સપોર્ટ કરતી ઓપરેટિંગ સિસ્ટમ વિશે

હાલમાં, અમે નીચે જણાવેલી ઓપરેટિંગ સિસ્ટમ અને વર્ઝન ધરાવતાં ડિવાઇસ માટે સપોર્ટ પૂરો પાડીએ છીએ અને તેને વાપરવા માટે ભલામણ કરીએ છીએ:
  • Android જેના પર OS 4.1 અને તેના પછીનું વર્ઝન ચાલતું હોય
  • iPhone જેના પર iOS 12 અને તેના પછીનું વર્ઝન ચાલતું હોય
  • JioPhone અને JioPhone2 સહિત, KaiOS 2.5.0 અને તેના પછીનું વર્ઝન ચાલતું હોય
જો તમારી પાસે ઉપર પ્રમાણે જણાવેલું કોઈ પણ ડિવાઇસ હોય, તો WhatsApp ઇન્સ્ટોલ કરો અને તમારો ફોન નંબર રજિસ્ટર કરો.
નોંધ:
  • યાદ રાખો કે WhatsApp એક સમયે એક ફોન નંબરથી એક જ ફોન પર ચલાવી શકાય છે.
  • તમારો ફોન ખાતરી કરવાની પ્રક્રિયા દરમિયાન SMS કે કૉલ મેળવી શકતો હોવો જોઈએ. ફક્ત વાઇ-ફાઇ સાથેના ડિવાઇસ પર અમે નવું એકાઉન્ટ સેટ કરવાનું સપોર્ટ કરતા નથી.
કોને સપોર્ટ કરવું તે અમે કેવી રીતે પસંદ કરીએ છીએ
ડિવાઇસ અને સોફ્ટવેર અપડેટ થતા રહેતા હોય છે, તેથી અમે નિયમિત રીતે રિવ્યૂ કરીએ છીએ કે અમે કઈ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરીએ છીએ અને અપડેટ કરીએ છીએ.
શું સપોર્ટ કરવાનું બંધ કરવું તે પસંદ કરવા માટે અમે દર વર્ષે, અન્ય ટેકનોલોજી કંપનીઓની જેમ જોઈએ છીએ કે કયા ડિવાઇસ અને સોફ્ટવેર સૌથી જૂના છે અને તેનો ઉપયોગ સૌથી ઓછા લોકો કરે છે. આ ડિવાઇસમાં લેટેસ્ટ સુરક્ષા અપડેટ અથવા WhatsApp ચલાવવા માટે જરૂરી કાર્યક્ષમતાનો અભાવ હોઈ શકે છે.
તમારી ઓપરેટિંગ સિસ્ટમ હવે સપોર્ટ કરતી નથી તો શું કરવું
અમે તમારી ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરવાનું બંધ કરીએ તે પહેલાં, તે તારીખ પહેલાં સીધા જ તમને WhatsAppમાં સૂચિત કરવામાં આવશે અને અપગ્રેડ કરવા માટે અમુક વખત યાદ અપાવવામાં આવશે.
અમે આ પેજને નિયમિત રીતે અપડેટ કરીને ખાતરી કરીશું કે અમે સપોર્ટ કરીએ છીએ તેવી લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમનું લિસ્ટ અહીં જોઈ શકાય.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં