WhatsApp Business ઍપમાં રજિસ્ટર કેવી રીતે કરવું

જરૂરિયાતો
  • તમે ફક્ત તમારી માલિકીના મોબાઇલ ફોન કે લેન્ડલાઇન (ફિક્સ્ડ) નંબર જ રજિસ્ટર કરી શકો છો.
  • તમે રજિસ્ટર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હો, તે ફોન નંબર પર ફોન કૉલ કે SMSની સુવિધા ચાલુ હોવી જોઈએ.
  • ખાતરી કરો કે તમે સપોર્ટ કરાતો ફોન નંબર વાપરી રહ્યાં છો. સપોર્ટ ન કરાતા ફોન નંબરને WhatsApp પર રજિસ્ટર કરી શકાતો નથી અને તેમાં આનો સમાવેશ થાય છે:
  • VoIP
  • ટોલ-ફ્રી નંબર
  • પેમેન્ટ કરીને લીધેલા પ્રીમિયમ નંબરો
  • યુનિવર્સલ એક્સેસ નંબર (UAN)
  • પર્સનલ નંબર
  • કૉલને પ્રતિબંધિત કરતા બધાં સેટિંગ, ઍપ અને કામ અવરોધકો (ટાસ્ક-કિલર્સ) બંધ હોવાં જોઈએ.
  • જો તમે તમારા મોબાઇલથી રજિસ્ટર કરી રહ્યા હો, તો તમે મોબાઇલ ડેટા કે વાઇ-ફાઇ જે પણ વાપરી રહ્યા હો તેના પર તમારું ઇન્ટરનેટ ચાલતું હોવું જોઈએ. જો તમે મુસાફરીમાં હો કે કનેક્શન ખરાબ હોય, તો રજિસ્ટર ન પણ થઈ શકે. તમે ઇન્ટરનેટથી કનેક્ટ થયા છો કે નહિ તે જોવા માટે તમારા મોબાઇલ ફોનના ઇન્ટરનેટ બ્રાઉઝર પર https://www.whatsapp.com/business/ ખોલી જુઓ.
  • જો તમે લેન્ડલાઇન નંબરથી રજિસ્ટર કરી રહ્યા હો, તો રજિસ્ટ્રેશન કોડ મેળવવા માટે કૉલની વિનંતી કરવા મને કૉલ કરો પર દબાવો.
રજિસ્ટર કરવાની રીત
  1. તમારો ફોન નંબર લખો:
    • ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી તમારો દેશ પસંદ કરો. આમ કરવાથી ડાબી બાજુના બોક્સમાં તમારા દેશનો કોડ આપમેળે ભરાઈ જશે.
    • જમણી બાજુના બોક્સમાં તમારો ફોન નંબર લખો. તમારા ફોન નંબરની આગળ 0 લખશો નહિ.
  2. રજિસ્ટ્રેશન કોડ મેળવવા માટે થઈ ગયું પર દબાવો. જો પૂછવામાં આવે, તો તમે ફોન કૉલ વડે કોડ મેળવવા માટે મને કૉલ કરો પર પણ દબાવી શકો છો.
  3. SMS કે કૉલ પર મળેલો 6 અંકોનો રજિસ્ટ્રેશન કોડ લખો.
    • નોંધ: જો તમારું iCloud Keychain ચાલુ કરેલું છે અને તમે આ નંબર પહેલાં રજિસ્ટર કરેલો હશે, તો બની શકે કે આપમેળે જ નવા SMS કોડ વગર રજિસ્ટર થઈ જાય.
લેન્ડલાઇનના એક્સટેન્શન નંબરનો ઉપયોગ
રજિસ્ટ્રેશન પૂરું કરવા માટે લેન્ડલાઇનના એક્સટેન્શન નંબરનો ઉપયોગ કરી શકાતો નથી. તમારા ફોન નંબરને રજિસ્ટર કરવા માટે, એક્સટેન્શન વગર લેન્ડલાઇન નંબર વાપરો. સુરક્ષાના કારણે, અમે છ અંકોનો રજિસ્ટ્રેશન કોડ માત્ર એવા લેન્ડલાઇન નંબર પર મોકલીએ છીએ જેનો ઉપયોગ તમારે બિઝનેસ એકાઉન્ટ માટે કરવો હોય.
જો તમને SMS પર છ અંકોનો કોડ ન મળે તો
  • પ્રક્રિયા ચાલુ છે તે બતાવતી લીલી લાઇન પૂરી થઈ જાય તેની રાહ જોયા પછી ફરી પ્રયત્ન કરો. કદાચ 10 મિનિટ જેટલી રાહ જોવી પડે.
  • અંદાજો લગાવીને કોઈ કોડ અજમાવતા નહિ, નહિતર તમે થોડા સમય સુધી WhatsApp વાપરી નહિ શકો.
  • જો ટાઇમર પૂરું થઈ જવા સુધી રજિસ્ટ્રેશન કોડ ન મળે, તો કૉલ માટે વિનંતી કરવાનો વિકલ્પ દેખાશે. કૉલની વિનંતી કરવા માટે મને કૉલ કરો વિકલ્પ પસંદ કરો. તમે કૉલ ઉપાડશો એટલે સામેથી તમને આપમેળે છ અંકોનો રજિસ્ટ્રેશન કોડ કહેવામાં આવશે. આ કોડ WhatsApp Business ઍપમાં લખો.
    • નોંધ: તમને નેટવર્કની સેવા પૂરી પાડતી કંપની મુજબ SMS અને કૉલનો ચાર્જ લાગી શકે છે.
યાદ રાખો: કોઈ પણ વ્યક્તિ સાથે તમારો 6-અંકનો નોંધણીનો કોડ ક્યારેય શેર કરશો નહિ.
મુશ્કેલી નિવારણ માટેનાં પગલાં
જો તમને રજિસ્ટર કરવામાં મુશ્કેલી આવે, તો નીચેના પગલાં લો:
  1. તમારો ફોન બંધ કરો, 30 સેકન્ડ રાહ જુઓ અને ફોન ફરી ચાલુ કરો.
  2. WhatsApp Businessને ડિલીટ કરો અને તેના લેટેસ્ટ વર્ઝનને અહીં ફરીથી ઇન્સ્ટોલ કરો.
  3. તમે જે મોબાઇલ નંબર પર રજિસ્ટર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છો તેના પર કોઈ અન્ય મોબાઇલ ફોનથી નમૂનાનો SMS મોકલીને તમારું નેટવર્ક તપાસો. દેશના કોડ સહિત તમે WhatsApp Business ઍપમાં જે રીતે મોબાઇલ નંબર નાખ્યો હતો તે જ રીતે આમાં નાખો.
    • નોંધ: સુરક્ષાના કારણે, અમે તમારો રજિસ્ટ્રેશનનો કોડ અન્ય રીતોથી મોકલી શકતા નથી.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં