મેસેજ કેવી રીતે ડિલીટ કરવા

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
તમે ફક્ત તમારા માટે મેસેજ ડિલીટ કરી શકો છો અથવા બધા માટે તે મેસેજ ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો.
બધા માટે મેસેજ ડિલીટ કરવા વિશે
બધા માટે મેસેજ ડિલીટ કરવાની સુવિધા તમને વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તમે મોકલેલા કોઈ ચોક્કસ મેસેજને ડિલીટ કરવા દે છે. ખાસ કરીને આ ત્યારે કામમાં આવે છે જ્યારે તમે ખોટી ચેટમાં કોઈ મેસેજ મોકલ્યો હોય અથવા તમે મોકલેલા મેસેજમાં કોઈ ભૂલ હોય.
બધા માટે ડિલીટ કરેલા મેસેજને નીચે આપેલા લખાણથી બદલી દેવાય છે:
તમે આ મેસેજ ડિલીટ કર્યો
જો મોકલનાર બધા માટે મેસેજ ડિલીટ કરે, તો તે મેસેજને નીચે આપેલા લખાણથી બદલી દેવાય છે:
આ મેસેજ ડિલીટ કરાયો
બધા માટે મેસેજ ડિલીટ કરવા માટે:
  1. વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં, તમે જે મેસેજને ડિલીટ કરવા માગો છો તે પસંદ કરો.
  2. વિકલ્પો > ડિલીટ કરો > બધા માટે ડિલીટ કરો પર દબાવો.
નોંધ:
  • મેસેજ બધા માટે સફળ રીતે ડિલીટ કરવા માટે, તમે અને મેસેજ મેળવનાર WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરતા હોય એ જરૂરી છે.
  • iOS માટે WhatsApp વાપરતા હોય એવા મેસેજ મેળવનારની પાસે WhatsApp ચેટ પરથી મેસેજ ડિલીટ કરી નાખવા છતાં તમે મોકલેલો મીડિયા તેમના ફોટામાં સેવ થયેલો હોઈ શકે છે.
  • જો તમે સફળ રીતે મેસેજ ડિલીટ કરી ન શકો તો મેળવનાર તમારો મેસેજ ડિલીટ થયા પહેલાં જોઈ શકે છે.
  • જો બધા માટે મેસેજ ડિલીટ કરવાનું સફળ ન થાય, તો તમને જણાવવામાં આવશે નહિ.
  • બધા માટે ડિલીટ કરો સુવિધા તમે મેસેજ મોકલ્યાના એક કલાક સુધીમાં જ વાપરી શકો છો.
  • KaiOS પર એકસાથે વધારે મેસેજ ડિલીટ કરવાની સુવિધા નથી.
મારા માટે મેસેજ ડિલીટ કરવા વિશે
તમે મોકલેલા કે મેળવેલા મેસેજની તમારી કોપિ તમે ડિલીટ કરી શકો છો. આનાથી તમારો મેસેજ મેળવનારની ચેટમાં કોઈ અસર થશે નહિ. તમારો મેસેજ મેળવનારા એ મેસેજ હજી પણ તેઓની ચેટ સ્ક્રીનમાં જોઈ શકશે.
મારા માટે મેસેજ ડિલીટ કરવા માટે:
  1. કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં, તમે જે મેસેજને ડિલીટ કરવા માગો છો તે પસંદ કરો.
  2. વિકલ્પો> ડિલીટ કરો> મારા માટે ડિલીટ કરો દબાવો.
સંબંધિત લેખો:
Android | iPhone પર મેસેજ કેવી રીતે ડિલીટ કરવા
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં