બિઝનેસ સાથે વાત કરતી વખતે કઈ વસ્તુઓ તમારા કંટ્રોલમાં હોય છે

WhatsApp પર બિઝનેસને મેસેજ કરતી વખતે તમે તમારી પ્રાઇવસીને કંટ્રોલ કરી શકો છો. તમારે તમારો નંબર બિઝનેસ સાથે શેર કરવો કે નહિ તે તમારા પર છે અને તમે કોઈ પણ સમયે બિઝનેસ સાથે સંપર્ક તોડી શકો છો. WhatsApp તમારો નંબર બિઝનેસને આપશે નહિ અને અમારી પોલિસી બિઝનેસને તમારી મંજૂરી મેળવ્યા વગર WhatsApp પર તમારો સંપર્ક કરવાથી પ્રતિબંધિત કરે છે.
બિઝનેસ સાથે સંપર્ક તોડવા અથવા તેની જાણ કરવા માટે
જ્યારે તમને પહેલી વાર કોઈ બિઝનેસ તરફથી મેસેજ મળે છે અને જો તમે ઇચ્છો કે તેઓ તમને ફરી મેસેજ ન મોકલે, તો તમે તેમની સાથે સંપર્ક તોડીને તેઓની જાણ કરી શકો છો. સાથે જ, બિઝનેસ સાથે વાતચીત કરતી વખતે કોઈ પણ સમયે તમે તેમની પ્રોફાઇલ પર જઈને તેમની સાથે સંપર્ક તોડીને તેઓની જાણ કરી શકો છો.
જ્યારે તમે કોઈ બિઝનેસ એકાઉન્ટ સાથે સંપર્ક તોડો છો, ત્યારે તમે અમને આ કરવા પાછળનું કારણ પણ જણાવી શકો છો, જેમ કે તમને હવે તે બિઝનેસને મેસેજ મોકલવાની જરૂર નથી અથવા તમે તેમના તરફથી મેસેજ મેળવવા માટે સાઇન અપ કર્યું નથી. અમે 'સંપર્ક તોડીને જાણ કરો' સુવિધાના ઉપયોગથી પ્રાપ્ત થતા ડેટાનો ઉપયોગ કોઈ એકાઉન્ટ પર એક્શન લેવા કે તેમની મેસેજ મોકલવાની લિમિટ ઘટાડવા માટે કરી શકીએ છીએ.
મેસેજ તરીકે પ્રતિસાદ શેર કરવા માટે
બિઝનેસ તમને જે વ્યક્તિગત ચેટ મોકલે છે તેના પર તમે પ્રતિસાદ આપી શકો તેવો વિકલ્પ પણ છે.
  1. WhatsApp ખોલો.
  2. પછી, બિઝનેસ સાથેની તમારી ચેટ ખોલો.
  3. જે મેસેજને રિવ્યૂ કરવા માગતા હો તેને દબાવી રાખો.
  4. રેટિંગ આપો પર દબાવો.
  5. મેસેજને રેટિંગ આપવા માટે સ્ટારની સંખ્યા પસંદ કરો.
  6. સબમિટ કરો પર દબાવો.
અમે આ પ્રતિસાદનો ઉપયોગ બિઝનેસ અને ગ્રાહકો વચ્ચેની ચેટ વધુ બહેતર બનાવવા માટે પણ કરી શકીએ છીએ. આ પ્રતિસાદ અજ્ઞાત છે, એટલે કે આ પ્રતિસાદ કોણે આપ્યો છે તે કોઈ બિઝનેસ કે WhatsApp જોઈ શકતું નથી. WhatsApp એ બિઝનેસ સાથેનું તમારા મેસેજનું કન્ટેન્ટ જોઈ શકતું નથી.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં