મેસેજ કેવી રીતે ડિલીટ કરવા
Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
તમે ફક્ત તમારા માટે મેસેજ ડિલીટ કરી શકો છો અથવા બધા માટે તે મેસેજ ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો.
બધા માટે મેસેજ ડિલીટ કરવા વિશે
બધા માટે મેસેજ ડિલીટ કરવાની સુવિધા તમને વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તમે મોકલેલા કોઈ ચોક્કસ મેસેજને ડિલીટ કરવા દે છે. ખાસ કરીને આ ત્યારે કામમાં આવે છે જ્યારે તમે ખોટી ચેટમાં કોઈ મેસેજ મોકલ્યો હોય અથવા તમે મોકલેલા મેસેજમાં કોઈ ભૂલ હોય. ગ્રૂપ એડમિન તરીકે, તમને ચેટ પરથી ભૂલભરેલા કે સમસ્યારૂપ મેસેજને દૂર કરવાનો પણ અધિકાર આપવામાં આવે છે.
તમે મોકલેલા અને બધા માટે ડિલીટ કરેલા મેસેજને આનાથી બદલવામાં આવશે:
“તમે આ મેસેજ ડિલીટ કર્યો”
તમે મોકલેલા મેસેજ બધા માટે ડિલીટ કરવા માટે:
- WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા માગતા હો તે ચેટમાં જાઓ.
- તે મેસેજ પર દબાવી રાખો > મેનૂમાંથી ડિલીટ કરો પસંદ કરો. વૈકલ્પિક રીતે, એકસાથે વધારે મેસેજ ડિલીટ કરવા માટે વધુ મેસેજ પસંદ કરો.
- જો સ્ક્રીન પર આવે, તો વધુપર દબાવો > મેનૂમાંથી ડિલીટ કરો પસંદ કરો.
- જો સ્ક્રીન પર આવે, તો વધુ
- ડિલીટ કરો> બધા માટે ડિલીટ કરો પર દબાવો.
જો તમે ગ્રૂપ એડમિન છો, તો તમે ગ્રૂપના અન્ય સભ્યએ મોકલેલા મેસેજ ડિલીટ કરી શકો છો. આનાથી એડમિન આ બધા સભ્યો માટે અયોગ્ય કે અપમાનજનક મેસેજ અથવા મીડિયાને ડિલીટ કરીને તેમના ખાનગી ગ્રૂપ અને કોમ્યુનિટીનું સંચાલન કરી શકે છે. જ્યારે એડમિન બધા માટે મેસેજ ડિલીટ કરે છે, ત્યારે તેને આનાથી બદલવામાં આવશે:
“આ મેસેજ એડમિન [admin name]એ ડિલીટ કરી દીધો છે”
ગ્રૂપના અન્ય સભ્યોએ મોકલેલા મેસેજને ડિલીટ કરવા માટે:
- WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા માગતા હો તે ચેટમાં જાઓ.
- મેસેજ પર દબાવી રાખો.
- ડિલીટ કરો> બધા માટે ડિલીટ કરો > ઓકે પર દબાવો.
નોંધ:
- મેસેજ બધા માટે સફળ રીતે ડિલીટ કરવા માટે, તમે અને મેસેજ મેળવનાર WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરતા હોય એ જરૂરી છે.
- iOS માટે WhatsApp વાપરતા હોય એવા મેસેજ મેળવનારની પાસે WhatsApp ચેટ પરથી મેસેજ ડિલીટ કરી નાખવા છતાં તમે મોકલેલો મીડિયા તેમના ફોટામાં સેવ થયેલો હોઈ શકે છે.
- મેસેજ ડિલીટ કરવામાં આવે તે પહેલાં કે જો મેસેજ સફળ રીતે ડિલીટ ન થાય તો મેળવનાર તમારો મેસેજ જોઈ શકે છે.
- જો બધા માટે મેસેજ ડિલીટ કરવાનું સફળ ન થાય, તો તમને જણાવવામાં આવશે નહિ.
- બધા માટે ડિલીટ કરોની વિનંતી કરવા માટે તમારી પાસે મેસેજ મોકલ્યા પછી 2 દિવસનો સમય હોય છે.
- માત્ર ગ્રૂપ એડમિન જ ગ્રૂપના અન્ય સભ્યોએ મોકલેલા મેસેજને ડિલીટ કરી શકે છે.
- બધા માટે ડિલીટ કરોની વિનંતી કરવા માટે કોઈ અન્ય સભ્ય મેસેજ મોકલે પછી ગ્રૂપ એડમિન પાસે લગભગ 2 દિવસનો સમય હોય છે.
- કયા એડમિને બધા માટે ડિલીટ કરો પસંદ કર્યું છે તે ગ્રૂપના સભ્યો જોઈ શકશે.
- ગ્રૂપ એડમિન દ્વારા ડિલીટ કરાયેલા મેસેજ ફરીથી મેળવી શકાતા નથી અને તેની સામે અપીલ કરી શકાતી નથી.
મારા માટે મેસેજ ડિલીટ કરવા વિશે
તમે મોકલેલા કે મેળવેલા મેસેજની તમારી કોપિ તમે ડિલીટ કરી શકો છો. આનાથી તમારો મેસેજ મેળવનારની ચેટમાં કોઈ અસર થશે નહિ. તમારો મેસેજ મેળવનારા એ મેસેજ હજી પણ તેઓની ચેટ સ્ક્રીનમાં જોઈ શકશે.
મારા માટે મેસેજ ડિલીટ કરવા માટે:
- WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા માગતા હો તે ચેટમાં જાઓ.
- તે મેસેજ પર દબાવી રાખો > મેનૂમાંથી ડિલીટ કરો પસંદ કરો. વૈકલ્પિક રીતે, એકસાથે વધારે મેસેજ ડિલીટ કરવા માટે વધુ મેસેજ પસંદ કરો.
- જો સ્ક્રીન પર આવે, તો વધુપર દબાવો > મેનૂમાંથી ડિલીટ કરો પસંદ કરો.
- જો સ્ક્રીન પર આવે, તો વધુ
- સ્ક્રીનની ઉપરની બાજુએ ડિલીટ કરો> મારા માટે ડિલીટ કરો પર દબાવો.
નોંધ: મારા માટે ડિલીટ કરો પસંદ કર્યા પછી મેસેજ કાયમ માટે ડિલીટ થઈ જાય તે પહેલાં તમારી પાસે છેલ્લો ફેરફાર રદ કરો પર દબાવીને છેલ્લો ફેરફાર રદ કરવા માટે 5 સેકન્ડનો સમય હશે.
સંબંધિત લેખો: