વોઇસ કૉલ કેવી રીતે કરવો

Android
iOS
KaiOS
Web
Windows
Mac
વોઇસ કૉલિંગ તમને તમારા સંપર્કોને WhatsApp દ્વારા મફતમાં કૉલ કરવાની સુવિધા આપે છે, તમે બીજા દેશમાં હો તો પણ. વોઇસ કૉલિંગ તમારા મોબાઇલ પ્લાનની મિનિટને બદલે તમારા ફોનનું ઇન્ટરનેટ કનેક્શન વાપરે છે. ઇન્ટરનેટનો ચાર્જ લાગી શકે છે.

વોઇસ કૉલ કરવા માટે

  1. તમે જેમને વોઇસ કૉલ કરવા માગો છો તે સંપર્કની ચેટ ખોલો.
  2. group voice call
    પર દબાવો.
વૈકલ્પિક રીતે, WhatsApp ખોલો, પછી કૉલ ટેબ >
group call or new call
પર દબાવો. તમે જેને વોઇસ કૉલ કરવા માગો છો તે સંપર્ક શોધો, પછી
group voice call
પર દબાવો.

વોઇસ કૉલ કરવા માટે કીપેડનો ઉપયોગ કરો

તમે બિઝનેસ અને અન્ય લોકો જે તમારા સંપર્કોમાં સેવ થયેલા નથી તેને વોઇસ કૉલ કરવા માટે કીપેડ વાપરી શકો છો.
  1. કૉલ પર જાઓ.
  2. keypad
    પર દબાવો.
  3. તમે જેને કૉલ કરવા માગતા હો તેનો નંબર દાખલ કરો.
  4. call
    પર દબાવો.
નોંધ: જો તમે એવા નંબરને કૉલ કરી રહ્યાં છો જે હાલમાં WhatsApp પર રજિસ્ટર થયેલો નથી, તો {phone number} લગાડો પસંદ કરો. તમારી પાસે વપરાશકર્તાને WhatsAppમાં જોડાવા માટે આમંત્રણ આપવાનો વિકલ્પ હશે. જો વપરાશકર્તા WhatsApp પર નથી, તો કેરિયર અને ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે.

વોઇસ કૉલ મેળવવા માટે

જ્યારે તમારો ફોન લૉક કરેલો હોય અને જો તમને કોઈ વોઇસ કૉલ કરે ત્યારે તમારી સ્ક્રીન પર WhatsApp વોઇસ કૉલ આવતો દેખાશે, ત્યાં તમે આમ કરી શકો છો:
  • કૉલ ઉપાડવા માટે ઉપર સરકાવો
    swipe up to accept
    .
  • કૉલ કાપવા માટે ઉપર સરકાવો
    swipe up to decline
    .
  • ઝડપી મેસેજ મોકલીને કૉલ કાપવા માટે ઉપર સરકાવો
    android swipe up to reply
    .
જ્યારે તમારા ફોનનું લૉક ખોલેલું હોય અને જો તમને કોઈ વોઇસ કૉલ કરે ત્યારે તમારી સ્ક્રીન પર આવતો વોઇસ કૉલ દેખાશે, ત્યાં તમે કાપો કે ઉપાડો પર દબાવી શકો છો.
નોંધ: તમે તમારા સેટિંગ બદલીને અજાણ્યા કૉલરના કૉલને મ્યૂટ કરો પર રાખી શકો છો.

વોઇસ અને વીડિયો કૉલ વચ્ચે ફેરબદલ કરવા માટે

વોઇસ કૉલને વીડિયો કૉલમાં બદલવા માટેે

  1. વોઇસ કૉલ પર હો, ત્યારે
    video call
    > સ્વિચ કરો પર દબાવો.
  2. તમે જેની સાથે વોઇસ કૉલ પર હો એ સંપર્કને વીડિયો કૉલ પર બદલવાની વિનંતી દેખાશે. તેઓ ફેરબદલ કરવાનું સ્વીકારી કે નકારી શકે.

વીડિયો કૉલને વોઇસ કૉલમાં બદલવા માટેે

  1. વીડિયો કૉલ પર હો ત્યારે
    video off
    પર દબાવો, એનાથી તમે જેને વીડિયો કૉલ કરી રહ્યા હો, તેને જણાવવામાં આવશે.
  2. જ્યારે તે સંપર્ક તેમનો વીડિયો બંધ કરી દે, ત્યારે તે વીડિયો કૉલ એક વોઇસ કૉલમાં બદલાઈ જશે.

નોંધ:

  • ખાતરી કરો કે ગ્રૂપ વોઇસ કૉલ કરતી કે મેળવતી વખતે, તમારા અને તમારા સંપર્કો પાસે સારી ગુણવત્તાવાળું ઇન્ટરનેટ કનેક્શન હોય.
  • તમે WhatsApp દ્વારા ઇમર્જન્સી સેવાઓના નંબરો નથી લગાડી શકતા; જેમ કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં 911 નંબર. ઇમર્જન્સી કૉલ કરવા માટે, તમારે વાતચીત વ્યવહારની બીજી સગવડો કરવી પડશે.

સંબંધિત લેખ

શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?

હા
નહીં