મેસેજ કેવી રીતે ડિલીટ કરવા

Android
iOS
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
Mac
તમે ફક્ત તમારા માટે મેસેજ ડિલીટ કરી શકો છો અથવા બધા માટે તે મેસેજ ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો. જો તમે તેના બદલે કોઈ મેસેજમાં ફેરફાર કરો છો, તો તમે વધુમાં વધુ 15 મિનિટ સુધી તે કરી શકો છો.
જ્યારે તમે કોઈ મેસેજ ડિલીટ કરો છો ત્યારે તેને પાછો મેળવવાની બીજી કોઈ રીત નથી, સિવાય કે તમે મેસેજને બેકઅપમાં સામેલ કર્યો હોય.
બધા માટે મેસેજ ડિલીટ કરવા વિશે
બધા માટે મેસેજ ડિલીટ કરવાની સુવિધા તમને વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તમે મોકલેલા કોઈ ચોક્કસ મેસેજને ડિલીટ કરવા દે છે. ખાસ કરીને આ ત્યારે કામમાં આવે છે જ્યારે તમે ખોટી ચેટમાં કોઈ મેસેજ મોકલ્યો હોય અથવા તમે મોકલેલા મેસેજમાં કોઈ ભૂલ હોય. ગ્રૂપ એડમિન તરીકે, તમે ચેટમાં બીજા સભ્યોએ મોકલેલા સમસ્યારૂપ મેસેજને દૂર કરી શકો છો.
તમે મોકલેલા અને બધા માટે ડિલીટ કરેલા મેસેજને આનાથી બદલવામાં આવશે:
"આ મેસેજ ડિલીટ કરી દીધો છે"
તમે મોકલેલા મેસેજ બધા માટે ડિલીટ કરવા માટે
 1. WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા માગતા હો તે ચેટમાં જાઓ.
 2. મેસેજ પર દબાવી રાખો > મેનૂમાંથી ડિલીટ કરો પસંદ કરો. વૈકલ્પિક રીતે, એકસાથે વધારે મેસેજ ડિલીટ કરવા માટે વધુ મેસેજ પસંદ કરો.
  • જો પૂછવામાં આવે, તો મેનૂમાંથી
   more
   પર દબાવો > ડિલીટ કરો પસંદ કરો.
 3. delete message
  > બધા માટે ડિલીટ કરો પર દબાવો.
ગ્રૂપ એડમિન ગ્રૂપના બીજા સભ્યએ મોકલેલા મેસેજને ડિલીટ કરી શકે છે. આનાથી એડમિન આ બધા સભ્યો માટે અયોગ્ય મેસેજ અથવા મીડિયાને ડિલીટ કરીને તેમના ખાનગી ગ્રૂપ અને કોમ્યુનિટીનું સંચાલન કરી શકે છે. જ્યારે એડમિન બધા માટે મેસેજ ડિલીટ કરે છે, ત્યારે તેને આનાથી બદલવામાં આવશે:
“આ મેસેજ એડમિન [admin name]એ ડિલીટ કરી દીધો છે”
ગ્રૂપના અન્ય સભ્યએ મોકલેલા મેસેજને ડિલીટ કરવા માટે
 1. WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા માગતા હો તે ચેટમાં જાઓ.
 2. મેસેજ પર દબાવી રાખો.
 3. delete message
  > બધા માટે ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો.
નોંધ:
 • તમે અને મેસેજ મેળવનાર WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરતા હોવા જરૂરી છે.
 • iOS માટે WhatsApp વાપરતા હોય એવા મેસેજ મેળવનારની પાસે WhatsApp ચેટ પરથી મેસેજ ડિલીટ કરી નાખવા છતાં તમે મોકલેલું મીડિયા તેમના ફોટમાં સેવ થયેલું હોઈ શકે છે.
 • જો તમે સફળ રીતે મેસેજ ડિલીટ કરી ન શકો તો મેળવનાર તમારો મેસેજ ડિલીટ થયા પહેલાં જોઈ શકે છે.
 • જો બધા માટે મેસેજ ડિલીટ કરવાનું સફળ ન થાય, તો તમને જણાવવામાં આવશે નહિ.
 • બધા માટે ડિલીટ કરોની વિનંતી કરવા માટે તમારી પાસે મેસેજ મોકલ્યા પછી બે દિવસનો સમય હોય છે.
 • માત્ર ગ્રૂપ એડમિન જ ગ્રૂપના અન્ય સભ્યોએ મોકલેલા મેસેજને ડિલીટ કરી શકે છે.
 • બધા માટે ડિલીટ કરોની વિનંતી કરવા માટે કોઈ અન્ય સભ્ય મેસેજ મોકલે પછી ગ્રૂપ એડમિન પાસે બે દિવસનો સમય હોય છે.
 • કયા એડમિને બધા માટે ડિલીટ કરો પસંદ કર્યું છે તે ગ્રૂપના સભ્યો જોઈ શકશે.
 • ગ્રૂપ એડમિન દ્વારા ડિલીટ કરાયેલા મેસેજ ફરીથી મેળવી શકાતા નથી અને તેની સામે અપીલ કરી શકાતી નથી.
મારા માટે મેસેજ ડિલીટ કરવા વિશે
તમે મોકલેલા કે મેળવેલા મેસેજની તમારી કોપિ તમારા ફોનમાંથી તમે ડિલીટ કરી શકો છો. આનાથી તમારો મેસેજ મેળવનારની ચેટમાં કોઈ અસર થશે નહિ. તમારો મેસેજ મેળવનારા એ મેસેજ હજી પણ તેઓની ચેટ સ્ક્રીનમાં જોઈ શકશે.
 1. WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા માગતા હો તે ચેટમાં જાઓ.
 2. મેસેજ પર દબાવી રાખો > પછી
  delete message
  > મારા માટે ડિલીટ કરો પર દબાવો. વૈકલ્પિક રીતે, એકસાથે વધારે મેસેજ ડિલીટ કરવા માટે વધુ મેસેજ પસંદ કરો.
નોંધ: મારા માટે ડિલીટ કરો પસંદ કર્યા પછી મેસેજ કાયમ માટે ડિલીટ થઈ જાય તે પહેલાં તમારી પાસે છેલ્લો ફેરફાર રદ કરો પર દબાવીને છેલ્લો ફેરફાર રદ કરવા માટે 5 સેકન્ડનો સમય હશે. 5 સેકન્ડ પછી, તમે ડિલીટ કરેલા મેસેજ રિકવર કરી શકાતા નથી. જાણો કે WhatsApp તમારા માટે ડિલીટ કરેલા મેસેજ રિકવર કરી શકતું નથી.
ચેટમાંથી મીડિયા ડિલીટ કરવા માટે
તમે મોકલેલા કે મેળવેલા મીડિયાની તમારી કોપિ તમે તમારા ફોનમાંથી ડિલીટ કરી શકો છો. આનાથી તમારો મેસેજ મેળવનારની ચેટમાં કોઈ અસર થશે નહિ. તમારો મેસેજ મેળવનારા એ મીડિયા હજી પણ તેઓની ચેટ સ્ક્રીનમાં જોઈ શકશે.
 1. મીડિયા ફાઇલ પર દબાવી રાખો.
 2. delete message
  પર દબાવો.
 3. પહેલો મેસેજ પસંદ કર્યા પછી, તમે
  delete message
  પર દબાવતા પહેલાં તેને ડિલીટ કરવા માટે અન્ય મેસેજ પસંદ કરી શકો છો.
એક પગલાંમાં ચેટમાંથી બધા જ મીડિયા ડિલીટ કરવાની કોઈ રીત નથી. નીચે મુજબ એક કરતાં વધુ મીડિયાને સરળ રીતે ડિલીટ કરી શકાય છે:
 1. તે ચેટ ખોલો.
 2. ચેટની માહિતીની સ્ક્રીનમાં પ્રવેશ કરવા માટે ચેટના નામ પર દબાવો.
 3. મીડિયા, લિંક અને ડોક્યુમેન્ટ પર દબાવો.
 4. પસંદ કરો પર દબાવો.
 5. તમારી પસંદગીમાં કોઈ મીડિયાને ઉમેરવા માટે તેના પર દબાવો.
 6. delete message
  પર દબાવો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં