વોઇસ કૉલ કેવી રીતે કરવો

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
Mac
વોઇસ કૉલિંગ તમને તમારા સંપર્કોને WhatsApp વાપરીને ફ્રીમાં કૉલ કરવાની સુવિધા આપે છે, તમે બીજા દેશમાં હો તો પણ. વોઇસ કૉલિંગ તમારા મોબાઇલ પ્લાનની મિનિટને બદલે તમારા ફોનનું ઇન્ટરનેટ કનેક્શન વાપરે છે. ઇન્ટરનેટનો ચાર્જ લાગી શકે છે.
વોઇસ કૉલ કરવા માટે
 1. તમે જેમને કૉલ કરવા માગો છો તે સંપર્કની ચેટ ખોલો.
 2. વોઇસ કૉલ
  પર દબાવો.
વૈકલ્પિક રીતે, WhatsApp ખોલો, પછી કૉલ ટેબ > નવો કૉલ
પર દબાવો. તમે વોઇસ કૉલ કરવા માગો છો એવો સંપર્ક શોધો, પછી વોઇસ કૉલ
પર દબાવો.
વોઇસ કૉલ મેળવવા માટે
જ્યારે તમારો ફોન લૉક કરેલો હોય અને જો તમને કોઈ કૉલ કરે ત્યારે તમારી સ્ક્રીન પર WhatsApp ઓડિયો... કૉલ આવતો જોશો, ત્યાં તમે આમ કરી શકો છો:
 • કૉલનો જવાબ આપવા માટે જવાબ આપવા માટે સરકાવોને જમણી બાજુ સરકાવો.
 • મને યાદ કરાવો પર દબાવો, પછી જો તમને રિમાઇન્ડર જોઈતું હોય, તો હું જ્યારે બહાર નીકળું ત્યારે અથવા 1 કલાકમાં પસંદ કરો.
 • iPhoneની બાજુએ આવેલું પાવર બટન બે વખત દબાવીને કૉલ નકારો.
જ્યારે તમારા ફોનનું લૉક ખોલેલું હોય અને જો તમને કોઈ કૉલ કરે ત્યારે તમારી સ્ક્રીન પર WhatsApp ઓડિયો... કૉલ આવતો જોશો, ત્યાં તમે આમ કરી શકો છો:
 • સ્વીકારો પર દબાવો.
 • નકારો પર દબાવો.
 • મને યાદ કરાવો પર દબાવો, પછી જો તમને રિમાઇન્ડર જોઈતું હોય, તો હું જ્યારે બહાર નીકળું ત્યારે અથવા 1 કલાકમાં પસંદ કરો.
 • નોટ મોકલીને કૉલ કાપવા માટે મેસેજ કરો પર દબાવો.
નોંધ: તમે તમારા સેટિંગ બદલીને અજાણ્યા કૉલરના કૉલને મ્યૂટ કરો પર રાખી શકો છો.
વોઇસ અને વીડિયો કૉલ વચ્ચે ફેરબદલ કરવા માટે
વોઇસ કૉલને વીડિયો કૉલમાં બદલવા માટેે
 1. વોઇસ કૉલ પર હો ત્યારે વીડિયો કૉલ
  > બદલો પર દબાવો.
 2. તમે જેની સાથે વાત કરી રહ્યા હો એ સંપર્કને વીડિયો કૉલ પર બદલવાની વિનંતી દેખાશે. તેઓ ફેરબદલ કરવાનું સ્વીકારી કે નકારી શકે.
વીડિયો કૉલને વોઇસ કૉલમાં બદલવા માટેે
 1. વીડિયો કૉલ પર હો ત્યારે વીડિયો બંધ કરો
  પર દબાવો, એનાથી તમે જેને વીડિયો કૉલ કરી રહ્યા હો તેને જણાવવામાં આવશે.
 2. જ્યારે તે સંપર્ક તેમનો વીડિયો બંધ કરી દે, ત્યારે તે વીડિયો કૉલ એક વોઇસ કૉલમાં બદલાઈ જશે.
નોંધ:
 • ખાતરી કરો કે ગ્રૂપ વોઇસ કૉલ કરતી કે મેળવતી વખતે, તમારા અને તમારા સંપર્કો પાસે સારી ગુણવત્તાવાળું ઇન્ટરનેટ કનેક્શન હોય.
 • વોઇસ કૉલની સુવિધા iPhoneનાં iOS 12 અને તેની ઉપરનાં વર્ઝન પર ઉપલબ્ધ છે.
 • તમે WhatsApp દ્વારા ઇમર્જન્સી સેવાઓના નંબરો નથી લગાડી શકતા; જેમ કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં 911 નંબર. ઇમર્જન્સી કૉલ કરવા માટે, તમારે વાતચીત માટેની બીજી સગવડો કરવી પડશે.
સંબંધિત લેખ:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં