કાર્ટ વિશે

જો તમે WhatsApp Business ઍપ વાપરી રહ્યા હો, તો તમે તમારા ગ્રાહકોને કાર્ટની સુવિધાથી ઓર્ડર કરવામાં મદદ કરી શકો છો. કાર્ટ તમારા ગ્રાહકોને ઓર્ડરની પ્રક્રિયા શરૂ કરવાની રીત પૂરી પાડે છે.
WhatsApp Messenger ઍપ વાપરનારા ગ્રાહકોને તમારી સાથેની ચેટમાં તમારા નામની બાજુમાં કે તેઓ જ્યારે તમારી બિઝનેસ પ્રોફાઇલ જુએ ત્યારે ખરીદીનું બટન દેખાશે. આ ખરીદીનું બટન વાપરીને, ગ્રાહકો તમારું કેટલોગ જોઈ શકશે અને તમારા કેટલોગમાંથી પોતાના કાર્ટમાં વસ્તુઓ ઉમેરી શકશે.
એક વાર વસ્તુ ઉમેર્યા બાદ ગ્રાહકો કેટલોગ મેનૂમાં અથવા બિઝનેસ સાથેના તેમના મેસેજમાં કાર્ટ આઇકન પર દબાવીને તેમના કાર્ટમાં પ્રવેશ કરી શકે છે. ત્યાંથી તેઓ તેમના કાર્ટમાં દરેક વસ્તુની સંખ્યામાં પણ ફેરફાર કરી શકે છે. જ્યારે તેઓ ચેક આઉટ માટે તૈયાર હશે ત્યારે ગ્રાહકો તેમના કાર્ટમાં રહેલી વસ્તુઓને WhatsApp મેસેજ તરીકે તમારા બિઝનેસ એકાઉન્ટ પર મોકલી શકે છે.
આ સુવિધાથી તમારા હાલના ગ્રાહકો:
  • ઝડપથી ઓર્ડર કરી શકશે
  • એક જ સમયે એકથી વધુ વસ્તુઓ વિશે પ્રશ્નો પૂછી શકશે
  • એક જ વખતે એકથી વધુ વસ્તુઓ ઓર્ડર કરી શકશે
સંબંધિત લેખો
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં