સંપર્ક અપલોડ કરવા વિશે
સંપર્ક અપલોડ કરવાની સુવિધા વૈકલ્પિક છે જેનાથી અમે ચેક કરી શકીએ છીએ કે તમારા ડિવાઇસની એડ્રેસ બુકમાં તમારા કયા સંપર્કો WhatsApp વાપરે છે. તેનો અર્થ એ પણ છે કે જ્યારે તમારા સંપર્કો કે જેઓ WhatsApp વાપરતા નથી તેઓ પછીથી સાઇન અપ કરે ત્યારે અમે તમારા WhatsApp સંપર્કના લિસ્ટને અપડેટ કરી શકીએ છીએ. અમે તમારી પ્રાઇવસીને ધ્યાનમાં રાખીએ છીએ અને અમે તમારા સંપર્કની યાદી Meta Platforms Inc. કે અન્ય Meta કંપનીઓ સાથે તેમના પોતાના ઉપયોગ માટે શેર કરતા નથી, પછી ભલે તેઓ અમને સેવાઓ પૂરી પાડતા હોય.
જ્યારે તમે સંપર્ક અપલોડની સુવિધાનો ઉપયોગ કરીને WhatsAppને તમારા ડિવાઇસની એડ્રેસ બુકમાં પ્રવેશની મંજૂરી આપો છો, ત્યારે WhatsApp તમારી એડ્રેસ બુકમાં પ્રવેશ કરીને દરરોજ ફોન નંબરોને અપલોડ કરશે, પરંતુ આ વિવિધ પરિબળો પર આધાર રાખે છે. જેમ કે, વપરાશકર્તા કેટલી વાર WhatsAppનો ઉપયોગ કરે છે, જેમાં WhatsApp વપરાશકર્તાઓ અને તમારા અન્ય સંપર્કો સામેલ છે. તમારા ડિવાઇસની એડ્રેસ બુકમાં દેખાતી નામ, ઇમેઇલ એડ્રેસ વગેરે સહિતની બીજી કોઈ પણ માહિતી અમે એકત્રિત કરતા નથી.
જો તમારા કોઈ સંપર્ક હજી WhatsApp વાપરતા નથી, તો અમે તે ફોન નંબરને એવી રીતે મેનેજ કરીને તેમની પ્રાઇવસીને સુરક્ષિત કરીએ છીએ જેથી આવા સંપર્કોની ઓળખ WhatsApp દ્વારા છતી ન થાય અને અમે એ રીતે જ ઍપને ડિઝાઇન કરી છે. અમે તેમના ફોન નંબરનો ક્રિપ્ટોગ્રાફિક હેશ કોડ બનાવીને આવું કરીએ છીએ અને પછી તે નંબર ડિલીટ કરી દઈએ છીએ. દરેક ક્રિપ્ટોગ્રાફિક હેશ કોડ WhatsAppના સર્વર પર સાચવવામાં આવે છે, જે WhatsApp વપરાશકર્તાઓએ સંબંધિત ફોન નંબરો હેશ કર્યા પહેલાં અપલોડ કર્યા હતા તેની સાથે લિંક કરવામાં આવે છે. જેથી તેઓ જ્યારે WhatsAppમાં જોડાય ત્યારે અમે તમને તે સંપર્કો સાથે વધુ અસરકારક રીતે કનેક્ટ કરી શકીએ.
અલગથી, અમે તમારા ડિવાઇસની એડ્રેસ બુકમાં ફોન નંબરોની ક્રિપ્ટોગ્રાફિક હેશ અવેજી પણ બનાવીએ છીએ, જેનો ઉપયોગ અમે સંપર્ક અપલોડના દુરુપયોગને શોધવા અને તેનો સામનો કરવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, એડ્રેસ બુકમાં કોઈ અસામાન્ય ફેરફારો થયા છે કે નહિ તે તપાસવા માટે અમે હેશ કોડનું મૂલ્યાંકન કરીએ છીએ. આમાં વ્યક્તિગત ફોન નંબરને ટ્રેક કરવા કે તેની સરખામણી કરવાનું સામેલ નથી.
તમે તમારા ડિવાઇસ આધારિત સેટિંગ પરથી સંપર્ક અપલોડ કરવાની સુવિધાને નિયંત્રિત કરી શકો છો. જો તમે સંપર્ક અપલોડની સુવિધાનો ઉપયોગ ન કરવાનું પસંદ કરો છો, તો તમે હજુ પણ એવા લોકો સાથે વાતચીત કરી શકો છો જેમની પાસે અમુક ચોક્કસ સુવિધાઓની મર્યાદા સાથેનું WhatsApp હોય.
WhatsAppનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે અમારા મદદ કેન્દ્રના લેખમાં વધુ વાંચો.