જાન્યુઆરી 2021 અપડેટ લાગુ થવાની તારીખ વિશે

નવી અપડેટ લાગુ થવાની તારીખે શું થશે?
અપડેટને કારણે 15 મે, 2021ના રોજ, ના તો કોઈના એકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે કે ના તો કોઈ WhatsAppની સુવિધાઓને ગુમાવશે.
નવી અપડેટ લાગુ થવાની તારીખ પછી શું થશે?
મોટાભાગના વપરાશકર્તાઓએ અપડેટ જોઈને સ્વીકારી લીધી છે તેવું માનીને પણ અમે WhatsApp પર અપડેટ વિશેની વધારે માહિતી સાથેનું એક નોટિફિકેશન બતાવવાનું ચાલુ રાખીશું, સાથે જ અમે જે લોકોને અપડેટને વાંચીને સ્વીકારવાનો સમય નથી મળ્યો, તેઓને રિમાઇન્ડર મોકલતા રહીશું. આવા રિમાઇન્ડરને સતત મોકલવાની અને ઍપની સુવિધાઓને માર્યાદિત કરવાની અત્યારે અમારી કોઈ યોજના નથી.
જે લોકોએ અપડેટ સ્વીકારી નથી તેઓ ઍપમાંથી જ અપડેટને સીધી સ્વીકારી શકે તે માટેની બીજી તકો પણ પૂરી પાડવામાં આવશે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યક્તિ WhatsApp પર ફરીથી રજિસ્ટર કરે અથવા કોઈ વ્યક્તિ એ અપડેટને લગતી કોઈ સુવિધાનો પહેલી વાર ઉપયોગ કરવા માગતી હોય.
તમે Android કે iPhone પર તમારી જૂની ચેટને એક્સપોર્ટ કરી શકો છો અને તમારા એકાઉન્ટનો રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો.
  • તમે તમારી જાતે તમારી ચેટને એક્સ્પોર્ટ કરી શકો છો અને તમારા એકાઉન્ટનો રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો. જો તમને તમારા એકાઉન્ટનો રિપોર્ટ ડાઉનલોડ કરવામાં કે તમારું એકાઉન્ટ ડિલીટ કરવામાં કોઈ મદદની જરૂર હોય, તો તમે અહીં અમારો સંપર્ક કરી શકો છો.
જો તમે અપડેટને નહિ સ્વીકારો, તો પણ WhatsApp તમારા એકાઉન્ટને ડિલીટ કરશે નહિ.
  • કૃપા કરીને ધ્યાનમાં રાખો કે નિષ્ક્રિય યૂઝર સંબંધિત અમારી હાલની પોલિસી અલગથી લાગુ પડશે.
  • જો તમે Android, iPhone કે KaiOS પર તમારું એકાઉન્ટ ડિલીટ કરવા માગો છો, તો અમે આશા રાખીએ કે તમે આ બાબતે ફરીથી વિચાર કરશો. એકાઉન્ટ ડિલીટ કર્યા પછી અમે તેને પાછું લાવી શકતા નથી, કારણ કે એક વાર એકાઉન્ટ ડિલીટ થઈ જાય એટલે તમારા જૂના મેસેજ ભૂંસાઈ જાય છે, તમને તમારા બધા WhatsApp ગ્રૂપમાંથી દૂર કરવામાં આવે છે અને WhatsAppના તમારા બેકઅપ ડિલીટ થઈ જાય છે.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં