કોઈ વ્યક્તિ સાથે સંપર્ક કેવી રીતે તોડવો અને તેમની જાણ કેવી રીતે કરવી

Android
iPhone
KaiOS
જો તમે કોઈ સંપર્ક પાસેથી WhatsApp મેસેજ અને કૉલ મેળવવા માગતા ન હો, તો તમે તેમની સાથે સંપર્ક તોડી શકો છો. જો તમને લાગે કે તેઓ આપત્તિજનક કન્ટેન્ટ કે સ્પામ મોકલી રહ્યા છે તો પણ તમે તેમની જાણ કરી શકો છો.
જો તમને લાગે કે તમે અથવા બીજી કોઈ વ્યક્તિ કોઈ સંકટમાં છે, તો કૃપા કરીને તમારી સ્થાનિક ઇમર્જન્સી સેવાઓનો સંપર્ક કરો.
કોઈની સાથે સંપર્ક તોડવા માટે
  1. વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > સંપર્ક તોડેલ > નવો ઉમેરો... પર દબાવો
  2. તમારે જેમની સાથે સંપર્ક તોડવો છે તેને શોધો અથવા પસંદ કરો.
  3. સંપર્ક તોડો પર દબાવો.
નોંધ:
  • જો તમે તમારો ફોન નંબર બદલો છો અને તે જ WhatsApp એકાઉન્ટ વાપરો છો, તો તમારા સંપર્ક તોડેલા નંબર સાથે સંપર્ક તૂટેલો રહેશે. નંબર બદલવાની સુવિધા કેવી રીતે વાપરવી, તે આ લેખમાં જાણો.
    • જો તમે નવું WhatsApp એકાઉન્ટ સેટ અપ કરો છો, તો તમારે જાતે તે સંપર્કો સાથે ફરીથી સંપર્ક તોડવાની જરૂર પડશે.
કોઈની સાથે સંપર્ક તોડવા માટે કેટલીક બીજી વૈકલ્પિક રીતો આ છે:
  • તમારી ચેટ લિસ્ટમાં રહેલા સંપર્ક સાથેની ચેટ પસંદ કરો, પછી વિકલ્પો > સંપર્ક જુઓ > સંપર્ક તોડો > સંપર્ક તોડો પર દબાવો.
  • જેમની સાથે સંપર્ક તોડવો હોય, તે સંપર્ક સાથેની ચેટ ખોલો, પછી વિકલ્પો > સંપર્ક જુઓ > સંપર્ક તોડો > સંપર્ક તોડો પર દબાવો.
અજાણ્યા ફોન નંબર સાથે સંપર્ક તોડવા માટે
કોઈ અજાણ્યા ફોન નંબર સાથે સંપર્ક તોડવા માટે તમારી પાસે બે વિકલ્પો છે:
  • તમારી ચેટ લિસ્ટમાં અજાણ્યા ફોન નંબર સાથેની ચેટ પસંદ કરો, પછી વિકલ્પો > સંપર્ક જુઓ > સંપર્ક તોડો > સંપર્ક તોડો પર દબાવો.
  • અજાણ્યા ફોન નંબર સાથેની ચેટ ખોલો, પછી વિકલ્પો > સંપર્ક જુઓ > સંપર્ક તોડો > સંપર્ક તોડો પર દબાવો.
નોંધ:
  • જેમની સાથે સંપર્ક તોડ્યો છે એવી વ્યક્તિઓ તમને હવે કૉલ કે મેસેજ કરી શકશે નહિ.
  • તમે ક્યારે છેલ્લે જોયું, ઓનલાઇન છો કે નહિ અને તમારા પ્રોફાઇલ ફોટોમાં કરેલો કોઈ પણ ફેરફાર, તમે જે વ્યક્તિ કે નંબર સાથે સંપર્ક તોડ્યો છે એ હવે જોઈ શકશે નહિ.
  • કોઈ પણ વ્યક્તિ કે નંબર સાથે સંપર્ક તોડવાથી એ તમારા સંપર્કના લિસ્ટમાંથી દૂર નહિ થાય, અને તમે પણ તેમના સંપર્કના લિસ્ટમાંથી દૂર નહિ થાઓ. કોઈ સંપર્કને ડિલીટ કરવા માટે, તમારે તે સંપર્કને તમારા ફોનની એડ્રેસ બુકમાંથી ડિલીટ કરવો જરૂરી છે.
  • જો તમને ચિંતા હોય કે તમે જેની સાથે સંપર્ક તોડી રહ્યા છો એ વ્યક્તિને એની જાણ થશે કે નહિ, તો કૃપા કરીને આ લેખ વાંચો.
કોઈની સાથે સંપર્ક જોડવા માટે
  1. વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > સંપર્ક તોડેલા નંબર પર દબાવો.
  2. તમારે જેની સાથે સંપર્ક જોડવો હોય તે સંપર્કને પસંદ કરો.
  3. સંપર્ક જોડો પર દબાવો.
કોઈની સાથે સંપર્ક જોડવા માટેની બે વૈકલ્પિક રીતો આ છે:
  • તમારી ચેટ લિસ્ટમાં રહેલા સંપર્ક સાથેની ચેટ પસંદ કરો, પછી વિકલ્પો > સંપર્ક જુઓ > સંપર્ક જોડો પર દબાવો.
  • જેમની સાથે સંપર્ક જોડવો હોય, તે સંપર્ક સાથેની ચેટ ખોલો, પછી વિકલ્પો > સંપર્ક જુઓ > સંપર્ક જોડો પર દબાવો.
નોંધ:
  • જો તમે કોઈ સંપર્ક સાથે સંપર્ક જોડો છો, તો તમે તેમની સાથે સંપર્ક તોડ્યો હતો એ સમય દરમિયાનના કોઈ પણ મેસેજ કે કૉલ મેળવી શકશો નહિ.
  • તમારા ફોનની એડ્રેસ બુકમાં પહેલાં સેવ ન હતા તેવા કોઈ સંપર્ક કે ફોન નંબર સાથે જો તમે સંપર્ક જોડો છો, તો તમારા ડિવાઇસમાં આવા સંપર્ક કે ફોન નંબરને પાછો મેળવી શકાશે નહિ.
સંપર્કની જાણ કરવા માટે
  1. તમે જે વપરાશકર્તાની જાણ કરવા માગતા હો તેની સાથેની ચેટ ખોલો.
  2. વિકલ્પો પર દબાવો અને સંપર્ક જુઓ પસંદ કરો.
  3. જાણ કરો અને સંપર્ક તોડો અથવા માત્ર જાણ કરો પર દબાવો.
નોંધ: તમે જેના વિરુદ્ધ જાણ કરી છે તે વપરાશકર્તા કે ગ્રૂપ દ્વારા મોકલવામાં આવેલા છેલ્લા પાંચ મેસેજ WhatsAppને મળે છે અને તે વિશે તેમને જણાવવામાં આવશે નહિ. તમે જેના વિરુદ્ધ જાણ કરી છે તે ગ્રૂપ કે વપરાશકર્તાનું આઇડી, મેસેજ ક્યારે મોકલવામાં આવ્યો હતો તેની માહિતી અને મોકલેલા મેસેજનો પ્રકાર (ફોટો, વીડિયો, લખેલો મેસેજ વગેરે) પણ WhatsAppને મળે છે.
એક વાર જોઈ શકાય એવા ફોટો કે વીડિયોની જાણ કરવા માટે
  1. એક વાર જોઈ શકાય એવો ફોટો કે વીડિયો ખોલો.
  2. નીચેના ખૂણામાં વિકલ્પો પર દબાવો.
  3. જાણ કરો પર દબાવો.
એક વાર જોવાની સુવિધા વિશે વધુ જાણવા માટે, આ લેખ વાંચો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં