Android પરની ચેટ iPhone પર ટ્રાન્સફર કરી શકાતી નથી

Android ફોન પરથી iPhone પર તમારી WhatsAppની જૂની ચેટ ટ્રાન્સફર કરવા માટે, તમારી પાસે:
  • તમારા Android ડિવાઇસ પર Android OS Lollipop, SDK 21 કે તે પછીનું કે Android 5 કે તે પછીનું વર્ઝન ઇન્સ્ટોલ થયેલું હોવું જોઈએ
  • તમારા iPhone પર iOS 15.5 કે તે પછીનું વર્ઝન ઇન્સ્ટોલ થયેલું હોવું જોઈએ
  • તમારા Android ફોન પર Move to iOS ઍપ ઇન્સ્ટોલ થયેલી હોવી જોઈએ
  • તમારા નવા ડિવાઇસ પર WhatsApp iOSનું 2.22.10.70 કે તે પછીનું વર્ઝન હોવું જોઈએ
  • તમારા જૂના ડિવાઇસ પર WhatsApp Androidનું 2.22.7.74 કે તે પછીનું વર્ઝન હોવું જોઈએ
  • તમારા નવા ડિવાઇસ પર તમારા જૂના ફોનમાં ઉપયોગ કરતા હતા તે જ ફોન નંબર વાપરો
  • તમારો iPhone ફેક્ટરીમાંથી આવેલો નવો ફોન હોવો જોઈએ અથવા Move to iOS ઍપ સાથે જોડાણ બનાવવા અને તમારા Android ફોનમાંથી ડેટા ખસેડવા માટે ફેક્ટરી સેટિંગ પર રીસેટ થયેલો હોવો જોઈએ
  • તમારા બન્ને ડિવાઇસ ચાર્જિંગમાં રાખેલા હોવા જોઈએ
  • તમારા બન્ને ડિવાઇસ સરખા વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ કરેલા હોવા જોઈએ અથવા તમારે તમારા Android ડિવાઇસને તમારા iPhoneનાં હોટસ્પોટ સાથે કનેક્ટ કરવું પડશે
મારા નવા ડિવાઇસ પર WhatsApp પહેલાંથી જ એક્ટિવ છે અને ઇમ્પોર્ટ કરવાનો વિકલ્પ છોડી દીધો અથવા ચૂકી ગયા
તમે તમારી WhatsApp પરની જૂની ચેટ ફક્ત તમારા નવા ફોન પર WhatsApp એક્ટિવ કરતા પહેલાં જ રિસ્ટોર કરી શકો છો. જો તમે તમારા જૂના મેસેજ પાછા મેળવવા માગતા હો, તો તમે:
  1. તમારા iPhone પરથી WhatsAppને ડિલીટ કરો.
  2. તમારા Android ફોન પર WhatsAppનું ફરીથી રજિસ્ટ્રેશન કરી શકો છો.
  3. તમારા Android ફોન પર Move to iOS ઍપ વડે નવું ટ્રાન્સફર શરૂ કરો.
નોંધ: નવી અને જૂની ચેટ ભેગી કરવાનું શક્ય નથી.
મારા નવા ડિવાઇસમાં અલગ ફોન નંબર છે
તમારો WhatsApp ડેટા નવા ફોન નંબર પર ટ્રાન્સફર કરવાનું શક્ય નથી. જોકે, તમે તમારા નવા ફોન પર જતાં પહેલાં તમારા જૂના ડિવાઇસ પરનો તમારો ફોન નંબર તમારા નવા ફોન નંબરમાં બદલી શકો છો.
તમારા જૂના ડિવાઇસ પર તમારો WhatsApp નંબર કેવી રીતે બદલવો તે વિશે આ લેખમાં જાણો.
Move to iOS ઍપ અચાનક બંધ થઈ જાય કે નિષ્ફ્ળ જાય
જો તમે Move to iOS ઍપમાં સમસ્યા અનુભવો, તો કૃપા કરીને Apple સપોર્ટનો સંપર્ક કરો.
સંબંધિત લેખ:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં