ફોન નંબર બદલવા વિશે

ફોન નંબર બદલો સુવિધા તમને તમારા WhatsApp એકાઉન્ટનો ફોન નંબર બદલવાની સગવડ આપે છે. WhatsApp પર તમારો ફોન નંબર બદલવાથી:
  • તમારા જૂના ફોન નંબર પરથી તમારો પ્રોફાઇલ ફોટો, નામ, 'તમારા વિશે', વ્યક્તિગત ચેટ, ગ્રૂપ ચેટ અને સેટિંગ સહિતની તમારી એકાઉન્ટની માહિતી નવા ફોન નંબર પર ટ્રાન્સફર કરવામાં આવશે.
  • તમારા જૂના ફોન નંબર સાથે જોડાયેલું WhatsApp એકાઉન્ટ ડિલીટ થઈ જશે, જેથી તમારા સંપર્કો તમારો જૂનો ફોન નંબર તેમના WhatsApp સંપર્કોની યાદીમાં ફરી જોઈ શકશે નહિ.
તમારો ફોન નંબર બદલાયો છે તે અંગે તમારા સંપર્કોને જણાવવા માગો છો કે કેમ તે તમે પસંદ કરી શકો છો. તમે તમારા સંપર્કોને જણાવવાનું પસંદ કર્યું હોય કે નહિ તેને ધ્યાનમાં લીધા વિના તમારી ગ્રૂપ ચેટમાં તમારો ફોન નંબર બદલાયા અંગે જણાવવામાં આવશે. તમારા સંપર્કો સાથે જોડાયેલા રહેવા માટે, અમારી ભલામણ છે કે તમે ફોન નંબર બદલતા પહેલાં તેમને તમારો નવો ફોન નંબર જણાવો અને તેમના ફોનની એડ્રેસ બુકમાં જરૂરી ફેરફાર કરી લેવાનું તેમને કહો.
નોંધ: જો તમે તમારો ફોન નંબર બદલો અને નવા ફોન નંબર માટે જૂનો ફોન વાપરવાનું ચાલુ રાખો, તો તમારી જૂની ચેટ તમારા ફોન પર હાજર રહેશે.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં