વોઇસ કૉલ કેવી રીતે કરવો

Android
iOS
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
Mac
વોઇસ કૉલિંગ તમને તમારા સંપર્કોને WhatsApp ડેસ્કટોપ વાપરીને ફ્રીમાં કૉલ કરવાની સુવિધા આપે છે, તમે બીજા દેશમાં હો તો પણ. વોઇસ કૉલિંગ તમારા ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરે છે. ડેસ્કટોપ કૉલિંગ Windows 10 64-બિટ 1903 અને તે પછીના વર્ઝન અને macOS 10.13 અને તે પછીના વર્ઝન પર કામ કરે છે.
ડેસ્કટૉપ કૉલિંગ સુવિધા વાપરવા માટે
WhatsApp ડેસ્કટોપ પર વોઇસ કૉલ કરવા અથવા મેળવવા માટે:
  • તમારા કમ્પ્યૂટર અને ફોન પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે.
  • WhatsAppને તમારા કમ્પ્યૂટરનો માઇક્રોફોન વાપરવાની જરૂર પડશે.
  • કૉલ માટે તમારા કમ્પ્યૂટરથી એક ઓડિયો આઉટપુટ ડિવાઇસ અને માઇક્રોફોન જોડેલો હોવો જરૂરી રહેશે.
નોંધ: શ્રેષ્ઠ ઓડિયો માટે હેડસેટનો ઉપયોગ કરો. અલગથી બહારનો માઇક્રોફોન અને સ્પીકર ડિવાઇસ વાપરવાથી પડઘા પડી શકે છે.
વોઇસ કૉલ કરવા માટે
  1. તમે જેમને કૉલ કરવા માગો છો તે વ્યક્તિની ચેટ ખોલો.
  2. વોઇસ કૉલ આઇકન પર ક્લિક કરો.
કૉલ દરમિયાન, માઇક્રોફોન આઇકનને ક્લિક કરીને તમે તમારા માઇક્રોફોનને મ્યૂટ કરી કે તેનું મ્યૂટ ખોલી શકો છો. કૉલ પૂરો થાય ત્યારે કૉલ સમાપ્ત કરો પર દબાવો.
વોઇસ કૉલનો જવાબ આપવા માટે
જો તમને કૉલ આવે તો તમે:
  • કૉલનો જવાબ આપવા માટે સ્વીકારો પર ક્લિક કરી શકો છો.
  • કૉલ કાપવા માટે કાપો પર દબાવી શકો છો.
  • કૉલ અવગણવા માટે અવગણો અથવા x પર ક્લિક કરી શકો છો.
વોઇસ અને વીડિયો કૉલ વચ્ચે ફેરબદલ કરવા માટે
કોઈ સંપર્ક સાથે વોઇસ કૉલ ચાલુ હોય ત્યારે તમે તેને વીડિયો કૉલ પર ફેરબદલ કરવાની વિનંતી કરી શકો છો. તમે જેમને વોઇસ કૉલ કરી રહ્યા છો તે સંપર્ક કૉલને ફેરબદલ કરવા માટે ઓકે કે ફેરબદલ કરો પર અથવા નકારવા માટે રદ કરો પર ક્લિક કરી શકે છે.
  1. કૉલ દરમિયાન કેમેરા આઇકન પર કર્સર લઈ જાઓ.
  2. કેમેરા આઇકન પર ક્લિક કરો.
  3. જો તમારો સંપર્ક ફેરબદલ સ્વીકારે તો વોઇસ કૉલ વીડિયો કૉલમાં ફેરવાશે.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં