વોઇસ કૉલ કેવી રીતે કરવો

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
વોઇસ કૉલિંગ તમને તમારા સંપર્કોને WhatsApp વાપરીને ફ્રીમાં કૉલ કરવાની સુવિધા આપે છે, તમે બીજા દેશમાં હો તો પણ. વોઇસ કૉલિંગ તમારા મોબાઇલ પ્લાનની મિનિટને બદલે તમારા ફોનનું ઇન્ટરનેટ કનેક્શન વાપરે છે. ઇન્ટરનેટનો ચાર્જ લાગી શકે છે.
વોઇસ કૉલ કરવા માટે
 1. તમે જેમને વોઇસ કૉલ કરવા માગો છો તે સંપર્કની ચેટ ખોલો.
 2. વોઇસ કૉલ
  પર દબાવો.
વૈકલ્પિક રીતે, WhatsApp ખોલો, પછી કૉલ ટેબ > નવો કૉલ
પર દબાવો. તમે વોઇસ કૉલ કરવા માગો છો એવો સંપર્ક શોધો, પછી વોઇસ કૉલ
પર દબાવો.
વોઇસ કૉલ મેળવવા માટે
જ્યારે તમારો ફોન લૉક કરેલો હોય અને જો તમને કોઈ વોઇસ કૉલ કરે ત્યારે તમારી સ્ક્રીન પર WhatsApp વોઇસ કૉલ આવતો દેખાશે, ત્યાં તમે આમ કરી શકો છો:
 • ઉપાડવા માટે ઉપર સરકાવીને
  કૉલનો જવાબ આપો.
 • કાપવા માટે ઉપર સરકાવીને
  કૉલ નકારો.
 • જવાબ આપવા માટે ઉપર સરકાવીને
  ઝડપી મેસેજ સાથે કૉલ કાપો.
જ્યારે તમારો ફોન અનલૉક હોય અને જો તમને કોઈ વોઇસ કૉલ કરે ત્યારે તમારી સ્ક્રીન પર આવતો વોઇસ કૉલ દેખાશે, ત્યાં તમે કાપો કે ઉપાડો પર દબાવી શકો છો.
વોઇસ અને વીડિયો કૉલ વચ્ચે ફેરબદલ કરવા માટે
વોઇસ કૉલને વીડિયો કૉલમાં બદલવા માટેે
 1. વોઇસ કૉલ પર હો ત્યારે વીડિયો કૉલ
  > બદલો પર દબાવો.
 2. તમે જેની સાથે વોઇસ કૉલ પર હો એ સંપર્કને વીડિયો કૉલ પર બદલવાની વિનંતી દેખાશે અને તેઓ આ ફેરબદલની વિનંતી સ્વીકારી કે નકારી શકે છે.
વીડિયો કૉલને વોઇસ કૉલમાં બદલાવા માટેે
 1. વીડિયો કૉલ પર હો ત્યારે વીડિયો બંધ કરો
  પર દબાવો, એનાથી તમે જેને વીડિયો કૉલ કરી રહ્યા હો તેને જણાવવામાં આવશે.
 2. જ્યારે તે સંપર્ક તેમનો વીડિયો બંધ કરી દે, ત્યારે તે વીડિયો કૉલ એક વોઇસ કૉલમાં બદલાઈ જશે.
નોંધ:
 • ખાતરી કરો કે ગ્રૂપ વોઇસ કૉલ કરતી કે મેળવતી વખતે, તમારા અને તમારા સંપર્કો પાસે સારી ગુણવત્તાવાળું ઇન્ટરનેટ કનેક્શન હોય. વોઇસ કૉલની ગુણવત્તાનો આધાર સૌથી ખરાબ કનેક્શન ધરાવતા સંપર્ક પર રહેશે.
 • તમે WhatsApp દ્વારા ઇમર્જન્સી સેવાઓના નંબરો નથી લગાડી શકતા; જેમ કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં 911 નંબર. ઇમર્જન્સી કૉલ કરવા માટે, તમારે વાતચીત વ્યવહારની બીજી સગવડો કરવી પડશે.
સંબંધિત લેખો:
 • Android | iPhone પર ગ્રૂપ વોઇસ કૉલ કેવી રીતે કરવો
 • iPhone પર વોઇસ કૉલ કેવી રીતે કરવો
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં