આંતરરાષ્ટ્રીય ફોન નંબર લખવાની રીત વિશે
આંતરરાષ્ટ્રીય ફોન નંબરમાં સૌથી પહેલા (+)ની નિશાની લખ્યા પછી, દેશનો કોડ, શહેરનો કોડ અને લોકલ ફોન નંબર લખવામાં આવે છે. WhatsAppને સંપર્ક કરો, ત્યારે હંમેશાં આંતરરાષ્ટ્રીય રીત પ્રમાણે જ તમારો ફોન નંબર મોકલો.
જો યુનાઇટેડ સ્ટેટ્સના કોઈ સંપર્કનો (જે દેશનો કોડ “1” છે) વિસ્તાર કોડ “408” અને ફોન નંબર “XXX-XXXX” છે, તો તમારે +1 408 XXX XXXX લખવું પડશે.
નોંધ:
- ખાતરી કરો કે તમે આગળ લખેલો 0 કે વિશિષ્ટ કૉલિંગ કોડ દૂર કર્યો છે.
- આર્જેન્ટિનાના દરેક ફોન નંબરમાં (દેશનો કોડ "54") છે પણ એ દેશના કોડ અને વિસ્તારના કોડની વચ્ચેે "9" હોવો જોઈએ. આગળના અંક "15" ને દૂર કરવો જોઈએ જેથી છેવટનો નંબર કુલ 13 આંકડાનો : +54 9 XXX XXX XXXX નો થઈ જાય.
- મેક્સિકોના ફોન નંબરમાં (દેશનો કોડ "52") છે પણ એમાં "+52" પછી "1" હોવો જોઈએ, જો એ Nextelનો નંબર હોય તો પણ.
સંબંધિત લેખો: