ સેટિંગ આમ બદલો:

- ચેટ ટેબમાં, વધુ વિકલ્પો> સેટિંગ પર દબાવો
- ચેટ પર દબાવો.
- ચેટને આર્કાઇવ જ રાખો બંધ કરો.
સંબંધિત લેખો:
iPhone | વેબ અને ડેસ્કટોપ | KaiOS પર કોઈ ચેટ કે ગ્રૂપને કેવી રીતે આર્કાઇવમાં ઉમેરી કે તેમાંથી પાછું લાવી શકાય