WhatsApp પર સુરક્ષિત કેવી રીતે રહેવું
તમારી અને તમારા મેસેજની સુરક્ષા અમારા માટે બહુ મહત્ત્વની છે. WhatsAppના ઉપયોગ દરમિયાન તમને સુરક્ષિત રહેવામાં મદદરૂપ થવા અમે જે સાધનો અને સુવિધાઓ તૈયાર કરી છે, તે વિશે અમે તમને જણાવવા ઇચ્છીએ છીએ.
અમારી સેવાની શરતો
અમે અમારી સેવાની શરતોની મદદથી WhatsApp પર તમને સુરક્ષિત રાખીએ છીએ. અમારી સેવાની શરતોમાં અમુક એક્ટિવિટીને પ્રતિબંધિત કરવામાં આવી છે, જેમાં (સ્ટેટસ, પ્રોફાઇલ ફોટા કે મેસેજમાં) અયોગ્ય કન્ટેન્ટ શેર કરવાનું સામેલ છે. આવા પ્રકારના કન્ટેન્ટમાં ગેરકાયદેસર, અશ્લીલ, બદનક્ષીભર્યું, ભયદાયક, ધાકધમકીવાળું, પજવણીરૂપ, તિરસ્કારજનક, જાતિ અથવા કોમી રીતે ઘૃણાજનક કે ગેરકાયદેસર કૃત્યની ઉશ્કેરણી કરતું કે અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ સામેલ છે. જો અમને લાગે કે કોઈ વપરાશકર્તાએ અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે, તો અમે આવા વપરાશકર્તાના WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી શકીએ છીએ.
અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરતી એક્ટિવિટી વિશે વધુ જાણવા કે તેનાં ઉદાહરણો જોવા માટે, કૃપા કરીને અમારી સેવાની શરતોના “અમારી સેવાઓનો સ્વીકાર્ય ઉપયોગ” વિભાગની તાપસ કરો. તમે એકાઉન્ટ પર પ્રતિબંધ વિશે અહીં પણ વધુ જાણી શકો છો.
કન્ટેન્ટ સમજી વિચારીને જ શેર કરો
અમારી ભલામણ છે કે WhatsApp પર કોઈ પણ કન્ટેન્ટ તમારા સંપર્કો સાથે સમજી વિચારીને જ શેર કરો. એ બાબતે વિચાર કરો કે જે કન્ટેન્ટ તમે શેર કરી રહ્યાં છો એ બીજા લોકોને બતાવવા માગો છો કે નહિ.
જ્યારે તમે કોઈ બીજાની સાથે WhatsApp પર ચેટ, ફોટો, વીડિયો, ફાઇલ કે વોઇસ મેસેજ શેર કરો, ત્યારે તેમની પાસે આ બધા મેસેજની કોપિ રહેશે. જો તેઓ આમ કરવાનું પસંદ કરે, તો તેમની પાસે આ મેસેજને ફોરવર્ડ કરવાની અથવા શેર કરવાની ક્ષમતા રહેશે. એક વાર જોવાની સુવિધા વિશે વધુ માહિતી માટે, આ લેખ વાંચો.
WhatsApp પર લોકેશનની સુવિધા પણ છે, જેના ઉપયોગથી તમે WhatsApp મેસેજમાં તમારું લોકેશન શેર કરી શકો છો. તમારે તમારા લોકેશનને માત્ર ભરોસાપાત્ર લોકો સાથે જ શેર કરવું જોઈએ.
WhatsAppનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો, તે વિશે આ લેખમાં વધુ જાણો.
સુરક્ષા અને સલામતીની સુવિધાઓ
WhatsApp પર, અમે એવા કેટલાક મૂળભૂત નિયંત્રણો બનાવ્યાં છે, જે તમારી સુરક્ષા હેતુ બરાબર લાગે તે મુજબ તમે પોતે જ ગોઠવી શકો છો.
પ્રાઇવસી સેટિંગ
તમારી માહિતીને કોણ જુએ તેને કંટ્રોલ કરવા માટે તમારા પ્રાઇવસી સેટિંગને ગોઠવો. તમે છેલ્લે ક્યારે જોયું અને ઓનલાઇન છો કે નહિ, તમારો પ્રોફાઇલ ફોટો, તમારા વિશેની માહિતી કે સ્ટેટસ કોણ જોઈ શકે તે માટે તમે આ વિકલ્પો રાખી શકો છો:
- બધા: બધા વપરાશકર્તાઓ તમારો પ્રોફાઇલ ફોટો, તમારા વિશેની માહિતી અને સ્ટેટસ જોઈ શકે છે.
- મારા સંપર્કો: માત્ર તમારી એડ્રેસ બુકમાં રહેલાં સંપર્કો જ તમે છેલ્લે ક્યારે જોયું અને ઓનલાઇન છો કે નહિ, તમારો પ્રોફાઇલ ફોટો, તમારા વિશેની માહિતી કે સ્ટેટસ જોઈ શકે છે.
- આ સિવાયના મારા સંપર્કો…: તમે બાકાત કરેલા સંપર્કો સિવાયના તમારી એડ્રેસ બુકમાં રહેલાં બધા જ સંપર્કો તમે છેલ્લે ક્યારે જોયું અને ઓનલાઇન છો કે નહિ, તમારો પ્રોફાઇલ ફોટો, તમારા વિશેની માહિતી કે સ્ટેટસ જોઈ શકે છે.
- કોઈ નહિ: તમે છેલ્લે ક્યારે જોયું અને ઓનલાઇન છો કે નહિ, તમારો પ્રોફાઇલ ફોટો, તમારા વિશેની માહિતી અને સ્ટેટસ કોઈ જોઈ શકે નહિ.
નોંધ: તમે જે વપરાશકર્તાઓને સંપર્ક તરીકે સેવ કર્યા છે અથવા જેને તમે પહેલાં મેસેજ કર્યો છે, તેઓ તમે છેલ્લે ક્યારે જોયું અને ઓનલાઇન છો કે નહિ, તે જોઈ શકે છે.
મેસેજ વંચાયાની ખાતરી
તમે 'મેસેજ વંચાયાની ખાતરી'ને બંધ પણ કરી શકો છો. જો તમે 'મેસેજ વંચાયાની ખાતરી' બંધ કરો, તો તમે 'મેસેજ વંચાયાની ખાતરી' મોકલી કે મેળવી શકશો નહિ. ધ્યાનમાં રાખો, મેસેજ વંચાયાની ખાતરી એ ગ્રૂપ ચેટ માટે હંમેશાં મોકલવામાં આવે છે, પછી ભલેને તમે તે વિકલ્પ તમારાં પ્રાઇવસી સેટિંગમાં બંધ કર્યો હોય. Android, iPhone અથવા KaiOS પર મેસેજ વંચાયાની ખાતરી વિશે વધુ જાણો.
સંપર્કો અને મેસેજને બ્લોક કરો કે તેની જાણ કરો
અમે તમને જોખમકારક કન્ટેન્ટ અને સંપર્કોની અમને જાણ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. તમે અમુક ચોક્કસ સંપર્કો સાથેના સંપર્ક તોડીને અથવા WhatsApp પર રહેલા મેસેજ કે સંપર્કોની જાણ કરીને કોની સાથે વાતચીત કરવી છે તે નિયંત્રિત કરી શકો છો. જ્યારે તમે એક વાર જોઈ શકાય એવો ફોટો કે વીડિયો મેળવો છો, ત્યારે તમે સીધા મીડિયા વ્યૂઅરમાંથી જ અમને એકાઉન્ટની જાણ કરી શકો છો. જ્યારે તમે અમારી સંપર્ક તોડવાની અને જાણ કરવાની સુવિધાઓનો ઉપયોગ કરો છો ત્યારે શું થાય છે તે અને આમ કેવી રીતે કરવું તે અંગે આ લેખમાં જાણો.
સલામતી સંબંધી વધારાના સંસાધનો
જો તમને લાગે કે તમે અથવા બીજી કોઈ વ્યક્તિ કોઈ સંકટમાં છે, તો કૃપા કરીને તમારી સ્થાનિક ઇમર્જન્સી સેવાઓનો સંપર્ક કરો.
જો કોઈ વ્યક્તિ પોતાને નુકસાન પહોંચાડવાની ઇચ્છા ધરાવતી હોય અને તમને તેઓની સલામતીની ચિંતા હોય, તો કૃપા કરીને તમારી સ્થાનિક ઇમર્જન્સી સેવાઓનો અથવા આપઘાત નિવારણ હોટલાઇન નંબરનો સંપર્ક કરો.
જો તમને એવું કન્ટેન્ટ પ્રાપ્ત થાય અથવા જોવા મળે કે જે બાળક પ્રત્યે દુર્વ્યવહાર કે તેનું શોષણ થતું હોવાનું દર્શાવતું હોય, તો કૃપા કરીને National Center for Missing and Exploited Children (NCMEC)નો સંપર્ક કરો. તમે આવું કન્ટેન્ટ મોકલનાર વપરાશકર્તાની પણ જાણ કરી શકો છો. જાણ કરવા વિશે અહીં વધુ જાણો. કૃપા કરીને તમારા રિપોર્ટમાં કન્ટેન્ટનો કોઈ પણ સ્ક્રીનશોટ સામલે કરશો નહિ.
સંબંધિત લેખ