WhatsAppનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો


WhatsAppને અન્ય લોકો સાથે મેસેજ કરવાની સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય રીત તરીકે બનાવવામાં આવ્યું છે. મેસેજિંગ સુવિધા મૂળરૂપે ખાનગી છે અને અમારી સેવાની શરતો અમારા પ્લેટફોર્મ અને અમારા વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. WhatsAppના બધા વપરાશકર્તાઓએ WhatsAppના જવાબદારીપૂર્વકના ઉપયોગની ખાતરી કરવા માટે નીચેની માર્ગદર્શિકા રિવ્યૂ કરવી જોઈએ.
જાણીતી રીતો
  • જાણીતા સંપર્કો સાથે વાતચીત કરવી: ફક્ત તેઓને જ મેસેજ મોકલો જેમણે પહેલાં તમારો સંપર્ક કર્યો હોય અથવા તમે તેમને WhatsApp પર સંપર્ક કરવા વિનંતી કરી હોય. સંપર્કોને તમારો ફોન નંબર આપવો એ શ્રેષ્ઠ રીત છે જેથી તેઓ તમને પહેલાં મેસેજ કરી શકે.
  • પરવાનગી માટે પૂછવું અને મર્યાદાઓનું પાલન કરવું: તમે સંપર્કોને ગ્રૂપમાં ઉમેરો તે પહેલાં તેમની પાસેથી પરવાનગી મેળવવી જોઈએ. જો તમે કોઈને ગ્રૂપમાં ઉમેરો અને તેઓ તેમાંથી બહાર નીકળી જાય, તો તેમના નિર્ણયનો આદર કરો.
  • ગ્રૂપના નિયંત્રણનો ઉપયોગ કરવો: અમે WhatsApp ગ્રૂપ માટે માત્ર એડમિન જ મેસેજ મોકલી શકે તેવું સેટિંગ બનાવ્યું છે. જો તમે એડમિન છો, તો તમે નક્કી કરી શકો છો કે ગ્રૂપમાં બધા સભ્યો મેસેજ કરી શકશે કે પછી ફક્ત ગ્રૂપ એડમિન જ ગ્રૂપમાં મેસેજ મોકલી શકશે. આ સુવિધા વાપરવાથી ગ્રૂપમાં ન જોઈતા મેસેજને ઓછા કરવામાં મદદ મળી શકે છે. Android, iPhone, KaiOS કે વેબ અને ડેસ્કટોપ પરથી ગ્રૂપ એડમિનનાં સેટિંગ કેવી રીતે બદલવા તે જાણો.
  • મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં બે વાર વિચારવું: અમે બધા ફોરવર્ડ કરેલા મેસેજ માટે એક લેબલ બનાવ્યું છે અને વપરાશકર્તાઓને તે શેર કરતા પહેલાં એક વાર ફરીથી વિચાર કરે તે માટે પ્રોત્સાહિત કરવા માટે તમે મેસેજને કેટલી વાર ફોરવર્ડ કરી શકો છો તે મર્યાદિત કર્યું છે. જો તમને આ મેસેજનું કન્ટેન્ટ સાચું છે કે ખોટું તે, કે પછી મેસેજ કોણે લખ્યો છે તેની ખાતરી ન હોય, તો અમે તેને ફોરવર્ડ કરવાની ભલામણ કરતા નથી. આ લેખમાં ખોટી માહિતીના ફેલાવાને રોકવા વિશે વધુ જાણો.
આટલું કરવાથી બચો
નીચે આપેલા કોઈ પણ કારણ માટે WhatsApp વાપરવાથી તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે છે.
  • ન જોઈતા મેસેજ: જો કોઈ સંપર્ક તમને મેસેજ મોકલવાનું બંધ કરવા કહે, તો તમારે તમારી એડ્રેસ બુકમાંથી તે સંપર્ક દૂર કરવો જોઈએ અને તેઓને ફરીથી સંપર્ક કરવાનું ટાળવું જોઈએ.
  • આપમેળે કે બલ્કમાં મેસેજ મોકલવા: WhatsAppનો ઉપયોગ કરીને બલ્ક મેસેજ કે આપમેળે મેસેજ મોકલશો નહિ કે આપમેળે-ડાયલ કરશો નહિ. WhatsApp ન જોઈતા આપમેળે મેસેજ મોકલતા એકાઉન્ટને શોધવા અને પ્રતિબંધિત કરવા માટે મશીન લર્નિંગ ટેક્નોલોજી અને વપરાશકર્તાઓના રિપોર્ટ એમ બંનેનો ઉપયોગ કરે છે. ઉપરાંત, અનધિકૃત અથવા આપમેળે ચાલતી રીતોથી એકાઉન્ટ કે ગ્રૂપ બનાવશો નહિ અથવા WhatsAppના ફેરફાર કરેલા વર્ઝન વાપરશો નહિ. WhatsApp કેવી રીતે આપમેળે મોકલેલા અને બલ્ક મેસેજિંગના દુરુપયોગને અટકાવે છે અને તેના વિશે વધુ માહિતી મેળવવા માટે, તમે આ વ્હાઇટ પેપર વાંચી શકો છો.
  • તમારા ન હોય તેવા સંપર્ક લિસ્ટનો ઉપયોગ કરવો: સંમતિ વિના ફોન નંબર શેર કરશો નહિ કે ગેરકાયદેસર સ્ત્રોતો પરથી મેળવેલા ડેટાનો ઉપયોગ વપરાશકર્તાઓને WhatsApp પર મેસેજ કરવા કે તેમને ગ્રૂપમાં ઉમેરવા માટે કરશો નહિ.
  • બ્રોડકાસ્ટ લિસ્ટનો વધુ પડતો ઉપયોગ કરવો: બ્રોડકાસ્ટ લિસ્ટનો ઉપયોગ કરીને મોકલવામાં આવેલા મેસેજ ત્યારે જ મળશે જ્યારે વપરાશકર્તાઓએ તેમના સંપર્ક લિસ્ટમાં તમારો ફોન નંબર ઉમેર્યો હોય. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે બ્રોડકાસ્ટ મેસેજનો વારંવાર ઉપયોગ કરવાથી લોકો તમારા મેસેજ માટે અમને જાણ કરી શકે છે અને અમે એવા એકાઉન્ટને પ્રતિબંધિત કરીએ છીએ જેની અમને ઘણી વખત જાણ કરવામાં આવી હોય.
  • વ્યક્તિગત માહિતી એકત્ર કરવી: કોઈ પણ અસ્વીકાર્ય હેતુઓ માટે, આપમેળે કે મેન્યુઅલ ટૂલનો ઉપયોગ કરીને WhatsApp વડે જથ્થાબંધ રીતે માહિતી કાઢવાનું ટાળો. આ રીતે વપરાશકર્તાઓ પાસેથી ફોન નંબર, વપરાશકર્તાના પ્રોફાઇલ ફોટા અને WhatsApp પરથી સ્ટેટસ સહિતની માહિતી મેળવવાથી અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન થાય છે.
  • અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરવું: અમે યાદ અપાવીએ છીએ કે અમારી સેવાની શરતો, જૂઠાણું પ્રકાશિત કરવું અને ગેરકાયદેસર રીતમાં સામેલ થવું, ધમકી આપવી, કોઈને ડરાવવા, દ્વેષપૂર્ણ, જાતીય કે વંશીય રીતે અપમાનજનક વર્તનમાં સામેલ થવા જેવા ઘણા વ્યવહારોને પ્રતિબંધિત કરે છે. તમે અહીં અમારી સેવાની શરતોને રિવ્યૂ કરી શકો છો.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં