અમે જાન્યુઆરી 2021માં અમારી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી અપડેટ કરી છે

અમે અમારી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસીમાં ફેરફારો કર્યા છે, જે WhatsApp પર બિઝનેસ અને તેમના ગ્રાહકો વચ્ચેના મેસેજિંગ સાથે સંબંધિત છે અને જાન્યુઆરી 2021માં તેને લાગુ કરવાનું શરૂ કર્યું છે. આ અપડેટના ભાગ તરીકે, અમે કેવી રીતે ડેટા એકત્ર અને શેર કરીએ છીએ તથા તેનો ઉપયોગ કરીએ છીએ તે વિશે વધુ માહિતી પણ આપી છે.
તમારી પ્રાઇવસી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા પહેલાં જેટલી જ અકબંધ છે. તમારી પર્સનલ વાતચીતો હજી પણ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે, એટલે કે તમારી ચેટ બહારની કોઈ પણ વ્યક્તિ તેને વાંચી કે સાંભળી શકતી નથી, WhatsApp કે Meta પણ નહિ.
આ અપડેટને સ્પષ્ટપણે સમજાવવાની જવાબદારી અમારી છે. અહીં કેટલીક બાબતો આપી છે જે તમારે જાણવી જોઈએ:
શું બદલાયું છે
તમે ફોન અથવા ઇમેઇલની સરખામણીએ WhatsApp પર ઝડપથી કામ પતાવવા માટે વધુ બિઝનેસ સાથે વાત કરી શકશો. આ પૂરી રીતે વૈકલ્પિક છે.
દરરોજ લાખો લોકો નાનામોટા બિઝનેસ સાથે વાતચીત કરવા માટે WhatsApp વાપરે છે. તમે પ્રશ્નો પૂછવા, ખરીદીઓ કરવા અને માહિતી મેળવવા માટે બિઝનેસને મેસેજ મોકલી શકો છો. WhatsApp પર બિઝનેસ સાથે ચેટ કરવી કે નહિ તે તમારી પસંદગી છે અને તમે તેમને તમારા સંપર્કના લિસ્ટમાંથી બ્લોક કે દૂર કરી શકો છો.
એરલાઇન અથવા રિટેલર જેવા મોટા બિઝનેસને એક વારમાં હજારો ગ્રાહકોના કૉલ મળી શકે છે - જે ફ્લાઇટ અંગેની માહિતી પૂછતા અથવા તેમના ઓર્ડરને ટ્રેક કરવાનો પ્રયાસ કરવા બાબતના હોઈ શકે છે. આવા બિઝનેસ પોતે ઝડપથી જવાબ આપી શકે તે સુનિશ્ચિત કરવા તેમના વતી અમુક જવાબોનું સંચાલન કરવા માટે Metaનો ઉપયોગ ટેક્નોલોજી પ્રોવાઇડર તરીકે કરી શકે છે. જ્યારે પણ આવું થશે, ત્યારે તમને માહિતગાર રાખવા અમે આવી ચેટ પર સ્પષ્ટપણે લેબલ મૂકીશું.
અમે કેવી રીતે ડેટા એકત્ર અને શેર કરી છીએ તથા તેનો ઉપયોગ કરીએ છીએ તે વિશે વધુ સ્પષ્ટતા કરી છે.
અમારી પ્રાઇવસી પોલિસીમાં થયેલા ફેરફારો અમે તમારી માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે અંગે તમને વધારે વિગતો પૂરી પાડે છે. અમે અમારી પ્રાઇવસી પોલિસીના અમુક ચોક્કસ વિભાગોમાં વધારે વિગતો ઉમેરી છે અને નવા વિભાગો પણ ઉમેર્યા છે. અમે પ્રાઇવસી પોલિસીનો દેખાવ અને તેના જુદાજુદા વિભાગોમાં જવું ખૂબ સરળ બનાવ્યું છે.
તમે તમારા WhatsApp એકાઉન્ટની માહિતી અને સેટિંગનો રિપોર્ટ અહીં ડાઉનલોડ કરી શકો છો.

શું બદલાઈ રહ્યું નથી
કુટુંબીજનો અને મિત્રો સાથેની તમારી પર્સનલ ચેટની પ્રાઇવસી અને સુરક્ષા ક્યારેય બદલાશે નહિ.
Meta અને WhatsApp બન્નેમાંથી કોઈ પણ મિત્રો અને કુટુંબીજનો સાથે તમે શેર કરો છો તે કન્ટેન્ટ જોઈ શકતા નથી, જેમાં તમારા પર્સનલ કૉલ અને મેસેજની સાથેસાથે તમે શેર કરો છો તે જોડાણો અને મોકલો છો તે લોકેશનનો પણ સમાવેશ થાય છે. કોણ કોને મેસેજ કે કૉલ કરે છે તેનો રેકોર્ડ અમે રાખતા નથી અને WhatsApp તમારા સંપર્કો Meta સાથે શેર કરતું નથી.

તમે બધું નિયંત્રિત કરી શકો છો. તમારે તમારો નંબર બિઝનેસ સાથે શેર કરવો કે નહિ તે તમારા પર છે અને તમે કોઈ પણ સમયે બિઝનેસ સાથે સંપર્ક તોડી શકો છો.
WhatsApp તમારો નંબર બિઝનેસને આપશે નહિ અને અમારી પોલિસી બિઝનેસને તમારી મંજૂરી મેળવ્યા વગર WhatsApp પર તમારો સંપર્ક કરવાથી પ્રતિબંધિત કરે છે.
અમારી પ્રાઇવસીની વધારાની સુવિધાઓ, જેમ કે તમારા મેસેજને ગાયબ થવા માટે સેટ કરવા અથવા તમને ગ્રૂપમાં કોણ ઉમેરી શકે છે તેને નિયંત્રિત કરવા માટે, તમને પ્રાઇવસીનું એક વધારાનું સ્તર આપે છે.

નવી સેવાની શરતોની તમારી સ્વીકૃતિથી, WhatsAppની પેરેન્ટ કંપની Meta સાથે વપરાશકર્તાનો ડેટા શેર કરવાની WhatsAppની ક્ષમતામાં વધારો થતો નથી.
વધુ માહિતી માટે, અમારી શરતો અને પ્રાઇવસી પોલિસી તપાસો. તમે વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબો પણ અહીં શોધી શકો છો.

શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં