સંપર્કો અને તમારી WhatsApp Business ઍપ વિશે

GDPR અને તમારા ડિવાઇસની એડ્રેસ બુકમાંના સંપર્કો
જ્યારે તમે WhatsApp Business ઍપ વાપરો છો, ત્યારે તમે તમારા ડિવાઇસની એડ્રેસ બુકમાંના બધા સંપર્કોના નિયંત્રક છો. નિયંત્રક તરીકે, તમારા સંપર્કો પર પ્રક્રિયા કરવા માટે તમારી પાસે કાનૂની આધાર હોવો જોઈએ, પછી ભલે તે કરારની આવશ્યકતા, કાયદેસર હિત, સંમતિ કે GDPRની કલમ 6માં વર્ણવેલ કોઈ પણ અન્ય યોગ્ય કાનૂની આધાર હોય.
જ્યારે તમે આ સંપર્કોને WhatsAppમાં પ્રવેશ આપો છો, ત્યારે WhatsApp એ તમારો ડેટા પ્રોસેસર છે. અમે ઝડપથી નક્કી કરીએ છીએ કે તમે આ સંપર્કોને WhatsApp ઍપ પર મેસેજ કરી અને તમારા મેસેજ ઇચ્છિત મેળવનારને પહોંચાડી શકો કે નહિ. વધુ માહિતી માટે, અહીં આપેલી WhatsApp Business ડેટા પ્રોસેસિંગ શરતો વાંચો જે અમારી WhatsApp Businessની સેવાની શરતોમાં આપેલી છે.
તમારા ડિવાઇસની એડ્રેસ બુકના પ્રવેશને સંચાલિત કરો અને નિયંત્રિત કરો
તમે WhatsAppને કયા સંપર્કોમાં પ્રવેશ આપો છો તેને નિયંત્રિત કરવાની ઘણી રીતો છે. ઉદાહરણ તરીકે, તમે ફક્ત તે જ સંપર્કો ઉમેરી શકો છો કે જેના માટે તમારી પાસે તમારી ડિવાઇસ એડ્રેસ બુકમાં યોગ્ય કાનૂની આધાર છે. આ અભિગમનો એક ફાયદો એ છે કે તે તમને અને તમારા કર્મચારીઓને સારી ડેટા પ્રાઇવસી પ્રેક્ટિસ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. બિઝનેસના સંપર્કો અને ડિવાઇસને અલગ રાખવાથી, વ્યક્તિગત ઉપયોગ માટેના ગ્રાહકોના ડેટા અથવા કંપનીના ડિવાઇસનો દુરુપયોગ અટકાવવામાં મદદ મળે છે (અને ઉલટું પણ).
જો તમે તમારા બધા બિઝનેસ અને વ્યક્તિગત સંપર્કોને એક જ ડિવાઇસ પર રાખવા માગતા હો, તો તમે એવા ટૂલનો ઉપયોગ કરો કે જે તમારી એડ્રેસ બુકને વિભાજિત કરી શકે અને જેનાથી તમે વ્યક્તિગત અને બિઝનેસની જુદીજુદી એડ્રેસ બુક રાખી શકો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં